Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tiger 3 Teaser: સલમાન ખાનની ટાઈગર 3નુ ટીઝર રીલિઝ, કહ્યુ- 'જબ તક ટાઈગર મરા નહિ, તબ તક ટાઈગર હારા નહિ'

Tiger 3 Teaser Out: બૉલિવુડના ભાઈજાન એટલે કે અભિનેતા સલમાન ખાનની આગામી ફિલ્મ 'ટાઈગર 3'નું દમદાર ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં સલમાન ખાન જબરદસ્ત એક્શન કરતો જોવા મળી રહ્યો છે જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

સલમાન ખાનને આ પ્રકારનું એક્શન કરતા જોઈને લોકો ખૂબ જ ખુશ છે. ટીઝર જોયા પછી લોકો માને છે કે ફિલ્મ 'ટાઈગર 3' મોટા પડદા પર ધૂમ મચાવશે. તમને જણાવી દઈએ કે લોકો સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3'ના ટીઝરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આજે તેમની રાહ પૂરી થઈ ગઈ છે.

Tiger 3

તમને જણાવી દઈએ કે સલમાન ખાન હાલમાં તેની આગામી ફિલ્મ 'ટાઈગર 3'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 10 નવેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી જોવા મળશે. સાથે જ આ ફિલ્મમાં શાહરૂખ ખાન કેમિયો કરતો જોવા મળશે.

ચાહકોનો ઉત્સાહ વધારવા માટે, નિર્માતાઓએ આજે ​​'ટાઈગર 3' નું ટીઝર રિલીઝ કર્યું છે. જો લોકોનું માનીએ તો તેનું ટીઝર ધૂમ મચાવશે. ટીઝર જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે સલમાન ખાનની આ ફિલ્મ કેટલી પાવરફુલ સાબિત થવાની છે.

'ટાઈગર 3'નું ટીઝર સલમાન ખાનના દમદાર અવાજથી શરૂ થાય છે. સલમાન ખાન કહે છે- મેરા નામ અવિનાશ સિંહ રાઠોડ હે, પર આપ સબકે લિએ મે ટાઈગર હું. 20 સાલ અપના સબકુછ ઈન્ડિયાકી હિફાઝતમે લગા દીયા. બદલે મે કુછ નહિ માંગા પર આજ માંગ રહા હુ. આજ આપ સબકો યે બતાયા જા રહા હે કી ટાઈગર આપકા દુશ્મન હે, ટાઈગર ગદ્દાર હે.

સલમાન ખાન આગળ કહે છે- ટાઈગર દુશ્મન નંબર હે તો 20 સાલ કી ઈન્ડિયા કી સર્વિસ કે બાદ મે અપના કેરેક્ટર સર્ટિફિકેટ માંગ રહા હુ. મેરે બેટે કો મે નહિ ઈન્ડિયા બોલેગા કી ઉસકા બાપ ક્યા થા. ગદ્દાર યા દેશભક્ત. ઝિંદા રહા તો આપકી ખિદમતમે ફિર હાઝિર નહિ તો જય હિંદ.

એક મિનિટ 43 સેકન્ડનું ટીઝર લોકોના રૂંવાડા ઉભા કરવામાં સફળ રહ્યું છે. ટીઝરના અંતમાં સલમાન ખાન કહે છે - 'જબ તક ટાઈગર મરા નહિ, તબ તક ટાઈગર હારા નહિ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X