એકસાથે ઘણી છોકરીઓના સંપર્કમાં હતો શીજાનઃ તુનિષા શર્માના મામાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

ટીવીની જાણીતી અભિનેત્રી તુનિષા શર્માએ 24 ડિસેમ્બરે ગળે ફાંસો ખાઈ લેતા ટીવી જગતમાં શોકનુ મોજુ છે. હાલમાં તુનિષાના મામાએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

Tunisha-Sheezan: ટીવીની જાણીતી અભિનેત્રી તુનિષા શર્માએ 24 ડિસેમ્બરે શૂટિંગ કરતી વખતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ફિલ્મ જગતમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસે તુનિષાના એક્સ બૉયફ્રેન્ડ અને અભિનેતા શીજાન ખાનની ધરપકડ કરી છે. આ દરમિયાન એવી માહિતી સામે આવી છે જેને જાણીને તમે ચોંકી જશો.

શીજાન ખાન વિશે મોટો ખુલાસો

શીજાન ખાન વિશે મોટો ખુલાસો

તુનીષાના મૃત્યુની માહિતી મળ્યા બાદ તેની માતાએ અભિનેતા શીજાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે આઈપીસીની કલમ 306 હેઠળ શીજાન ખાનની ધરપકડ કરી હતી. હવે આ મામલે શીજાન પાસેથી દરેક પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન અભિનેત્રીના મામાએ શીજાન ખાન વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

એકસાથે ઘણી છોકરીઓ સાથે હતો સંબંધ

એકસાથે ઘણી છોકરીઓ સાથે હતો સંબંધ

સમાચાર એજન્સી એએનઆઈમુજબ હવે તુનિષા કેસમાં નવો વળાંક આવ્યો છે. અહેવાલ છે કે રવિવારે મીડિયાને માહિતી આપતા અભિનેત્રીના એક સંબંધીએ જણાવ્યુ હતુ કે આ આત્મહત્યા કેસનો આરોપી શીજાન તુનિષા શર્મા સાથે સંબંધમાં હોવા છતાં ઘણી છોકરીઓના સંપર્કમાં હતો. તુનિષાને આ વાતની જાણ 16 ડિસેમ્બરે થઈ જેના કારણે તે ખૂબ ભાંગી પડી હતી. શીજાન તેની સાથે છેતરપિંડી કરી રહ્યો હોવાની જાણ થતાં જ તે હતાશ થઈ ગઈ.

શીજાને તુનિષાને છેતરી

શીજાને તુનિષાને છેતરી

તુનિષાએ આ વાત તેની માતાને પણ જણાવી હતી. જે બાદ તેની માતાએ શીજાન સાથે આ મામલે વાત કરી હતી. તેણે શીજાનને પૂછ્યુ કે તે તુનીશાને અચાનક કેમ છોડી ગયો. જ્યારે તે સંબંધને લઈને ગંભીર ન હતો તો પછી તે આટલી નજીક કેમ આવ્યો, તે યોગ્ય ન હતુ. આ તમામ માહિતી અભિનેત્રી પવન શર્માના મામાએ આપી છે.

'મને મુંબઈ પોલીસ પર પૂરો ભરોસો'

'મને મુંબઈ પોલીસ પર પૂરો ભરોસો'

તુનીષાના મામાનુ કહેવુ છે કે અભિનેત્રીની આત્મહત્યાથી આખો પરિવાર આઘાતમાં છે. અમે બધા માની શકતા નથી કે તુનિષા આવુ પગલુ ભરી શકે છે અને તે હવે અમારી સાથે નથી. મને આશા છે કે મુંબઈ પોલીસ જલ્દી જ આ કેસમાં આરોપીની ધરપકડ કરશે અને તેને કડકમાં કડક સજા આપશે.

શીજાનની પોલીસ કરી રહી છે પૂછપરછ

શીજાનની પોલીસ કરી રહી છે પૂછપરછ

તુનિષા શર્માના મોતની માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચીને દરવાજો તોડ્યો અને અભિનેત્રીની લાશ લટકતી મળી. જો કે તપાસ દરમિયાન અભિનેત્રી પાસેથી પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી. જેના કારણે આ કેસમાં આત્મહત્યા અને હત્યા બંને પાસાંઓની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં પોલીસે શીજાનનો ફોન જપ્ત કરી લીધો છે અને તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X