શું #Tubelightમાં રિપીટ થયો છે બજરંગી ભાઇજાનનો ફોર્મ્યૂલા?

Written By:
Subscribe to Oneindia News

કબીર ખાન ના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ ટ્યૂબલાઇટ નું ટિઝર આવતી કાલે એટલે કે ચોથી મેના રોજ રિલીઝ થનાર છે. સલમાને ખાને જાતે ટ્વીટર પર આ જાણકારી આપી છે. બપોરથી ટ્વીટર પર #TubelightTeaserTomorrow ટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. બે દિવસ પહેલાં જ સલમાનનું આ નવું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં તે પોતાના નાના કો-સ્ટાર સાથે જોવા મળી રહ્યાં છે.

લિટલ કો-સ્ટાર સાથે સલમાન

લિટલ કો-સ્ટાર સાથે સલમાન

આ નવા પોસ્ટરમાં સલમાન પોતાના નાના કો-સ્ટાર Matin Rey Tangu સાથે જોવા મળી રહ્યાં છે. પોસ્ટર પરથી જ ખ્યાલ આવે છે કે, બજરંગી ભાઇજાનની માફક જ આ ફિલ્મ પણ લાગણી અને સંવેદનાથી ભરપૂર હશે. સલમાનના ફેન્સ માટે હવે ટીઝરની રાહ જોવી વધુ આકરી બની છે.

એપ્રિલમાં રિલીઝ થવાનું હતું ટીઝર

એપ્રિલમાં રિલીઝ થવાનું હતું ટીઝર

સલમાનની મચ અવેઇટેડ ફિલ્મનું ટીઝર પહેલાં એપ્રિલ એન્ડમાં રિલીઝ કરવાનો પ્લાન હતો, પરંતુ ત્યાર બાદ આ ડેટ પોસ્ટ પોન કરવામાં આવી. બાહુબલી 2ની રિલીઝ આ માટે કારણભૂત હોવાનું મનાય છે. ડાયરેક્ટર, પ્રોડ્યૂસર નહોતા ઇચ્છતા કે બાહુબલી 2ની ત્સુનામીમાં સલમાનનું ટીઝર સાઇડ પર રહી જાય.

અહીં વાંચો -માત્ર 3 જ દિવસમાં બાહુબલી 2 ના 20 ધમાકેદાર રેકોર્ડ્સ

બજરંગી ભાઇજાનનો ફોર્મ્યૂલા કર્યો રિપીટ?

બજરંગી ભાઇજાનનો ફોર્મ્યૂલા કર્યો રિપીટ?

ટીઝરની સાથોસાથ ટ્યૂબલાઇટનું ટ્રેલર પણ આ જ માસમાં રિલીઝ થનાર છે. બજરંગી ભાઇજાનમાં સલમાને લાગણશીલ અને ભોળા વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું અને ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. ટ્યૂબલાઇટમાં કબીર ખાને આ જ વાત ધ્યાનમાં રાખી સલમાનનું કેરેક્ટર ડિઝાઇન કર્યું હોવાનું કહેવાય છે.

સ્લો Learner સલમાન

સ્લો Learner સલમાન

સુલતાન સલમાન ખાન આ ફિલ્મમાં Slow Learner વ્યક્તિના રોલમાં જોવા મળશે. એટલે કે એક રીતે બજરંગી કરતાં ખાસા અલગ રોલમાં જોવા મળશે. સલમાન એવા વ્યક્તિના રોલમાં છે, જેને પોતાની આસપાસની ઘટનાઓ સમજતાં ઘણી વાર લાગે છે. કબીર ખાનનું કહેવું છે કે, સલમાનનો આ અંદાજ ફેન્સે આજ સુધી નથી જોયો.

ચીની એક્ટ્રેસ

ચીની એક્ટ્રેસ

આ ફિલ્મનું બીજું એટ્રેક્શન છે, ચીની એક્ટ્રેસ Zhu Zhu. સલમાન ખાન, કબીર ખાન સહિત તમામ લોકો આ એક્ટ્રેસની એક્ટિંગના ખૂબ વખાણ કરી રહ્યાં છે. કબીર ખાને કહ્યું હતું કે, Zhu Zhu આ ફિલ્મમાં ડેપ્થ લાવવામાં સફળ રહી છે. શૂટિંગ બાદ પણ સલમાન સતત આ એક્ટ્રેસના સંપર્કમાં છે અને થોડા સમય પહેલાં જ તેમણે Zhu Zhuને સ્પેશિયલ ગિફ્ટ પણ આપી હતી.

દમદાર ટ્વીસ્ટ

દમદાર ટ્વીસ્ટ

આ ફિલ્મના ટ્રેલરમાં કેટલાક શાનદાર લોકેશન્સ અને એક્શન સિન્સ જોવા મળશે એવી ફેન્સને આશા છે. ફિલ્મની વાર્તાના કેટલાક અંશો રિવિલ થઇ ચૂક્યાં છે. આ ફિલ્મમાં સલમાન ચીનના યુદ્ધ દરમિયાન ખોવાઇ ગયેલા પોતાના ભાઇને શોધવા નીકળે છે. છતાં એક વાત ચોક્કસ છે કે, કબીર ખાન ફિલ્મમાં કંઇક એવું ટ્વીસ્ટ નાંખશે કે લોકોની ફિલ્મ જોવાની ઇંતેજારી વધી જશે.

અહીં વાંચો

અહીં વાંચો

#Viral: મુસ્લિમ બાહુબલીનું આ પોસ્ટર જોયું તમે?

બાહુબલી હવે હિંદુઓની ફિલ્મ બની ચૂકી છે. આ ફિલ્મ સાથે ધર્મ ક્યારે અને કઇ રીતે જોડાઇ ગયો એ લોકોને પણ નથી સમજાઇ રહ્યું.

English summary
Here’s the brand new poster of Tubelight featuring Salman Khan with his little co-star Matin Rey Tangu.
Please Wait while comments are loading...