ટાઇગર શ્રોફે પોતાના ડાંસ મુવ્સથી ફેન્સને બનાવ્યા દિવાના, વીડિયો વાયરલ, 9 ફિલ્મોમાં કર્યુ કામ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા સ્ટાર કિડ્સ છે, જેમણે પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી છે. આજે, તેમનું નામ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સમાં લેવામાં આવે છે અને તેમની ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે. આમાંથી એક છે ટાઈગર શ્રોફ. ટાઈગરે બોલિવૂડમાં

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા સ્ટાર કિડ્સ છે, જેમણે પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી છે. આજે, તેમનું નામ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સમાં લેવામાં આવે છે અને તેમની ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે. આમાંથી એક છે ટાઈગર શ્રોફ. ટાઈગરે બોલિવૂડમાં તેના 8 વર્ષ પૂર્ણ કર્યા છે.

Tiger Shroff

ટાઈગર શ્રોફ હંમેશા તેની ગજબની પ્રતિભાને કારણે ખાસ ઓળખ બનાવી રહ્યો છે. સ્ક્રીન પર આકર્ષક એક્શન સ્ટન્ટ્સ માટે તેની અને અદ્ભુત ડાંસ સ્ટાઇસલ સાથે ટાઇગર શ્રોફ સૌથી સંપન્ન સ્ટાર્સમાંથી એક બનવામાં સફળ રહ્યો છે અને ચાહકો તરફથી ઘણો પ્રેમ મેળવવામાં સફળ રહ્યો છે. એક્ટિંગ હોય કે ડાન્સિંગ, ટાઇગરનું નામ સાંભળતા જ ચાહકોના હોશ ઉડી જાય છે. ટાઈગર શ્રોફે સેન્સેશન જેમિંગ સેશનનો વીડિયો શેર કર્યો છે. ટાઇગરે કેપ્શનમાં લખ્યું હતુ કે આ એક કલાકનું સેશન જબરજસ્ત રહ્યું, ફરી એકવાર તમારી સાથે ખૂબ જ મજા આવી.

નદીયો પાર પર કર્યો ડાંસ

નદીયો પાર પર કર્યો ડાંસ

વીડિયોમાં ટાઇગર શ્રોફ વાદળી ટી-શર્ટમાં, પટ્ટાવાળી ટ્રેક પેન્ટ અને ટ્રેનર શુઝ સાથે જોઈ શકાય છે. તે પીયૂષ ભગત અને શાઝિયા સામજી સાથે નૃત્ય કરતો જોવા મળે છે, જેમણે અગાઉ જ્હાન્વી કપૂર અભિનીત 'નદીયો પાર' સહિતના ઘણા ગીતો માટે તેની અનોખી કોરિયોગ્રાફી સાથે પ્રસિદ્ધિ મેળવી છે. આ વીડિયો ટાઇગરે કુ એપમાં શેર કર્યો છે.

ફેન્સને પસંદ આવી રહ્યો છે વીડિયો

ફેન્સને પસંદ આવી રહ્યો છે વીડિયો

જ્યારે ટાઈગરના ડાન્સ મૂવ્સની વાત આવે છે, ત્યારે ચાહકો અને પ્રેક્ષકો એકસરખું તેના ડાન્સિંગ વીડિયોને ખૂબ જ ઉત્સાહ સાથે વગાડતા જોવા મળે છે, અને એટલું જ નહીં, તેના ગીતો સાંભળવાથી પોતાને રોકી પણ શકતા નથી. કુ એપ પર પોસ્ટ કરવામાં આવેલ આ જામિંગ સેશનનો વીડિયો પણ કંઈક એવો જ છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ટાઇગરે અત્યારસુધી કરી 9 ફિલ્મ

ટાઇગરે અત્યારસુધી કરી 9 ફિલ્મ

તમને જણાવી દઈએ કે તેની ફિલ્મ હીરોપંતી 2014માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન લીડ રોલમાં હતી. તમને જણાવી દઈએ કે ટાઈગરે પોતાના 8 વર્ષના ફિલ્મી કરિયરમાં માત્ર 9 ફિલ્મોમાં કામ કર્યું હતું. આમાંથી કેટલીક ફિલ્મો હિટ રહી હતી અને કેટલીક ફ્લોપ, પરંતુ તેમ છતાં દર્શકો ટાઈગરની સ્ટાઈલ અને લુકના દીવાના છે. તમને જણાવી દઈએ કે આટલી ઓછી ફિલ્મોમાં કામ કર્યા પછી પણ તે કરોડોની સંપત્તિનો માલિક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X