For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીપિકા માટે આ વર્ષ ખુબ વ્યસ્ત રહેશે, 6 ફિલ્મો પર કામ શરૂ કરશે

દીપિકા માટે આ વર્ષ ખુબ વ્યસ્ત રહેશે, 6 ફિલ્મો પર કામ શરૂ કરશે

|
Google Oneindia Gujarati News

વર્ષ 2020 ફિલ્મ સ્ટાર્સ માટે માઠું રહ્યું પરંતુ 2021 દીપિકા પાદુકોણના ફેન્સ માટે શુભ સમાચાર લઈને આવ્યું છે. આ વર્ષે દીપિકા પાદુકોણના ખિસ્સામાં 6 જેટલી ફિલ્મો છે. જેથી દીપિકા પાદુકોણ માટે આ વર્ષ બહુ વ્યસ્ત હશે.

deepika padukone

જો દીપિકાની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો તે સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે સાથે શકુન બત્રાની ફિલ્મ, શાહરુખ ખાન સાથે પઠાન, પ્રભાસ સાથે નાગ અશ્વિનની પેન ઈન્ડિયા મલ્ટી લિંગ્યુઅલ ફિલ્મ, ધી ઈન્ટર્ન ઑફિશિયલ રીમેક, મહાભારત અને સૌથી હાલની ઘોષણા ફાઈટર સામેલ છે. ફાઈટરમાં દીપિકા ઋતિક રોશન સાથે જોવા મળશે.

દીપિકાના નજીકના સૂત્રએ માહિતી આપી

દીપિકાના નજીકના સૂત્રએ જણાવ્યું કે"ભલે આ વર્ષે બધી ફિલ્મોનું શૂટિંગ નહિ થાય, પરંતુ હરેક સમયે દીપિકા ઓછામા ઓછા 2 પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી હશે, સાથે જ આગામી ફિલ્મોના શૂટિંગ માટે પૂર્વ યોજના બનાવી રહી હશે. આ કંઈક એવું જે તેમણે ક્યારેય નથી કર્યું."

સૂત્રએ જણાવ્યા મુજબ દીપિકાને આ વર્ષ કેટલું વ્યસ્ત રહેશે તેની પહેલેથી જ ખબર હતી માટે જ તેણે વર્ષની શરૂઆતમાં જ બેંગ્લોરમાં રહેતા પોતાના માતા-પિતા અને બહેન સાથે સમય વિતાવવા માટે રજા લઈ લીધી હતી.

હાલ દીપિકાના પોકેટમાં કેટલાય પ્રોજેક્ટ છે, ત્યારે દીપિકાના ફેન્સ માટે આગામી વર્ષ શાનદાર રહેશે તે ફાઈનલ છે.

'શું નાની ઉંમરનો લાઈફ પાર્ટનર છેતરતો નથી વ્યક્તિને?' મિલિંદે આપ્યો શાનદાર જવાબ'શું નાની ઉંમરનો લાઈફ પાર્ટનર છેતરતો નથી વ્યક્તિને?' મિલિંદે આપ્યો શાનદાર જવાબ

English summary
this year will be very busy for Deepika, 6 films are in the pipe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X