Tunisha Sharma Case: બપોરે 3 વાગે મુંબઈમાં તુનિષા શર્માના થશે અંતિમ સંસ્કાર
ટીવી જગતની જાણીતી કલાકાર તુનિષા શર્માએ 24 ડિસેમ્બરે આત્મહત્યા કરી લેતા ઈન્ડસ્ટ્રીમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. આજે બપોરે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
Tunisha Sharma Case: ટીવીની જાણીતી અભિનેત્રી તુનિષા શર્માના આજે મુંબઈ સ્થિત મીરા રોડ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેની માહિતી તુનિષાના પરિવાર તરફથી આપવામાં આવી છે. પરિવારના જણાવ્યા મુજબ તુનિષાના અંતિમ સંસ્કાર આજે બપોરે 3 વાગે મીરા રોડ સ્થિત સ્મશાન ઘાટ પર થશે.

ટીવી શોના સેટ પર મેક અપ રુમમાં આત્મહત્યા
તુનિષા શર્માએ ટીવી સેટ પર કથિત રીતે આત્મહત્યા કરી હતી, જે બાદ આ મામલો ચર્ચામાં છે. આ કેસમાં પોલીસે તુનિષાના બૉયફ્રેન્ડ શીજાન ખાનની ધરપકડ કરી છે. શીજાન પર આરોપ છે કે તેણે તુનિષાને આત્મહત્યા માટે ઉકસાવી હતી. માત્ર 20 વર્ષની ઉંમરમાં તુનિષા શર્માના મૃત્યુએ બધાને હચમચાવી દીધા છે. આ સમગ્ર મામલે વિવિધ પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. સિને વર્કર્સ એસોસિએશને આ સમગ્ર મામલાની તપાસ એસઆઈટી પાસે કરાવવાની માંગ કરી છે.

શીજાન માટે દુઃખી પ્રોડ્યુસર
ફિલ્મ નિર્માતા પ્રિયા ગુપ્તાએ કહ્યુ કે મને તુનિષા શર્મા અને તેના કથિત પ્રેમી શીજાનના માતા-પિતા માટે ખૂબ જ ખરાબ લાગે છે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ, તુનિષા શર્મા શીજાન ખાનને ખૂબ પ્રેમ કરતી હતી, તે બ્રેક અપને સંભાળી શકી નહીં અને તેણે જીવનનો અંત લાવ્યો. પરંતુ શીજાનને પણ તેના જીવન માટે નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે, તેથી તેને છોડી દેવો જોઈએ. હું તુનિષા શર્મા માટે દુઃખી છું, હું શીજાન અને તેના માતા-પિતા માટે ખૂબ જ દુઃખી છુ.

સાથી કલાકારે શું કહ્યુ રિલેશનશિપ વિશે
તુનિષા અને શીજાન વચ્ચેના સંબંધો વિશે સાથી કલાકાર વિનીત રૈનાએ કહ્યુ કે મે બંનેને સેટ પર ક્યારેય લડતા જોયા નથી. બંને એકબીજા સાથે ખૂબ જ પ્રેમથી રહેતા હતા, બંને સેટ પર એકબીજાની ખૂબ કાળજી લેતા હતા. બંને મોટાભાગનો સમય એકબીજા સાથે વિતાવતા હતા. બંને સાથે સંગીત સાંભળતા હતા. મે બંનેને ક્યારેય લડતા જોયા નથી, બંને એકબીજાને ખૂબ માન આપતા હતા.

શીજાનની બહેનોએ કહી આ વાત
શીજાનની બહેન ફલક અને શફકે આ સમગ્ર મામલે નિવેદન જાહેર કરીને કહ્યુ કે આ મુશ્કેલ સમયમાં અમારા પરિવારને પ્રાઈવસી આપો. મીડિયાના લોકોને અમારા ઘરની બહાર બૂમો પાડતા જોઈને નિરાશા થાય છે. અમને અમારી ન્યાયિક વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે. શીજાન મુંબઈ પોલીસને તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યો છે. યોગ્ય સમય આવશે ત્યારે અમે તેના વિશે વાત કરીશ પરંતુ અત્યારે અમને અને અમારા પરિવારને પ્રાઇવસીની જરૂર છે, જે અમને મળવી જોઈએ, તે અમારો અધિકાર છે.












Click it and Unblock the Notifications
