For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Box Office: ઉડતા પંજાબે પહેલા જ દિવસે કરી છપ્પડફાડ કમાણી!

|
Google Oneindia Gujarati News

ઉડતા પંજાબેની જોડે જે પણ થયું તે કોઇ પણ ફિલ્મ તેના રિલિઝ પહેલા સપનામાં પણ થાય તેવું નથી ઇચ્છતી. કારણ કે પહેલા 89 કટ, પછી સેન્સર બોર્ડ દ્વારા બેન પછી પંજાબ શબ્દ મામલે વિવાદ અને તે પછી રિલિઝના 2 દિવસ પહેલા જ ફિલ્મનું લીક થઇ જવું. અને તેમ છતાં ફિલ્મ રિલિઝના પહેલા જ દિવસે 10 કરોડની કમાણી કરી જાય તો ખરેખરમાં આ વાત પોતાની રીતે એક રેકોર્ડ સમાન છે.

એટલું જ નહીં ફિલ્મની ઓપનિંગે તે વાતને ક્લિયર કરી લીધી છે કે શનિ રવિમાં આ ફિલ્મની કમાણી જરૂરથી ડબલ થવાની છે. અને આ ફિલ્મ એક હિટ ફિલ્મ સાબિત થવાની તમામ ખૂબીઓ ધરાવે છે. જે લોકોએ પણ આ ફિલ્મને જોઇ છે તે લોકો આ ફિલ્મના વખાણ કરતા નથી થાકતા. અને તે લોકોના લિસ્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો પણ સમાવેશ થાય છે. જે વારે તહેવારે ફિલ્મો જોવાના તેમના શોખ માટે જાણીતા છે. ત્યારે આ ફિલ્મ કેવી ધમાકેદાર ઓપનિંગ બોક્સ ઓફિસ પર કરી છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

ધમાકેદાર શરૂઆત

ધમાકેદાર શરૂઆત

ઉડતા પંજાબ ફિલ્મે બોક્સ ઓફિસ પર મજબૂત ઓપનિંગ કરી છે. સેન્સર બોર્ડના સર્ટિફિકેટના વિવાદ અને ઇન્ટરનેટ પર તેના લિક થવા છતાં પણ આ ફિલ્મે સારી શરૂઆત કરી છે.

પાંચમાં નંબરે

પાંચમાં નંબરે

તરણ આર્દશે જણાવ્યા મુજબ આ ફિલ્મે 10 કરોડ રૂપિયાની કમાણી પહેલા દિવસે કરી છે. અને આ કિમાણીને દેખતા 2016માં રિલિઝ થયેલી ફિલ્મની પહેલા દિવસની કમાણીમાં આ ફિલ્મ 5માં નંબરે આવી છે.

ટોપ 5 ફિલ્મો

ટોપ 5 ફિલ્મો

પહેલા દિવસે જોરદાર કમાણી કરનાર ફિલ્મોમાં પહેલા નંબર છે ફેન, પછી અક્ષય કુમારની હાઉસફુલ 3 પછી ત્રીજા નંબરે એરલીફ્ટ અને ચોથા નંબરે બાગી અને પાંચમાં નંબરે ઉડતા પંજાબ છે.

પંજાબ, દિલ્હી

પંજાબ, દિલ્હી

ઉત્તર ભારતમાં અને ખાસ કરીને પંજાબ અને દિલ્હીમાં આ ફિલ્મે સારી આવી કમાણી કરી છે. અને થિયેટરના તમામ શો હાલ તો ફૂલ જઇ રહ્યા છે.

કલેક્શન વધશે

કલેક્શન વધશે

જાણકારોનું માનીએ તો આ ફિલ્મ વર્ડ ઓફ માઉથ દ્વારા શનિ રવિમાં સારી એવી કમાણી કરશે.

સિંગલ સ્ક્રિન

સિંગલ સ્ક્રિન

જો કે આ ફિલ્મે યુએઇમાં સારી કમાણી કરી છે. અને 51 સ્ક્રીન પર રિલિઝ થઇને 59 લાખની કમાણી કરી છે. જો કે સિંગલ સ્ક્રિન થિયેટરમાં આ ફિલ્મને જોઇએ તેટલી કમાણી નથી થઇ.

મલ્ટીપ્લેક્સ હાઉસફુલ

મલ્ટીપ્લેક્સ હાઉસફુલ

જો કે ચાર મહાનગરો અને મોટા શહેરાના મલ્ટીપ્લેક્સમાં આ ફિલ્મે સારી કમાણી કરી છે.

કેમ હતી બેન?

કેમ હતી બેન?

ફિલ્મ દેખ્યા પછી દર્શકોના મનમાં તે જ સવાલ ઊભો થતો હતો કે આ ફિલ્મને સેન્સર બોર્ડે બેન કેમ કરી હતી. અને કેમ આ ફિલ્મ પર આટલી રાજનિતી રમાઇ રહી છે.

English summary
Udta Punjab box office collections Day 1.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X