
Watch Video : સાચે જ મસ્ત છે ઔરંગઝેબનું ટ્રેલર
મુંબઈ, 5 એપ્રિલ : યશ રાજ બૅનરની બહુચર્ચિત ઔરંગઝેબ ફિલ્મનું પ્રથમ ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. નામ મુજબ સૌએ વિચાર્યુ હતું કે આ એક ઐતિહાસિક અને પીરિયડ ફિલ્મ હશે, પરંતુ એવું કંઈ જ નથી. ફિલ્મ ગૅંગસ્ટર પર આધારિત છે.
ઔરંગઝેબ ફિલ્મમાં બૉની કપૂરના પુત્ર અર્જુન કપૂર મુખ્ય ભૂમિકામાં છે, તો તેમની સાથે છે સુંદર અને યુવાન પાકિસ્તાની અભિનેત્રી સાશા આગા છે. સાશા જાણીતા પાકિસ્તાની અભિનેત્રી અને ગાયિકા સલમા આગાના પુત્રી છે. ઔરંગઝેબનું પ્રથમ ટ્રેલર ખૂબ જ રોમાંચક છે. ટ્રેલરમાં અનેક અર્જુન કપૂરો દેખાય છે, તો સાશા બિકિનીમાં છે. અર્જુન-સાશાના અનેક હૉટ સીન્સ પણ છે. ફિલ્મના અન્ય કલાકારોમાં પૃથ્વીરાજ, ઋષિ કપૂર, જૅકી શ્રૉફ, સિકંદર ખેર, અમૃતા સિંહ, દીપ્તિ નવલ, તનવી આઝમી તથા સ્વરા ભાસ્કર પણ છે.
નોંધનીય છે કે ઇશકઝાદે બાદ અર્જુન કપૂરની આ બીજી ફિલ્મ છે, તો સાશાની આ પ્રથમ ફિલ્મ છે. સાશા ઉપર પણ સૌની નજરો છે, કારણ કે તેઓ સલમા આગાના પુત્રી છે. સલમા આગાએ નિકાહ ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો હતો. તેમના સ્વરે ગવાયેલ ગીતો પણ ખૂબ જ લોકપ્રિય છે. ઔરંગઝેબ ફિલ્મ આગામી 17મી મેના રોજ રિલીઝ થશે.
હાલ તો આપ એન્જૉય કરો ઔરંગઝેબનું ટ્રેલર.
<center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/qMo9jiUeopc" frameborder="0" allowfullscreen></iframe></center>