Ullu app controversy : કોણ છે વિવાદીત એપ ઉલ્લુના માલિક? જાણો કેટલી સંપતિના માલિક છે?
Ullu app controversy : હાલ સમયમાં સોશ્યલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની ચૂકેલી ઉલ્લૂ એપ વિશે જાણકારી મેળવવા લોકો સતત તેને સર્ચ કરી રહ્યાં છે.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘણા યુઝર્સે ટીવી એક્ટર એજાજ ખાનના વેબ શો હાઉસ અરેસ્ટ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ શો ઉલ્લૂ એપ પર સ્ટ્રીમ થાય છે અને તેને અશ્લીલ સામગ્રી દર્શાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે એજાજ ખાન અને ઉલ્લૂ એપના CEO વિભુ અગ્રવાલને નોટિસ પાઠવી છે અને 9 મેના રોજ હાજર થવા જણાવ્યું છે.
ઉલ્લૂ એપના સ્થાપક અને CEO વિભુ અગ્રવાલ છે. તેમના લિંક્ડઇન પ્રોફાઇલ અનુસાર, તેઓએ આ એપ 2018માં લોન્ચ કરી હતી. શરૂઆતમાં ઉલ્લૂ ખાસ કરીને અડલ્ટ અને બોલ્ડ પ્રકારના કન્ટેન્ટ માટે ઓળખાતું હતું, પણ હવે તેમાં વિવિધ ભાષાઓ અને વિષયવસ્તુ સાથે ફેમિલી કન્ટેન્ટ પણ જોવા મળે છે.
વિભુ અગ્રવાલ પાસે 30 વર્ષથી વધુનો વ્યાવસાયિક અનુભવ છે. તેમણે સ્ટીલ, સિમેન્ટ, એજ્યુકેશન અને મિડિયા ક્ષેત્રમાં પણ કામ કર્યું છે.
વિભુ અગ્રવાલનું કરિયર
- 1995: વિભુ અગ્રવાલે JPCO India Pvt Ltd નામની સ્ટીલ કંપનીની શરૂઆત કરી હતી, જે TMT બાર બનાવે છે.
- 2006 : તેમણે Himalaya Fibretech Cement Pvt Ltdના ડિરેક્ટર તરીકે ભૂમિકા નિભાવી.
- તેમણે JP Convent School અને Shri Jayprakash Charitable Trust ની સ્થાપના પણ કરી છે.
- 2018: ઉલ્લૂ એપની શરૂઆત.
- 2022: અતરંગી ટીવી લોન્ચ કર્યું, જેમાં ફેમિલી ફ્રેન્ડલી કન્ટેન્ટ ઉમેરવામાં આવ્યુ.
- 2024: હરી ઓમ નામે એક નવો ઓટીટી પ્લેટફોર્મ રજૂ કર્યો, જે પૌરાણિક અને પારિવારિક કન્ટેન્ટ પર આધારિત છે.
- તેઓએ માત્ર ઓટીટી જ નહીં, પરંતુ ઇ-કોમર્સ ક્ષેત્રમાં પણ પગ મુક્યો અને ઉલ્લૂ 99 શરૂ કર્યું અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ઉલ્લૂ મ્યુઝિક પણ લોન્ચ કર્યું છે.
ફ્રી પ્રેસ જર્નલના રિપોર્ટ અનુસાર, માર્ચ 2023માં પૂરું થયેલા નાણાકીય વર્ષમાં ઉલ્લૂ એપની કમાણી પીછલા વર્ષની તુલનાએ ડબલ થઈ અને નફો ચાર ગણો વધી 93.1 કરોડ રૂપિયાનો થયો હતો.
કોરોના લોકડાઉન દરમિયાન ઉલ્લૂ એપના યુઝર્સમાં જબરદસ્ત વધારો થયો હતો. પહેલા બે મહિનામાં યુઝર્સમાં 220%નો ઉછાળો જોવા મળ્યો. ત્યારબાદ વૃદ્ધિ દર 150% જેટલી રહી, જે હજી પણ કોવિડ પહેલાંના સ્તરથી ઘણી વધારે હતી.
વિભુ અગ્રવાલ પહેલાથી જ વિવાદોમાં રહી ચૂક્યા છે. 2021માં તેમની વિરુદ્ધ એક પૂર્વ મહિલા કર્મચારી દ્વારા જાતીય સતાવણીની ફરિયાદ કરવામાં આવી હતી. હાલ પણ તેઓ અશ્લીલ સામગ્રી પ્રસારે છે એવી ફરિયાદ હેઠળ તપાસના ઘેરામાં છે.
તેમની પત્ની મેઘા અગ્રવાલ પણ આ સમગ્ર બિઝનેસમાં સહભાગી છે અને પતિ સાથે મળીને ઉલ્લૂ ચલાવે છે.
ભલે ઉલ્લૂ એપ વિશે ઘણા વિવાદો ઉભા થયા હોય પણ વાસ્તવિકતા એ છે કે આ પ્લેટફોર્મે એક વિશાળ વ્યૂઅરબેઝ તૈયાર કર્યો છે. વિભુ અગ્રવાલે શરૂઆતમાં બોલ્ડ કન્ટેન્ટથી પોતાની ઓળખ બનાવી અને પછી પરિવર્તન લાવીને પોતાનો વેપાર વિવિધ ક્ષેત્રમાં વિસ્તૃત કર્યો.












Click it and Unblock the Notifications
