અક્ષયને આંગણે નન્હી પરી

જાણવા મળ્યું છે કે અક્ષય કુમાર હાલ પોતાની આવનાર ફિલ્મ ઓહ માય ગૉડ (ઓએમજી) અંગે ઘણા વ્યસ્ત છે અને તેઓ જયપુર છે. ગઈકાલે જ અક્ષયને ફોન કરીને માહિતી આપવામાં આવી કે ટ્વિંકલને લેબર પેન થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
ટ્વિંકલ માટે છેલ્લા કેટલાંક દિવસો ઘણા ભારે રહ્યાં છે, કારણ કે તાજેતરમાં જ તેમના પિતા સુપરસ્ટાર રાજેશ ખન્ના લાંબી બીમારી બાદ અવસાન પામ્યા હતાં. ટ્વિંકલ ગર્ભવતી હોવાને કારણે રાજેશ ખન્નાની અંતિમ યાત્રામાં શામેલ નહોતી થઈ શકી.
આપને જણાવી દઇએ કે આ પુત્રી અક્ષય-ટ્વિંકલનું બીજું સંતાન છે. બંનેને દસ વર્ષના લગ્નગાળા દરમિયાન એક પુત્ર આરવ પ્રથમ સંતાન તરીકે અવતર્યો હતો.












Click it and Unblock the Notifications
