બોલીવુડમાં આવા રહ્યા સલમાન ખાનના 30 વર્ષ
સલમાન ખાનને બોલીવુડમાં સત્તાવાર રીતે 30 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે, ત્યારે ભાઈજાનના ફેન્સ ખૂબ જ ખુશ છે. આ ઉજવણી થઈ રહી છે સલમાન ખાનની પહેલી ફિલ્મ બીવી હો તો ઐસીના 30 વર્ષ થવાની ખુશીમાં.
સલમાન ખાનને બોલીવુડમાં સત્તાવાર રીતે 30 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે, ત્યારે ભાઈજાનના ફેન્સ ખૂબ જ ખુશ છે. આ ઉજવણી થઈ રહી છે સલમાન ખાનની પહેલી ફિલ્મ બીવી હો તો ઐસીના 30 વર્ષ થવાની ખુશીમાં.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાને રેખા અને ફારૂખ શેખની આ ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો. જ્યાં રેખા સલમાનની ભાભી બન્યા હતા. જો કે સલમાન ખાને લીડ રોલમાં બ્રેક મળ્યો સૂરજ બરજાત્યાની ફિલ્મ 'મેંનૈ પ્યાર કિયા’થી. બીવી હો તો ઐસી 1988માં રિલીઝ થઈ હતી.
જે બાદ 1989માં મૈને પ્યાર કિયા રિલીઝ થઈ અને સલમાન ખાનને નવું નામ મળ્યું- પ્રેમ. આ ફિલ્મ બાદ સલમાન ખાન જુદા જુદા પાર્તો ભજવતા રહ્યા અને અચાનક તેમનો જન્મ થયો દબંગ ખાનના નામથી. ચુલબુલ પાંડેનું પાત્ર લોકોના મનમાં જબરજસ્ત રીતે છવાઈ ગયું.
ઘણા સમય પહેલા સલમાન ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે ભૂતકાળમાં તે મસ્ત મૌલા હતા, પરંતુ એકવાર તેમણે જોયું તે તેમના પિતા કેટલી મહેનત કરી રહ્યા છે, કે બાળકોને સારું શિક્ષણ મળે. બસ તે દિવસથી સલમાને પાછળ ફરીને નથી જોયું, અને બનતી મહેનત કરી.
વાંચો: પહેલી ફિલ્મમાં સલમાન ખાનની હતી આટલી જ ફી, અક્ષયકુમારની તો ખસ્તા હાલત
30 વર્ષમાં સલમાન ખાને આજ સુધી કોઈ વેકેશન નથી લીધું. જાણો કંઈક આવી રહી હતી સલમાનની સ્ટ્રગલ.

નહોતી મળી મદદ
સલમાન ખાનની વાત માનીએ તો ઈન્ડસ્ટ્રીમાં તેમણે ખૂબ સ્ટ્રગલ કરી છે. એક સમય હતો જ્યારે સલમાન બોલીવુડમાં પગ જમાવવા મહેનત કરી રહ્યા હતા, પરંતુ કોઈ મદદ નહોતું કરતું. એટલે સુધી કે પિતા સલીમ ખાન પણ નહીં.

શું હિટ, શું ફ્લોપ
સલમાન ખાન કહે છે કે ફિલ્મ હિટ થાય કે ફ્લોપ મને તેનાથી ફરક નહોતો પડોતો, કારણ કે ફિલ્મો જ નહોતી મળતી. જે મળી રહ્યું છે તે કરી લેવા સિવાય, સ્ક્રીપ્ટ પસંદ કરવાનો ઓપ્શન નહોતો. હવે આજે એવી સ્થિતિ છે કે હું સ્ક્રીપ્ટ પણ બદલાવી શકું છું.

પહેલાથી જ ઘરમાં ભેગા થતા સુપરસ્ટાર્સ
તે સમયે જેકી શ્રોફ, સની દેઓલ, અનિલ કપૂર સુપરસ્ટાર્સ હતા. અને જ્યારે પણ કોઈ તેમના પિતા પાસે સલાહ લેવા આવતા તો સલમાન ખાનના બદલે આ જ હીરોના નામ લેતા હતા.

સેકન્ડ લીડ ડેબ્યુ
સલીમ ખાન પાસે કોઈ તેમના પુત્રને લઈ સલાહ નહોતું માંગતુ, તો તે કેવી રીતે પિતાનું નામ જણાવી દે. સલમાન ખાનનું માનવું છે કે ઈન્ડસ્ટ્રીમાં તે ભૂલો કરીને શીખી ચૂક્યા છે. સલમાન ખાને રેખા અને ફારુક શેખની ફિલ્મ બીવી હો તો ઔસી થી ડેબ્યુ કર્યો હતો. ફિલ્મમાં તે સેકન્ડ લીડમાં હતા.

1988માં પહેલી ફિલ્મ
સલમાન ખાનની પહેલી ફિલ્મ 1988માં આવી, પરંતુ તે પછી તેમને કોઈ કામ નહોતું આપતું. આ ફિલ્મમાં સલમાનને કોઈએ નોટિસ પણ નહોતા કર્યા.

સૂરજે કર્યા સાઈન
સૂરજ બરજાત્યાએ મૈને પ્યાર કિયા માટે સલમાન ખાનને સાઈન કર્યા અને આ ફિલ્મે જ સલમાનની જિંદગી બદલી નાખી. જો કે આ ફિલ્મ માટે સલમાન પહેલા અરમાન કોહલી ફાઈનલ થઈ ચૂક્યા હતા. મૈને પ્યાર કિયા રિલીઝ થયા બાદ પણ કોઈ ડિરેક્ટરને સલમાન યાદ નહોતા આવતા. તેમની કદ કાઠી પણ એવી નહોતી કે તે હીરો જેવા લાગે.

અંદાઝ અપના અપના
મૈને પ્યાર કિયા અને અંદાઝ અપના અપના વચ્ચે સલમાને 12 ફિલ્મો કરી, જેમાંથી કેટલીક હિટ રહી તો કેટલીક ફ્લોપ. અને કેટલીક જોઈને ખુદ સલમાનને પણ લાગ્યુ કે તેમણે આ ફિલ્મ કેમ કરી.

હમ આપકે હૈ કૌન
સલમાન ખાન રિયલ સ્ટાર બન્યા હમ આપકે હૈ કૌન થી. આ ફિલ્મથી સલમાને બોલીવુડને બતાવ્યુ કે તે ખાન છે... સલમાન ખાન. જો કે ફરી શાહરુખ ખાને તેની સફળતામાં ભાગ પડાવ્યો. કારણ કે બીજા જ વર્ષે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે રિલીઝ થઈ.

સ્ક્રીપ્ટ છોડવાની તક નહોતી
એ સમયે સલમાન ખાન પાસે સ્ક્રીપ્ટ પસંદ કરવાની તક નહોતી. જે કામ મળતું તે કરી લેતા હતા. એટલે જ કરિયરની શરૂઆતમાં તેમના નામે મોટા ભાગની ફ્લોપ ફિલ્મો છે.

કરી આકરી મહેનત
જો કે સલમાને હંમેશા દરેક પાત્ર પાછળ આકરી મહેનત કરી. તેમના પિતાએ તેમને પાત્ર પસંદ કરવામાં મદદ કરી પરંતુ ક્યારેય કોઈને ભલામણ ન કરી.

ફ્લોપનો વરસાદ
એક સમય એવો હતો જ્યારે સલમાન ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થવા લાગી. પરંતુ તે પોતાની ભૂલોમાંથી શીખ્યા. અને આજે સ્થિતિ એવી છે કે ફિલ્મ હિટ થાય કે ફ્લોપ સલમાનને ખરેખર કોઈ ફરક નથી પડતો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
