વો હી રફ્તાર... જુઓ બૉલીવુડ હસ્તીઓના ‘ચીલાચાલુ જવાબ’

મુંબઈ, 1 જુલાઈ : કો'ક બૉલીવુડ સેલિબ્રિટીને મીડિયા તરફથી તેના લગ્ન અંગે સવાલ પૂછવામાં આવે, તો એક કૉમન જવાબ મળશે - ‘હું લગ્ન કરીશ ત્યારે તેની જાણ સૌ પ્રથમ આપને કરીશ.' થોડાક દિવસ બાદ જાણવા મળે કે એ સેલિબ્રિટી પરણી ગઈ છે.

બૉલીવુડ સેલિબ્રિટીઓ સામાન્ય રીતે મીડિયાના સવાલોથી બચવા તરેહ-તરેહના જવાબો તૈયાર રાખતી હોય છે અને તેમાં પણ જ્યારે કોઇક અંગત જીવન વિશેનો સવાલ હોય, તો જવાબ તમામ સેલિબ્રિટીઓનો લગભગ એક સરખો અને ચીલાચાલુ જ હોય છે. બૉલીવુડ સેલિબ્રિટીઓમાં રિલેશનશિપ અંગેના સવાલનો પણ એક ચીલાચાલુ જવાબ જોવા મળે છે અને ‘આઈ એમ સિંગલ.' તેવી જ રીતે પ્રેગ્નંસી અંગેના સવાલના જવાબો પણ લગભગ તમામ અભિનેત્રીઓના સરખા જ હોય છે.

ચાલો આજે તમને બૉલીવુડ હસ્તીઓના ચીલાચાલુ જવાબો સાથે રૂબરૂ કરાવીએ :

આઈ એમ સિંગલ

આઈ એમ સિંગલ

આ વાક્ય મોટાભાગની સેલિબ્રિટીઓનું કૉમન વાક્ય છે. દરેક સેલિબ્રિટી સિંગલનો ટૅગ રાખવા માંગે છે અને સાથે-સાથે રિલેશનશિપ પણ ચાલુ રાખવા માંગે છે.

માય 3એએમ ફ્રેન્ડ/જસ્ટ ગુડ ફ્રેન્ડ્સ

માય 3એએમ ફ્રેન્ડ/જસ્ટ ગુડ ફ્રેન્ડ્સ

રિલેશનશિપ છુપાવવા ખાતર સેલિબ્રિટીઓ સંબંધોને જસ્ટ ફ્રેન્ડ્સનો નામ આપી દે છે. મોટાભાગની સેલિબ્રિટીઓ કહે છે - હી/સી ઇઝ માય 3એએમ ફ્રેન્ડ અથવા હૂ આઈ કૅન કૉલ ઇવેંટ એટ 3!

ઍવૉર્ડ્સ મહત્વના નથી

ઍવૉર્ડ્સ મહત્વના નથી

આમિર ખાન સામાન્ય રીતે કહે છે આ વાક્ય, તો અજય દેવગણ પણ કંઇક આવુ જ અનુભવે છે. શું આ સાચુ છે?

ગ્રેટ બૉન્ડિંગ ઑન સેટ્સ

ગ્રેટ બૉન્ડિંગ ઑન સેટ્સ

અભિનેત્રીઓ ઑન રેકૉર્ડ કહેતી હોય છે કે શૂટિંગ દરમિયાન તેઓએ શાનદાર રીતે સાથ પસાર કર્યો અને કૅટ ફાઇટ્સનો તો પ્રશ્ન જ ઉપસ્થિત નહોતો થયો. આ સાચુ છે? તો પછી કરીના કપૂર અને બિપાશા બાસુ અજનબી ફિલ્મના સેટ પર કૅમ બાઝ્યા હતાં? કૅટરીના કૈફ અને અનુષ્કા શર્મા કેમ મેક-અપ આર્ટિસ્ટના મુદ્દે બાઝી પડ્યા હતાં.

ક્રિટિક્સને ગંભીરતાથી ન લેવાય

ક્રિટિક્સને ગંભીરતાથી ન લેવાય

જ્યારે ક્રિટિક્સ તેમની ફિલ્મ અંગે કંઇક ફીડબૅક કે કૉમેંટ્સ આપે છે, ત્યારે મોટાભાગના એક્ટર્સનો એક જ જવાબ હોય છે - આઈ ડોન્ટ ટેક ક્રિટિક્સ સીરિયસલી.

સારી સ્ક્રિપ્ટનો ઇંતેજાર

સારી સ્ક્રિપ્ટનો ઇંતેજાર

અહા! જ્યારે તમે ખુલ્લેઆમ કહી શકતા હોવ કે તમારા હાથમાં એકેટ સ્ક્રિપ્ટ નથી. કેમ તમે સારી સ્ક્રિપ્ટનો ઇંતેજાર જેવો ફન્ની જવાબ આપો છો?

સૌ પ્રથમ તમને જાણ થશે

સૌ પ્રથમ તમને જાણ થશે

આ એક કૉમન જવાબ હોય છે, જ્યારે કોઈ સેલિબ્રિટીને તેના લગ્ન અંગેનો સવાલ કરાય, પરંતુ વિડંબના એ છે કે લોકશાહીના ચોથા સ્તંભને આવા લગ્નના સમાચાર સૌથી છેલ્લે આપવામાં આવે છે. જ્હૉન અબ્રાહમ અને રાણી મુખર્જીના લગ્નો તેના તાજા દાખલા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X