Tripti Dimri : વ્હાઈટ હોટ લુકમાં તૃપ્તિ ડિમરીએ મહેફિલ લૂંટી, જુઓ ફોટો

Tripti Dimri : એનિમલ ફિલ્મમાં દેખાયા બાદ નેશનલ ક્રશ બનેલી તૃપ્તિ ડિમરી આ દિવસોમાં સોશિયલ મીડિયા સેન્શેશન બની ગઈ છે. હવે તેના લેટેસ્ટ લુકે સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે.

તૃપ્તિ ડિમરી ટૂંક સમયમાં વિકી કૌશલ અને એમી વિર્ક સાથે ફિલ્મ બેડ ન્યૂઝમાં જોવા મળશે. બેડ ન્યૂઝના પ્રમોશનમાં વ્યસ્ત તૃપ્તિ ડિમરીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર નવા ફોટા શેર કર્યા છે.

Tripti Dimri

તૃપ્તિ ડિમરીએ હાલમા જ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે, જે સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે.

આ ફોટોમાં તૃપ્તિ ડિમરી સફેદ રંગના બોડીકોન ડ્રેસમાં તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તૃપ્તિ ડિમરીના સફેદ બોડીકોન ડ્રેસને ફ્રન્ટમાં કટ કરીને સ્ટાઇલિશ લુક આપવામાં આવ્યો છે.

અભિનેત્રીએ હાથમાં ગોલ્ડન બ્રેસલેટ અને કાનમાં ગોલ્ડન ઈયરિંગ્સ સાથે સફેદ ડ્રેસ પહેર્યો છે. આ સિવાય અભિનેત્રીએ કોઈપણ પ્રકારની જ્વેલરી પહેરી નથી.

તૃપ્તિ ડિમરીના લૂક વિશે વાત કરીએ તો અભિનેત્રીએ બ્રાઉન શેડના લો-ટોન મેકઅપ સાથે હળવા રંગના લિપ શેડ પહેર્યા છે. તૃપ્તીએ તેના વાળને વેવી લુકમાં સ્ટાઈલ કર્યા છે અને તેને ખુલ્લા છોડી દીધા છે.

લેટેસ્ટ ફોટોઝમાં તૃપ્તિ ડિમરીએ ક્યારેક સ્માઈલ સાથે તો ક્યારેક સ્ટાઈલ સાથે પોઝ આપ્યા છે. તૃપ્તિના અદ્ભુત પોઝ આપતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

તૃપ્તિ ડિમરીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસને એનિમલ પછી ઘણી સફળતા મળી છે. એનિમલ પછી તૃપ્તિ પાસે ફિલ્મોની લાઇન છે, જેમાં બેડ ન્યુઝ, વિક્કી વિદ્યા કા વો વીડિયો, ભૂલ ભૂલૈયા-3, ધડક 2 જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X