આ છે 2014ના Top 10 ઑનસ્ક્રીન Romances!

બૉલીવુડમાં દર વર્ષે નવા-નવા કલાકારોનો ઉમેરો થતો જાય છે. કેટલાકની કિસ્મત ચમકી જાય છે અને તે પણ તેના જોડીદારના કારણે. જો બે કલાકારોની કેમેસ્ટ્રી લોકોને ગમી જાય, તો પછી તે કલાકારો નવા હોય કે જૂના, ફિલ્મ હિટ થઈ જ જાય છે.

બૉલીવુડ માટે વર્ષ 2014 પણ નવી જોડીઓ સંદર્ભે ખાસ રહ્યું. આ વર્ષે ઘણી નવી જોડીઓ રૂપેરી પડદે જોવા મળી. અનેક કલાકારોએ એક-બીજા સાથે પહેલી વાર ઑનસ્ક્રીન રોમાંસ કર્યો. તે પછી વરુણ ધવન અને આલિયા ભટ્ટ હોય કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર હોય, પરિણીતી ચોપરા અને સુશાંત સિંહ રાજપૂત હોય કે પછી સલમાન ખાન અને જૅકલીન ફર્નાન્ડીઝ હોય.

ઘણી નવી જોડીઓનો ઑનસ્ક્રીન રોમાંસ દર્શકોને પણ ગમ્યો અને તેમની ફિલ્મો પણ હિટ થઈ. જોકે અમુક એવી જોડીઓ પણ હતી કે જેને અગાઉ દર્શકો જોઈ ચુક્યા છે અને દર્શકોની પસંદગીના કારણે જ તે જોડીઓ વારંવાર આપણને રૂપેરી પડદે દેખાય છે. તેવી જોડીઓમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે તથા અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હા જેવી જોડીઓનો સમાવેશ થાય છે.

ચાલો તસવીરો સાથે બતાવીએ 2014ના ટૉપ 10 ઑનસ્ક્રીન રોમાંસ :

આલિયા-વરુણ

આલિયા-વરુણ

પહેલી જ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરથી જાણીતી બનેલી આલિયા ભટ્ટ અને વરુણ ધવનની જોડી આ વર્ષે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં ફરી એક વાર જોવા મળી. આ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેથી પ્રેરિત હતી. આલિયા-વરુણની જોડીને ફરી એક વાર પસંદ કરવામાં આવી.

સોનમ-ફવાદ

સોનમ-ફવાદ

ખૂબસૂરત ફિલ્મની આ જોડી પણ ખૂબસૂરત રહી. ભલે ફિલ્મ ખૂબસૂરત ન ચાલી હોય, પરંતુ સોનમ કપૂર અને પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની જોડી લોકોને ગમી.

સિદ્ધાર્થ-શ્રદ્ધા

સિદ્ધાર્થ-શ્રદ્ધા

એક વિલન ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂરના રોમાંસને લોકોએ ખૂબ પસંદ કર્યા અને એટલે જ આ ફિલ્મ સુપરહિટ પણ નિવડી.

સિદ્ધાર્થ-પરિણીતી

સિદ્ધાર્થ-પરિણીતી

સિદ્ધાર્થ મલ્હોત્રા તથા પરિણીતી ચોપરાની આ જોડી હસી તો ફસીમાં આવી હતી. ફિલ્મ ભલે ખાસ ન ચાલી, પરંતુ તેમના રોમાંસને લોકોએ વખાણ્યો.

શાહરુખ-દીપિકા

શાહરુખ-દીપિકા

ઓમ શાંતિ ઓમથી જ સુપર હિટ નિવડેલી શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણેની જોડી ચેન્નઈ એક્સપ્રેસ અને પછી હૅપ્પી ન્યુ ઈયરમાં પણ જોવા મળી. બંને વચ્ચેના રોમાંસને જોવા માટે લોકો હવે આતુર રહેશે કે ક્યારે આ બંને ફરીથી ઑનસ્ક્રીન રોમાંસ કરતા દેખાશે.

સલમાન-જૅકલીન

સલમાન-જૅકલીન

કિક ફિલ્મ સાથે જ સલમાન ખાને વધુ એક નવી અભિનેત્રી સાથે જોડી બનાવી. કિક તો હિટ રહી જ, પરંતુ સાથે-સાથે સલમાન અને જૅકલીન ફર્નાન્ડીઝની જોડીનો પણ જાદૂ ચાલી ગયો. એટલુ જ નહીં, બંને વચ્ચે અફૅરની પણ ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે.

હૃતિક-કૅટરીના

હૃતિક-કૅટરીના

હૃતિક રોશન અને કૅટરીના કૈફ ઝિંદગી ના મિલેગી દોબારા બાદ ફરી એક વખત બૅંગ બૅંગમાં સાથે દેખાયાં અને બંનેની કેમેસ્ટ્રી ઑડિયંસના મનમાં વસી ગઈ. આમ આ ઑનસ્ક્રીન રોમાંસ પણ ટૉપ 10ની યાદીમાં સામેલ છે.

શ્રદ્ધા-શાહિદ

શ્રદ્ધા-શાહિદ

હૈદર સાથે જ શ્રદ્ધા કપૂર અને શાહિદ કપૂરની ફ્રેશ જોડી રૂપેરી પડદે આવી અને લોકોને બંનેના રોમાંસમાં બહુ મજા પડી.

અર્જુન-આલિયા

અર્જુન-આલિયા

2 સ્ટેટ્સ જેવી હિટ ફિલ્મની સફળતાનો શ્રેય અર્જુન કપૂર તથા આલિયા ભટ્ટની ફ્રેશ જોડીને પણ આપી શકાય છે.

સોનાક્ષય

સોનાક્ષય

અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હાની જોડી તો લોકોની આંખોમાં વસી જ ગઈ છે. એટલે જ તો બૉસ અને હૉલીડે જેવી ફિલ્મો ભલે ભારે કમાણી ન કરી શકી હોય, પરંતુ બંનેની જોડીને લોકો પસંદ કરવા લાગ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X