ટાઇગર શ્રોફ V/S સૂરજ પંચોલી..બે હીરો, કોણ કોના પર ભારે!
સૂરજ પંચોલીએ એક ઈન્ટરવ્યું દરમ્યાન કહ્યું હતુ કે તેની અને ટાઇગર શ્રોફની તુલના કરવામાં આવે તો તેમા કાંઈ ખોટું નથી. કારણ કે બંને સરખી ઉંમરના છે, સ્ટાર કીડ છે, બંનેએ એક જ જેવા નામ વાળી ફિલ્મ હીરો-હીરોપંતીથી પોતાની ડેબ્યુ ફિલ્મ કરી છે.
ખેર, સૂરજ પંચોલીની વાત અમે પણ માની લીધી છે. ટાઇગર શ્રોફ તો હીરોપંતીના સ્ટાર બની ચૂક્યાં છે. તો સૂરજની ફિલ્મ પણ હમણાં જ રિલીઝ થઈ છે. આમ જોઈએ તો બંને એક્ટર્સમાં સ્ટાર બનવાના બધાં જ ગુણ છે. બોડી, એક્શન, ડાન્સ, બધાં મામલે ટાઇગર અને સૂરજ પરફેક્ટ છે.
આવો જાણીએ ટાઇગર અને સૂરજમાં કોણે જીતી રેસ....

બોડી
બોલીવુડમાં સલમાન ખાન અને ઋત્વિક રોશન જેવા કેટલાક નામ પરફેક્ટ બોડી માટે જાણીતા છે. પરંતુ હવે આ લીસ્ટમાં આ બંને ન્યૂ કમર્સનું નામ પણ જોડાઈ ચૂક્યું છે. આ કેટેગરીમાં બંનેને બરાબર માર્કસ મળે છે.

એક્શન
ટાઇગર શ્રોફે હીરોપંતી તો સૂરજ પંચોલીએ હીરો ફિલ્મ સાથે ડેબ્યુ કર્યું છે. બંને ફિલ્મ એક્શનથી ભરપૂર છે. બંનેએ એક્શન સીન્સથી દર્શકોનું દીલ જીતી લીધું છે.

ફિલ્મ
ટાઇગર શ્રોફે હીરોપંતી સાથે વર્ષ 2014માં ડેબ્યુ ફિલ્મ કરી હતી. આ ફિલ્મમાં હીરો ટ્યુન ફરી એકવખત ઘણી ફેમસ રહી હતી. ક્યાંકને ક્યાંક આ ફિલ્મ હીરો સાથે જોડાયેલી હતી. તો સૂરજ પંચોલીએ પણ ફિલ્મ હીરોના રીમેક સાથે બોલીવુડમાં એન્ટ્રી મારી.

ડાંસ
ટાઇગર શ્રોફના ડાન્સના વખાણ તો ઋત્વિક રોશન પણ કરી ચૂક્યા છે. હીરોપંતી સિવાય ટાઇગર પોતાની ડાન્સ સ્કીલને લઈને ઘણાં જાણીતા છે. તો સાથે જ સૂરજ પંચોલી પણ સારા ડાન્સર છે. પરંતુ આ મામલે હાલમાં તો ટાઇગર, સૂરજ કરતા આગળ છે.

બોક્સ ઓફીસ
ફર્સ્ટ ડે કલેક્શનમાં ભલે હીરોએ હીરોપંતીને પાછળ છોડી દીધી હોય. પરંતુ પહેલા વીકેન્ડની કમાઈમાં સૂરજ ટાઇગરને નથી હરાવી શક્યા. જો કે ટાઇગર શ્રોફની હીરોપંતીએ કુલ 51 કરોડનું કલેક્શન કર્યું હતુ. જોવાનું એ રહેશે કે સૂરજ અહીં ટાઇગર કરતા આગળ નીકળી શકે છે કે નહીં.












Click it and Unblock the Notifications
