સાલ ખલ્લાસ : શહેંશાહ એક જ હોય, બિગ બીના ટૉપ 10 ટ્વીટ્સ

સાલ ખલ્લાસ 2014... બોલે તો ન્યુ ઈયર બસ આવી જ રહ્યું છે, પણ તે અગાઉ રિઝલ્ટ તો આઉટ કરવા જ પડશે ને! શહેંશાહ હંમેશા એક જ હોય છે. ફિલ્મ હોય કે ટ્વિટર. બિગ બી આ વર્ષે ટ્વિટર પર પણ છવાયેલા રહ્યાં. આ ઉંમરે પણ તેમણે શિખવાડ્યું કે જિંદાદિલી શું હોય છે.

સોશિયલ વેબસાઇટ ટ્વિટર પર અમિતાભ બચ્ચનના એક કરોડ 20 લાખ ફૉલોઅર છે અને તેઓ લોકપ્રિયતાની બાબતમાં ટોચે છે. અમિતાભ બચ્ચન આ વર્ષે એક બાજુ ટ્વિટરની સૌથી વધુ ફૉલો કરાતી સેલિબ્રિટી બન્યાં, તો બીજી બાજુ તેમણે ટ્વીટ સાથે પોતાના ફૅન્સને જોડી રાખ્યાં. એટલુ જ નહીં, તેમણે પોતાના દરેક ટ્વીટ સાથે એક નવુ પાત્ર ભજવ્યું, કંઇક નવું શિખવાડ્યું. પોતાના ફૅન્સ સાથે વાતો કરી, તો ફૅન્સના ખાસ ટ્વીટ્સને રિટ્વીટ કરી તેમને પ્રોત્સાહન પણ આપ્યું.

ચાલો જોઇએ 2014માં બિગ બીના ટૉપ 10 ટ્વીટ્સ :

યે દોસ્તી હમ નહીં તોડ઼ેંગે

બિગ બીએ એક બાજુ પોતાના મિત્ર શાહરુખ ખાનના જન્મ દિવસની પાર્ટીમાં હાજરી આપી, તો બીજી બાજુ તેમણે ઐશનો જન્મ દિવસ ઇગ્નોર ન કર્યો. ટ્વીટ કરી તેમણે જણાવ્યું કે વહુ અને મિત્ર વચ્ચે તેઓ કેવી રીતે પોતાનું ટાઇમ મૅનજમેંટ કરી રહ્યાં છે.

સંસ્કૃતિના અધ્યાય

બિગ બી પોતાની સંસ્કૃતિથી જરાય અળગા નથી થયાં. આ વાત તેમણે ત્યારે સાબિત કરી કે જ્યારે તેમણે છઠ પૂજાની એક તસવીર પોતાના ફૅન્સ સાથે શૅર કરી. તેમણે લોકોને એમ પણ જણાવ્યું કે છઠ તે તહેવાર છે કે જેમાં ઉગતા નહીં, પણ અસ્ત થતા સૂર્યની પૂજા કરાય છે.

કૉમેડીનો ડોઝ

બિગ બી જિંદાદિલ માણસ છે અને તેમને પોતાની ઉંમરની બહુ ચિંતા છે. આ વાત તેમના ટ્વીટથી સિદ્ધ થાય છે, પરંતુ અમે બસ આટલુ જ બતાવવા માંગીએ છીએ કે તેઓ આજે પણ તેટલા જ હૅન્ડસમ લાગે છે. ટેંશન નક્કો.

કદ નહીં, હૃદય મોટું

કેઆરકે એટલે કે કમાલ આર ખાનને લોકો કેટલા નાપસંદ કરે છે, પણ જ્યારે તેમણે પોતાની વેબસાઇટનું લૉન્ચિંગ બિગ બીના હસ્તે કરાવવાનો નિર્ણય કર્યો, તો બિગ બીએ પણ મોટાપણુ દાખવી કેઆરકેને નિરાશ ન કર્યાં.

ટ્વિટરના કીડા

ઘણી વાર એવુ થયું હશે કે સોશિયલ નેટવર્કિંગના કારણે આપને ઘરમાં ડાંટ પડી હશે. બીવો નહીં, બિગ બી પણ ટ્વિટર એડિક્ટ છે અને એવું કહેવામાં તેમને કોઈ સંકોચ નથી.

ફુટબૉલ ફીવર

અમિતાભ બચ્ચન કેટલા મોટા સ્પોર્ટ્સ ફૅન છે, તે તો તેમણે બતાવ્યું જ છે, પરંતુ તેમની એનર્જી તેના ટ્વીટ્સમાં પણ સ્પષ્ટ દેખાઈ. ચક દેમાં બિગ બી શાહરુકને રિપ્લેસ કરી શકે છે, તેવી એનર્જી...

યાદોં કી બારાત

જૂની યાદો સૌની પાસે હોય છે, પરંતુ બિગ બી પાસે તો ખજાનો છે અને આ ખજાનો તેમણે પીકૂના શૂટિંગ દરમિયાન ખોલ્યો કે જ્યારે તેઓ કોલકાતાની યાદોમાં ખોવાઈ ગયાં.

દીકરીઓ સૌથી વહાલી

જ્યારે તેમણે બહુ ગૌરવ સાથે પોતાની દીકરી શ્વેતા બચ્ચનનો પહેલો લખાયેલો લેખ શૅર કર્યો. તેમનું ગૌરવ તેમની વાતોમાંથી ઝળકતુ હતું અને લોકો આ વાતના ફૅન થઈ ગયાં કે તેમને ગર્વ હતું, તો બસ એ કે તેમના ઘરમાં ફરીથી કોઇકે કલમ ઉઠાવી છે.

શો ઑફ ફીવર

સેલ્ફી ફીવર એટલે કે સીધી ભાષામાં શો ઑફ ફીવર અને બિગ બીને પણ આ ફીવર ચઢ્યો, કારણ કે તેમને કોઈ બતાવતુ જ નહોતું કે આખરે આ સેલ્ફી કઈ બલા છે.

નવી પેઢીને પ્રોત્સાહન

અમિતાભે નવી પીઢીને પ્રોત્સાહિત કરવામાં ક્યારેય કચાસ ન છોડી. બિગ બી એક લીજેંડ છે અને જો તેઓ ઑલ ધ બેસ્ટ કહે, તો વિરાટ કોહલીને પણ ફૅન મૂમેંટ તો મળશે જ.

COLL DUDE ટ્વીટ

જ્યારે બિગ બીએ એક કૂલ ડૂડની જેમ પોતાની લોકપ્રિયતા અંગે ટ્વીટ કર્યું, તો લોકો તેમના ફૅન થઈ ગયા હશે... પાક્કું... OYEEEEE :D

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X