સલમાન ખાન પર હુમલો કરનારાની ઓળખ થઈ, ખુદ સામે આવીને ખુલાસો કર્યો
રવિવારે વહેલી સવારે સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ થયુ હતુ. હવે આ ફાયરિંગ કરનારાનો ખુલાસો થયો છે.
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં મોટું અપડેટ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટના આધારે દાવો કરવામાં આવી રહ્યો છે કે સલમાન ખાનના ઘર પર હુમલો તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ કરાવ્યો હતો.

આ મામલે મુંબઈ પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ ફેસબુક પોસ્ટમાં ઘટનાની જવાબદારી લીધી છે.
અનમોલ બિશ્નોઈએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, આ સલમાન ખાન માટે ટ્રેલર જેવું છે. સલમાન ખાન માટે આ પહેલી અને છેલ્લી ચેતવણી છે. તેણે દાવો કર્યો કે હવે ખાલી ઘર પર ગોળીઓ નહીં ચલાવવામાં આવે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ ફેસબુક પર લખ્યું કે, અમે શાંતિ ઈચ્છીએ છીએ, જો જુલમ વિરુદ્ધ નિર્ણય યુદ્ધ દ્વારા લેવામાં આવે તો યુદ્ધ સાચું છે, સલમાન ખાન અમે તને ટ્રેલર બતાવવા માટે આ કર્યું છે, જેથી તું સમજે, અમારી શક્તિની વધુ પરીક્ષા ન કર, આ પ્રથમ અને છેલ્લી ચેતવણી છે.
આગળ લખ્યુ કે, આ પછી ખાલી ઘર પર ગોળીઓ નહીં ચલાવવામાં આવે અને તમે જેને ભગવાન માને છે તે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલના નામે અમે બે કૂતરા રાખ્યા છે, મને બોલવાની આદત નથી. જય શ્રી રામ, જય ભારત.
મુંબઈના બાંદ્રામાં સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર 14 એપ્રિલે સવારે 5 વાગ્યે ફાયરિંગ થયું હતું. બે બાઇક સવાર હુમલાખોરોએ ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
બે દિવસ પહેલા ઇદ પર સલમાન ખાન જ્યાં તેના ચાહકોને મળ્યો તે જ જગ્યાએથી ગોળીઓ ચલાવવામાં આવી હતી. ગોળી સલમાન ખાનના ઘરની અંદર પડી છે. ફાયરિંગ સમયે સલમાન ખાન ત્યાં હતો. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બાઇક પર બે અજાણ્યા હુમલાખોરો જોઈ શકાય છે. તેમણે હેલ્મેટ પહેર્યું છે. પોલીસે કહ્યું છે કે સીસીટીવીનિર્ણય ફૂટેજની ગુણવત્તા સારી નથી અને અંધારાના કારણે બાઇકની નંબર પ્લેટ સ્પષ્ટ દેખાતી નથી. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
