'શીજાને દીકરી સાથે ચીટિંગ કર્યુ, તેને યુઝ કરી', માએ જણાવ્યુ તુનિષા શર્મા સાથે શું થયુ?
ટીવી અભિનેત્રી તુનિષા શર્મા આત્મહત્યા મામલે તેની માતાએ કહ્યુ કે શીજાને તેમની દીકરી સાથે ચીટિંગ કર્યુ અને તેનો યુઝ કર્યો.
Tunisha Sharma: ટીવી અભિનેત્રી તુનિષા શર્માએ 24 ડિસેમ્બરના રોજ પોતાના ટીવી શોના સેટ પર મેકઅપ રુમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તેના મોત પછી પોલીસે તેના પ્રેમી શીજાન મોહમ્મદ ખાન પર આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. શીજાનને 28 ડિસેમ્બર સુધી કસ્ટડીમાં રાખવામાં આવશે. હવે આ સમગ્ર મામલે તુનિષાની માએ કહ્યુ છે કે શીજાન ખાને તેમની દીકરી સાથે ચીટિંગ કર્યુ અને તેનો યુઝ કર્યો હતો.

'શીજાન ખાને મારી દીકરીને છેતરી..'
ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માની માતા વનિતાએ શીજાન ખાન પર તેની પુત્રીનો ઉપયોગ કરીને છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. તુનિષાની માતાએ શીજાન ખાન વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. તુનીષા અને શીજાન બંને રિલેશનશિપમાં હતા, 15 દિવસ પહેલા બંનેનુ બ્રેકઅપ થયુ હતુ. બ્રેકઅપ બાદ જ તુનિષા વધુ પરેશાન રહેવા લાગી અને તેને આવુ પગલુ ભરવાની ફરજ પડી.

શીજાને આપ્યુ હતુ લગ્નનુ વચન
એક વીડિયોમાં તુનિષાની માતા વનિતાએ આરોપ લગાવ્યો છે કે, 'શીજાન ખાને તુનિષા સાથે લગ્ન કરવાનુ વચન આપ્યુ હતુ. પરંતુ બાદમાં બ્રેકઅપ કરી લીધુ હતુ.' તુનિષાની માતાએ કહ્યુ, 'તેણે અન્ય છોકરી સાથે સંબંધ હોવા છતાં તુનિષા સાથે સંબંધ જાળવી રાખ્યો હતો. તેણે ત્રણ-ચાર મહિના સુધી તેનો ઉપયોગ કર્યો. હું એટલુ જ કહેવા માંગુ છુ કે શીજાને ખોટુ કર્યુ.'

'શીજાનને કડકમાં કડક સજા મળવી જોઈએ..'
તુનીશાની માતા વનિતાએ વધુમાં કહ્યું કે, 'હું માત્ર એટલુ જ કહેવા માંગુ છુ કે શીજાનને સખતમાં સખત સજા મળવી જોઈએ, તેને બક્ષવામાં ન આવે. મે મારુ બાળક ગુમાવ્યુ છે.' વનિતાએ સોશિયલ મીડિયા પર તુનિષા શર્માને સપોર્ટ કરવા બદલ લોકોનો આભાર માન્યો છે.












Click it and Unblock the Notifications
