TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદી પર જાતીય શોષણનો આરોપ, એ ફરિયાદ નોંધાવી
છેલ્લા 14 વર્ષથી ઘરે ઘરે લોકપ્રિય બનેલો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદોમાં છે. થોડો સમય પહેલા જ તારક મહેતાનું પાત્ર નિભાવનારા શૈલેશ લોઢાએ શો છોડી દીધો હતો. હવે એક અભિનેત્રીએ પ્રોડ્યુસર અસિત મોદી વિરૂદ્ધ જાતિય શોષણની ફરિયાદ નોંધાવી છે.
અહેવાલો અનુસાર, આ સિરિયલમાં રોશન સિંહ સોઢીની પત્નીનો રોલ કરનારી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા અસિત મોદીને લઈને વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના પ્રોડ્યુસર અસિત મોદી પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. જેનિફર મિસ્ત્રીએ નિર્માતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, જેનિફર મિસ્ત્રીએ બે મહિના પહેલા આ સીરિયલ છોડી દીધી છે. તે છેલ્લે 7 માર્ચ 2023ના રોજ શૂટિંગ સેટ પર પહોંચી હતી. અહેવાલો છે કે જેનિફર મિસ્ત્રીને સોહેલ રામાણી અને જતીન બજાજ દ્વારા અપમાનિત કરાઈ હતી. ત્યારબાદ તે સેટ છોડીને ઘરે આવી ગઈ હતી.
આ બાબતે જેનિફર મિસ્ત્રી બંસીવાલ સાથે વાત કરવાનો પ્રયાસ કરાતા તેણીએ એટલું જ કહ્યું કે તેણે શો છોડી દીધો છે. જેનિફરે કહ્યું કે, મારો છેલ્લો એપિસોડ 6 માર્ચે આવ્યો હતો. પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ દ્વારા સેટ પર મારું અપમાન કરવામાં આવ્યું.
જેનિફરે આગળ જણાવ્યુ કે, તે દિવસે મારી મેરેજ એનિવર્સરી હતી. મેં કામ પરથી રજા લઈને ઘરે જવા વિશે પૂછ્યું તો એ લોકોએ મને જવા દીધી. સોહેલ રામાણીએ બળજબરીથી મારી કાર પણ રોકી.
જેનિફરે આગળ જણાવ્યુ કે, મેં આ શોમાં 15 વર્ષથી કામ કર્યું છે અને તમે મને આ રીતે દબાણ ન કરી શકો. આ પછી સોહેલે મને ધમકી આપી. મેં અસિત કુમાર મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે.












Click it and Unblock the Notifications
