ઠગ સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહીને લઈને મોટા દાવા કર્યા, કહ્યું- મને દિવસમાં 10 ફોન કરતી હતી

ઠગ સુરેશ ચંદ્રશેખરે જેલમાંથી એક પત્ર લખ્યો છે અને અભિનેત્રી નોરા ફતેહી પર ગંભીર આરોપો લગાવ્યા છે.

નવી દિલ્હી : 200 કરોડના મની લોન્ડ્રીગ કેસમાં સતત નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. જેકલીન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહીના નામ સામે આવ્યા બાદ આ હાઈપ્રોફાઈલ કેસમાં નવી બાબતો જોડાઈ રહી છે. હવે ઠગ સુરેશ ચંદ્રશેખરે જેલમાંથી એક પત્ર લખ્યો છે અને અભિનેત્રી નોરા ફતેહી પર ગંભીર આરોપો લગાવ્યા છે.

nora fatehi

સુકેશ ચંદ્રશેખર ખોટી ઓળખ આપીને અભિનેત્રીઓને ફસાવતો હોવાના ખુલાસા બાદ હવે તેને પત્ર લખીને આરોપો લગાવ્યા છે. સુકેશે પત્રમાં નોરા ફતેહી પર પોતાનું નિવેદન બદલીને જેકલીનથી ઈર્ષ્યા કરી રહી હોવાનું જણાવ્યુ છે. સુકેશ ચંદ્રશેખરે નોરા સાથેના પોતાના સંબંધો વિશે પણ પત્રમાં જણાવ્યું છે. તેણે કહ્યું કે, નોરા તેને દિવસમાં 10 વખત ફોન કરતી અને જેકલીન ફર્નાન્ડીઝ સામે તેનું બ્રેઈનવોશ કરતી હતી.

તેણે પત્રમાં કહ્યું છે કે, નોરા પહેલા 50 PMLA એક્ટ હેઠળ EDની સામે એક અલગ નિવેદન આપે છે, જે કોર્ટમાં સ્વીકાર્ય છે અને તે પુરાવો પણ છે. તે બાદ હવે ઇન્ક્વાયરી ઓફિસર અને મેજિસ્ટ્રેટ સામે નિવેદન બદલાઈ જાય છે. તે નવી વાર્તાઓ બનાવે છે અને તેની ચકાસણી કરી શકાય છે. ચાર્જશીટ સાથે પણ સરખામણી કરી શકાય છે.

પત્રમાં સુકેશે લખ્યુ છે કે, નોરા હંમેશા જેકલીનથી ઈર્ષ્યા કરતી હતી અને જેકલીન સામે મારું બ્રેઈનવોશ કરતી હતી. તે ઈચ્છતી હતી કે હું જેકલીનને છોડી તેને ડેટ કરવાનું શરૂ કરૂ. નોરા મને દિવસમાં ઓછામાં ઓછા 10 વખત ફોન કરતી અને જો હું તેનો જવાબ ન આપુ તો તે મને ફોન કરતી રહેતી હતી.

અહીં સુકેશે કારનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યુ કે, નોરા દાવો કરે છે કે તેને કાર જોઈતી નહોતી અથવા પોતાના માટે લીધી ન હતી. આ એક જૂઠ છે, તે મારી પાછળ પડી હતી તેથી મારે કાર CLA તરીકે બદલવી પડી. તેની અને મારી ચેટ અને સ્ક્રીનશોટ ED પાસે છે, તેમાં કોઈ જૂઠ નથી. હું તેને રેન્જ રોવર આપવા માંગતો હતો પરંતુ કાર સ્ટોકમાં ઉપલબ્ધ નહોતી અને તેને અર્જન્ટ જોઈતી હતી, મેં તેણીને એક BMW S સિરીઝ આપી. જેનો તેને લાંબા સમય સુધી ઉપયોગ કર્યો, કારણ કે તે ભારતીય નહોતી, તેને મને તેના મિત્રના પતિ બોબીના નામ પર રજીસ્ટર કરાવવા કહ્યું હતુ.

અહીં તમને જણાવી દઈએ કે આ કેસમાં તપાસ ચાલી રહી છે અને રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝ વચ્ચે પણ તકરાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X