Raj Anadkat Net worth: કરોડો રુપિયાનો માલિક છે રાજ અનડકટ, એક દિવસની કમાણી જાણો ચોંકી જશો
Raj Anadkat Engagement News: ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC) ફેમ ટપ્પુ એટલે કે રાજ અનડકટ તેની સગાઈને લઈને ચર્ચામાં છે. મળતી માહિતી મુજબ, અભિનેતાએ શોમાં 'બબીતા'નું પાત્ર ભજવતી અભિનેત્રી મુનમુન દત્તા સાથે સગાઈ કરી છે.
આ સમાચાર ચોંકાવનારા છે કારણ કે રાજ અનડકટ અભિનેત્રી મુનમુન કરતા 9 વર્ષ નાનો છે. શોના મુખ્ય પાત્ર જેઠાલાલના પુત્ર ટપ્પુ તરીકે રાજ અનડકટે દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. શોમાં ભજવેલી ભૂમિકાઓ સિવાય રાજ તેની લક્ઝરી લાઈફ માટે પણ જાણીતો છે. ચાલો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

રાજ માત્ર ટીવીની દુનિયામાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં પણ ખૂબ લોકપ્રિય છે. તેના 2.3 મિલિયન ફોલોઅર્સ છે. યુટ્યુબ પર રાજની એક ચેનલ પણ છે જેના પર તેના લગભગ 2 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ એક દિવસના શૂટિંગ માટે 55થી 60 હજાર રૂપિયા લે છે. આનાથી તે એક મહિનામાં લાખો રૂપિયા કમાય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પહેલા તેણે સીરિયલ મહાભારત અને એક મુઠ્ઠી આસમાનમાં કામ કર્યું છે.
કેટલાક અહેવાલો અનુસાર, રાજ અનડકટની કુલ સંપત્તિ 2.5 મિલિયન ડૉલર છે, જે ભારતીય ચલણમાં લગભગ 18 કરોડ રૂપિયા છે. તે શો, મ્યુઝિક આલ્બમ અને સોશિયલ મીડિયા દ્વારા કમાણી કરે છે. રાજ યુટ્યુબ દ્વારા લગભગ 29 લાખ રૂપિયાની કમાણી કરે છે. રિપોર્ટ અનુસાર રાજ પાસે મુંબઈમાં એક એપાર્ટમેન્ટ પણ છે.
રાજના કાર કલેક્શન વિશે વાત કરીએ તો રિપોર્ટ અનુસાર તેની પાસે વેગનર-આર જેવી મિડલ રેન્જ કાર કલેક્શન છે.












Click it and Unblock the Notifications
