Tunisha Sharma: મોત પહેલા તુનિષા શર્મા અને શીજાન વચ્ચે થયો હતો ઉગ્ર ઝઘડો, CCTV ફૂટેજમાં દેખાયુ સત્ય

તુનિષા શર્માના મોતની થોડી વાર પહેલા જ તેની અને શીજાન ખાન વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. સીસીટીવી ફૂટેજમાં સત્ય બહાર આવ્યુ.

Tunisha Sharma Case: તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં અત્યાર સુધી ઘણા ખુલાસા થઈ ચૂક્યા છે. તુનિષાની માએ બૉયફ્રેન્ડ શીજાન પર ગંભીર આરોપ લગાવીને કહ્યુ છે કે તેના ઉકસાવવા પર જ તુનિષાએ આત્મહત્યા કરી છે. પોલીસને શીજાનના ફોનમાંથી 300 પાનાંની વૉટ્સએપ ચેટ મળી છે. હવે માહિતી સામે આવી રહી છે કે મોતની થોડી વાર પહેલા શીજાન ખાન અને તુનિષા વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.

મોત પહેલા તુનિષા અને શીજાન વચ્ચે સેટ પર થયો હતો ઝઘડો

મોત પહેલા તુનિષા અને શીજાન વચ્ચે સેટ પર થયો હતો ઝઘડો

તમને જણાવી દઈએ કે પોલીસે તુનિષા શર્માના મૃત્યુ કેસમાં જણાવ્યુ છે કે જ્યારે અભિનેત્રીએ ટીવી સીરિયલ 'અલી બાબા'ના સેટ પર કથિત રીતે આત્મહત્યા કરી હતી તેની થોડી વાર પહેલા જ તેની શીજાન ખાન સાથે ખૂબ જ ઉગ્ર દલીલો થઈ હતી. પોલીસે સેટના સીસીટીવી ફૂટેજ મંગાવ્યા હતા, જે જોયા બાદ જ પોલીસને ખબર પડી કે મૃત્યુના થોડા સમય પહેલા શીજાન અને તુનિષા વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.

તુનિષાનો ફોન થયો અનલૉક

તુનિષાનો ફોન થયો અનલૉક

ઉલ્લેખનીય છે કે 30 ડિસેમ્બરે શીજાન ખાનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને ફરી એક દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. હવે શીજાનને આજે એટલે કે 31 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રહેવુ પડશે. આ ત્રીજી વખત છે જ્યારે તેની જામીન અરજી મુલતવી રાખવામાં આવી છે. પોલીસે જણાવ્યુ છે કે તુનિષાનો ફોન પણ અનલૉક થઈ ગયો છે, જેમાંથી હવે ઘણી નવી બાબતો સામે આવી શકે છે.

શીજાનના વકીલે આરોપો ફગાવ્યા

શીજાનના વકીલે આરોપો ફગાવ્યા

આ કેસના આરોપી શીજાન ખાનના વકીલનુ કહેવુ છે કે પોલીસ પાસે અભિનેતા વિરુદ્ધ કોઈ પુરાવા નથી. અભિનેત્રીની માતાએ લગાવેલા તમામ આરોપો પાયાવિહોણા છે. તમને જણાવી દઈએ કે દિવંગત અભિનેત્રી તુનિષા શર્માની માતા વનિતા શર્મા અને મામા પવન શર્માએ પ્રેસ કૉન્ફરન્સ કરીને ઘણા દાવા કર્યા હતા. માતાએ કહ્યુ કે તુનિષાએ શીજાનના ફોનમાં અન્ય છોકરી સાથેની ચેટ વાંચી હતી. આ કારણે બંને વચ્ચે ઝઘડો થયો અને બ્રેકઅપ થઈ ગયુ.

મા વનિતાએ શીજાન પર લગાવ્યા આ આરોપ

મા વનિતાએ શીજાન પર લગાવ્યા આ આરોપ

દિવંગત અભિનેત્રી તુનિષા શર્મની મા વનિતા શર્માએ કહ્યુ- શીજાન અમારા ઘરે આવતો-જતો હતો. તુનિષાએ શીજાનનો ફોન ચેક કર્યો હતો. તે બીજી છોકરીના મેસેજોથી ભરેલો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. શીજાને તુનિષાને થપ્પડ મારી હતી. શીજાને તુનિષાને કહ્યુ કે તારે જે કરવુ હોય તે કરી લે. આ મામલામાં શીજાનની માતા અને બહેન પણ સામેલ છે.

દીકરીના અંતિમ સંસ્કારમાં મા થઈ ગઈ બેભાન

દીકરીના અંતિમ સંસ્કારમાં મા થઈ ગઈ બેભાન

મળતી માહિતી મુજબ દિવંગત અભિનેત્રી તુનિષા શર્માની માતા વનિતા શર્મા પોતાની પુત્રીના અંતિમ સંસ્કાર સમયે બેભાન હાલતમાં જોવા મળી હતી. વનિતા શર્માના આંસુ રોકાતા ન હતા. એ માતાની આંખો સામે માત્ર દીકરીનું સ્મિત દેખાતુ હતુ. પુત્રી તુનિષાના મૃતદેહને જોઈને માતા વનિતા રડતી જોવા મળી હતી. દીકરીનો મૃતદેહ જોઈને મા બેભાન થઈ ગઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X