Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

HOT:આ એક્ટરની બહેન સ્ટાર નથી, પરંતુ સ્ટારથી ઓછી પણ નથી!

ટાઇગર શ્રોફની નાની બહેન ક્રિષ્ના અત્યંત બોલ્ડ છે. તે પોતાના ઘણા હોટો ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહી છે.

ટાઇગર શ્રોફ પોતાની ફિટ બોડી અને શાનદાર ડાન્સ તથા એક્શન માટે ખૂબ જાણીતો છે. તેની આ સ્કિલે જ તેને સુપરસ્ટાર બનાવ્યો છે. ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ પણ કોઇ સ્ટારથી ઓછી નથી, તે ભલે હજુ મોટા પડદે દેખાઇ ના હોય, પરંતુ તેનો હોટ અવતાર અને બોલ્ડ તસવીરો અવાર-નવાર સમાચારોમાં જગ્યા બનાવી લે છે. તે સોશિયલ મીડિયા વર્લ્ડની સ્ટાર છે.

સોશિયલ મીડિયાની સ્ટાર

સોશિયલ મીડિયાની સ્ટાર

ક્રિષ્ના શ્રોફ સોશિયલ મીડિયા અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે. તે પોતાના ફોટોઝ અવાર-નવાર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે, આને કારણે જ તે ચર્ચામાં રહે છે. તેના સોશિયલ મીડિયા પર ઘણા ફોલોઅર્સ છે.

હોલિડેની શોખીન

હોલિડેની શોખીન

ક્રિષ્નાને હોલિડે પર જવું પસંદ છે, તેના વેકેશનની અનેક હોટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર જોવા મળે છે. તેણે બિકિનીમાં પણ અનેક તસવીરો પોસ્ટ કરી છે, જે ઘણી વાયરલ પણ થઇ છે. જો કે, હજુ સુધી ક્રિષ્નાના બોલિવૂડમાં પદાર્પણના કોઇ સમાચાર સાંભળવા મળ્યા નથી.

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફને પોતાની બહેનના આ હોટ અવતાર સામે કોઇ વાંધો નથી. તેણે આ અંગે કહ્યું હતું કે, બની શકે કે લોકો મારી વિચારસરણીની આલોચના કરે, પરંતુ મને એનાથી કોઇ ફરક નથી પડતો. દરેકનો પોતાનો અલગ પોઇન્ટ ઓફ વ્યૂ હોય છે.

ટોપલેસ તસવીર

ટોપલેસ તસવીર

ક્રિષ્ના સોશિયલ મીડિયા પર પોતાનો ટોપલેસ ફોટો પણ શેર કરી ચૂકી છે, જેને કારણે તે ખાસી ચર્ચામાં આવી હતા. આ અંગે પણ ટાઇગરે કહ્યું હતું કે, મને નથી લાગતું કે એમાં એણે કંઇ ખોટું કર્યું છે. લોકો પોતાની ઇચ્છાથી ફોટોશૂટ કરાવે છે અને પોતાની ઇચ્છાથી પોસ્ટ કરે છે. તો આ પણ એની(ક્રિષ્નાની) જ મરજી છે.

ભાઇ-બહેન વચ્ચેનું બોન્ડિંગ

ભાઇ-બહેન વચ્ચેનું બોન્ડિંગ

ટાગર શ્રોફ અને ક્રિષ્ના શ્રોફ વચ્ચેનો બોન્ડ ઘણો સ્ટ્રોન્ગ છે. બંન્ને એકબીજાનું ખૂબ ધ્યાન રાખે છે. આ ભાઇ-બહેનો સોશિયલ મીડિયા પર પણ ઘણીવાર સાથે તસવીરો શેર કરે છે. જો કે, બંન્નેના સ્વભાવ વચ્ચે ખાસું અંતર છે, ટાઇગર ઘણો શરમાળ છે, જ્યારે ક્રિષ્ના ખાસી બોલ્ડ છે.

ડાયરેક્શનનો શોખ

ડાયરેક્શનનો શોખ

ક્રિષ્નાને એક્ટિંગ નહીં, પરંતુ ફિલ્મ ડાયરેક્ટ કરવામાં રસ છે. તેણે એક ડોક્યુમેન્ટ્રી ડાયરેક્ટ કરી હતી અને તેનું શૂટિંગ પણ જાતે જ કર્યું હતું. આ ડોક્યુમેન્ટ્રી ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી પર આધારિત હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X