For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૅંસરગ્રસ્તો માટે એક મંચ ઉપર આવશે ‘બૉલીવુડ’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 25 સપ્ટેમ્બર : ભારતીય સિનેમા પોતાના 100 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહ્યું છે અને આ જ સિલસિલામાં કૅંસરગ્રસ્તો માટે સહાય રાશિ એકત્ર કરનાર કાર્યક્રમ ઉફ્ફ યો મા યોજવામાં આવી રહ્યું છે. તેમાં ભારતીય સિનેમા જગતના અનેક અનુભવી અને જૂના કલાકારો વહીદા રહેમાન, આશા પારેખ તથા જાવેદ અખ્તર હાજર રહેવના છે. આ કાર્યક્રમમાં ભારતીય સિનેમાના 100 વર્ષોની ઝલક 100 મિનિટમાં જોવા મળશે.

kajol-ajay-tanuja

બૉલીવુડની જાણીતી હસ્તીઓ, તનુજા, તેમના પુત્રી કાજોલ તથા અજય દેવગણ અને શબાના આઝમી, સોનમ કપૂર તથા વિશાલ ભારદ્વાજ આ કાર્યક્રમ દરમિયાન એક જ મંચ ઉપર હશે. કાર્યક્રમ 5મી ઑક્ટોબરે યોજાશે. ટાટા મેડિકલ સેંટરના ડૉનર રિલેશનશિપ્સના નિયામક ગીતા ગોપાલાકૃષ્ણને જણાવ્યું - ફિલ્મી હસ્તીઓએ પોતે આગળ આવી કાર્યક્રમમાં સહાય કરવાની વાત કહી છે. દરેક પાસે પોતાના કારણો છે. તે ખાસ સાંજ વીતેલા દોરના સંગીત તથા સંવાદોને ફરીથી જીવંત કરવાની, ફરીથી યાદ કરવાની સાક્ષી હશે.

ઉફ્ફ યો મા કાર્યક્રમમાં ઝી સારે ગા મા પા કાર્યક્રમના વિજેતાઓ છેલ્લા 10 વર્ષના ગીતોને મેડલે તરીકે રજૂ કરશે, જ્યારે ગાયિકા ઉષા ઉત્થુપ પોતાના યાદગાર નગમા રજૂ કરશે. કાર્યક્રમ બાદ તાજ મહેલ પૅલેસના મુખ્ય કાર્યકારી રસોઇયા હેમંત ઓબેરૉય તરફથી રાત્રિ ભોજનું આયોજન કરાશે. કાર્યક્રમ દ્વારા એકત્ર થનાર રકમ ટાટા મેડિકલ સેંટરને દાન કરાશે કે જેને હૉસ્પિટલની કોલકાતા શાખામાં દેશના પૂર્વોત્તર તથા પૂર્વી ભાગોના કૅંસરના દર્દીઓની સારવારમાં વાપરવામાં આવશે.

English summary
As Indian cinema is celebrating its 100 years, "Uff Yoo Maa", a fundraiser show for cancer patients, will witness Bollywood veterans like Waheeda Rehman, Asha Parekh and Javed Akhtar recollecting iconic elements of the 100 years of Indian cinema in 100 minutes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X