For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલિવુડમાં પાક કલાકારોના પ્રતિબંધ પર શું બોલ્યા રણવીર સિંહ?

ઈન્ડિયા ટુડે કોનક્લેવ 2019માં પહોંચેલા રણવીર સિંહને જ્યારે પાક કલાકારો પર પ્રતિબંધ લગાવવા અંગે સવાલ કરવામાં આવ્યો.

|
Google Oneindia Gujarati News

છેલ્લા અમુક સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ અને યુદ્ધની સ્થિતિ રહી. બુધવારે પાકિસ્તાને ભારતના બે જેટ તોડી પાડ્યા જ્યારે ભારતે પણ પાકનું એક ફાઈટર જેટ પ્લેન તોડી પાડ્યુ. ભારતના વિમાન મિગ-21ના પડી જવાથી તેમાં બેઠેલા વિંગ કમાંડર અભિનંદન પાકિસ્તાની સીમાને પાર જઈને પડ્યા. એવામાં પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધી. જો કે શુક્રવારે પાકિસ્તાને તેમને મુક્ત કરી દીધા પરંતુ આ પહેલા ભારત પાકિસ્તાનને અભિનંદનને કોઈ પણ શરત વિના છોડવા માટે આંખ બતાવી ચૂક્યુ હતુ. એવામાં બંને દેશો વચ્ચે એકવાર ફરીથી આવેલી કડવાશ બાદ કલાકારોને બોલિવુડ સિનેમાથી પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા. એવામાં આના પર લોકોની પ્રતિક્રિયાઓ આવવી શરૂ થઈ જેમાં રણવીર સિંહને પણ આના પર સવાલ પૂછવામાં આવ્યા.

પાક કલાકારોને પ્રતિબંધિત કરવા પર શું બોલ્યા રણવીર?

પાક કલાકારોને પ્રતિબંધિત કરવા પર શું બોલ્યા રણવીર?

ઈન્ડિયા ટુડે કોનક્લેવ 2019માં પહોંચેલા રણવીર સિંહને જ્યારે પાક કલાકારો પર પ્રતિબંધ લગાવવા અંગે સવાલ કરવામાં આવ્યો તો તે બોલ્યા કે - ‘હું સારી રીતે જાણુ છે કે એક વિચાર છે કે કલા અને રમતને આ સ્થિતિઓ સાથે ન જોડવા જોઈએ. આ અલગ વસ્તુઓ છે. પરંતુ આ સાથે અમે એક કલાકાર તરીકે દેશ માટે એ બલિદાન નથી આપી રહ્યા જે અમુક દેશવાસીઓ આપી રહ્યા છે. કલા અને રમત અલગ વસ્તુઓ છે. તેમની સીમાઓ અલગ હોવી જોઈએ. પરંતુ અમે દેશ માટે બલિદાન નથી આપતા. પરંતુ એક પણ સૈનિકની માને લાગતુ હોય કે આપણે પાક કલાકારો પર પ્રતિબંધ લગાવવો જોઈએ તો આમ કરવુ જોઈએ.'

અભિનંદન વિશે શું બોલ્યા રણવીર ?

અભિનંદન વિશે શું બોલ્યા રણવીર ?

શુક્રવારે પાકિસ્તાની પકડથી છૂટેલા વિંગ કમાંડર અભિનંદન અંગે રણવીરે કહ્યુ કે, ‘આ ડરાવી દેનાર સમય હતો. આજે સારો દિવસ છે, જે કંઈ પણ હાલમાં થયુ તેને આપણે ન ભૂલવુ જોઈએ. જ્યાં સુધી અભિનંદનની વાત છે તો તેઓ એક રિયલ હીરો છે. પાકિસ્તાનમાં તેમણે જે રીતે નીડરતાથી સ્થિતિનો સામનો કર્યો તે ખરેખર એક હીરો છે.'

અભિનંદને મિગ-21થી તોડી પાડ્યુ હતા એફ-16

અભિનંદને મિગ-21થી તોડી પાડ્યુ હતા એફ-16

ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફ પર થયેલા હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ હોવાની જાણકારી બાદ ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘૂસીને જૈશના ઘણા કેમ્પોને નષ્ટ કરી દીધા હતા. ત્યારબાદ બુધવારે પાકિસ્તાની ફાઈટર પ્લેનોએ ભારતીય વાયુસીમામાં ઘૂસણખોરી કરવાની કોશિસ કરી. ત્યારે ભારત તરફથી મિગ-21ની કમાન સંભાળી રહેલા વિંગ કમાંડરે પોતાની કુશળતાનો પરિચય આપીને પાકિસ્તાનના જંગી વિમાન એફ-16ને તોડી પાડ્યુ હતુ. જો કે આ દરમિયાન આ મિગ ક્રેશ થઈ ગયુ અને અભિનંદન ઈજેક્ટ કરવા દરમિયાન સીમા પાર જઈને પડ્યા જ્યાંથી પાકિસ્તાનને તેમને પકડી લીધા હતા. પરંતુ ભારતના સતત દબાણ કરાયા બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને વિંગ કમાંડરને મુક્ત કરવાનું એલાન કર્યુ હતુ.

આ પણ વાંચોઃ પૂર્વ કોંગ્રેસ મુખ્યમંત્રીએ સિદ્ધુને આપ્યો અભિનંદનની સ્વદેશ વાપસીનો શ્રેયઆ પણ વાંચોઃ પૂર્વ કોંગ્રેસ મુખ્યમંત્રીએ સિદ્ધુને આપ્યો અભિનંદનની સ્વદેશ વાપસીનો શ્રેય

English summary
this-is-what-ranveer-singh-said-when-asked-about-ban-on-pakistani-actors-in-bollywood
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X