ઇલિયાના ડિક્રૂઝનો આ અંદાઝ તમે ભાગ્યેજ જોયો હશે
ઇલિયાના ડિક્રૂઝ હાલ શાહરૂખ ખાનની મચ અવેટેડ ફિલ્મ "FAN" માં લીડ રોલની ભૂમિકા ભજવવાની છે. ત્યારે આ સુંદર અને ચંચળ એક્ટ્રેસ જ્યાં એક બાજુ બોલીવૂડમાં બર્ફી ફિલ્મ દ્વારા પોતાની એક ખાસ અને આગવી ઓળખ ઊભી કરવામાં સફળતા મેળવી છે ત્યાં જ સાઉથ ફિલ્મોમાં પણ આ હિરોઇનના અનેક ચાહનારા છે.
ત્યારે આ ગોવન બ્યૂટીના જીવનની લગતી કેટલીક ખાસ વાતો આજે અમે તમને જણાવાના છીએ. જેમાં તમે ઇલિયાનાની પસંદ નાપસંદ વિષે જાણી શકશો સાથે જ તેની અદાઓ અને તેની ખૂબસૂરતીની કેટલીક સુંદર તસવીરો પણ અમે તમને બતાવીશું.
તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો ઇલિયાનાના જીવનના કેટલાક તેવા રાઝ જેનાથી હજી પણ બોલીવૂડ છે અજાણ...

ઇલિયાના
ઇલિયાનાનો જન્મ મુંબઇમાં જ થયો છે. જો કે તેણે તેનું ભણતર ગોવામાં પૂરું કર્યું છે. અને તે હિન્દી, તેલગુ અને અંગ્રેજી સિવાય કોકણી ભાષા પણ સારી રીતે બોલી જાણે છે.

નામનો અર્થ
ઇલિયાનાનું નામ ગ્રીક માયથોલોજી આધારે પાડવામાં આવ્યું છે. ઇલિયાનાનો મતલબ થાય છે હેલન ઓફ ટ્રોય. નોંધનીય છે કે ટ્રોયનું આ યુદ્ધ હેલનની સુંદરતાના લીધે જ થયું હતું.

પહેલી ફિલ્મ
ઇલિયાનાએ તેલગુ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રી દ્વારા પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી તેની પહેલી ફિલ્મ હતી દેવદાસુ જે વર્ષ 2006માં આવી હતી.

સફળતા
જો કે ઇલિયાનાના કેરિયરને ખરી સફળતા ત્યારે મળી જ્યારે તેની બીજી ફિલ્મ પોકરી દ્વારા સુપર ડૂપર હીટ રહી. જે બાદ તેણે અનેક હીટ તેલગુ ફિલ્મો આપી છે.

ફેવરેટ ફૂડ
ઇલિયાનાને તેની મમ્મીની બનાવેલી બિરીયાની ખૂબ જ પ્રિય છે.

ફેવરેટ સ્થળ
ઇલિયાનાનું કહેવું છે કે તેને બીચ ખૂબ જ ગમે છે. અને તેમાં પણ માલદ્વીપના બીચ તેને સૌથી વધુ પ્રિય છે.

હાઇયેસ્ટ પેડ
ઇલિયાના સાઉથની તેવી પહેલી ફિમેલ એક્ટ્રેસ હતી જેને 1 કરોડ રૂપિયા ફિલ્મને સાઇન કરવા માટે આપવામાં આવ્યા હતા.

હોલીવૂડ ફેવરેટ
ઇલિયાના હોલીવૂડ એક્ટ્રેસ સલ્મા હાયેકની બહુ મોટી ફિલ્મ છે.

શૂઝની દિવાની
ઇલિયાનાના કહેવા મુજબ તેને કપડા કરતા શૂઝ ખરીદવાનો ખૂબ જ શોખ છે.

મમ્મી "ધ બેસ્ટ"
ઇલિયાનાનું કહેવું છે કે તેની પહેલી ફિલ્મ વખતે તેને લાગ્યું કે તે કદી પણ એક્ટિંગ નહીં કરી શકે. પણ તે બાદ તેની માતા દ્વારા તેને સમજાવતા તેણે આ ચેલેન્જને ઉપાડી અને સફળતા મેળવી

પ્રાયવેટ પર્સન
ઇલિયાના તેના પ્રાઇવેટ જીવનને પ્રાઇવેટ જ રાખવા માંગે છે. અને તેને તેના પ્રાઇવેટ જીવનમાં કોઇ દખલ કરે તે બિલકુલ પસંદ નથી.

અફેર
હાલમાં જ રિલિઝ થયેલી ફિલ્મ બાહુબલિના લીડ સ્ટાર પ્રભાસ જોડે ઇલિયાનાનું અફેર હતું તેવું કહેવામાં આવતું હતું.

બોયફેન્ડ્ર
બર્ફી ફિલ્મ બાદ ઇલિયાનાએ તેના સંબંધ વિષે પહેલી વાર જાહેરાત કરી. ઇલિયાનાએ ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્રૂ નીબ્રોન સાથે સગાઇ કરી છે. જો કે એન્ડ્રૂને તેની પહેલી વાઇફથી 3 બાળકો છે.

બિકની બ્યૂટી
ઇલિયાનાનું ફિગર તેને બેસ્ટ બિકની બ્યૂટી બનાવે છે.

ઇન્ડિયન વેર
જો કે ઇન્ડિયન વેરમાં પણ ઇલિયાનાની ખૂબસૂરતીને ચાર ચાંદ લાગે છે.

ટ્રેન્ડી
ઇલિયાનાને ટ્રેન્ડી વસ્તુઓ પહેરવી ખૂબ જ ગમે છે. સાથે જ વાઇટ, ગ્રીન અને બ્લેક છે ઇલિયાનાના ફેવરેટ કલર

ફૂડ
ઇલિયાનાને તેની મમ્મીની રસોઇ ખૂબ જ પ્રિય છે. જો કે તે સિવાય તે ઇટાલિયન અને ચાયનીઝ ખાવાની પણ ઇલિયાના શોખીન છે.
-
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે?




Click it and Unblock the Notifications
