જાન્યૂઆરી 2017 બોલિવૂડ ધમાકા, દર શુક્રવારે એક બ્લોકબસ્ટર

Written By:
Subscribe to Oneindia News

2017ના પહેલા જ મહિનામાં અનેક બ્લોકબસ્ટર ફિલ્મો એકસાથે રિલિઝ થઇ રહી છે. આ વર્ષે દરેક શુક્રવારે એક સારી ફિલ્મ જોવા મળશે. રોમેન્ટિક, એક્શન, કોમેડી મસાલેદાર જેવી ફિલ્મો સાથે કેટલીક એવી ફિલ્મો પણ રિલિઝ થનાર છે જે તમને વિચારમાં મુકી દેશે.

જાન્યૂઆરી 2017માં શાહરૂખ ખાન, હૃતિક રોશન, શ્રદ્ધા કપૂરથી માંડીને દીપિકાની હોલિવૂડ ફિલ્મ પણ રિલિઝ થશે. આવો આ મહિનાની બ્લોકબસ્ટર રિલિઝ પર એક નજર નાંખીએ.

કૉફી વિથ ડી

કૉફી વિથ ડી

'કૉફી વિથ ડી' વિશાલ મિશ્રાની ફિલ્મ છે, જેમાં 'ધ કપિલ શર્મા શો' ફેમ સુનિલ ગ્રોવર પત્રકારની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં ટીઆરપી માટેની હોડ બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં અરનબ અને બાકીની જર્નાલિસ્ટ ગેન્ગ મળીને દાઉદ ઇબ્રાહિમનો ઇન્ટરવ્યૂ લેતી જોવા મળશે.

અહીં વાંચો-દાઉદ માટે 'ગુત્થી'એ લખ્યો નરેન્દ્ર મોદીને ઓપન લેટર!!

હરામખોર

હરામખોર

નવાઝુદ્દિન સિદ્દિકીને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મ માત્ર 15 દિવસમાં બનાવવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં થયું છે. નવાઝુદ્દિન ટીચરના રોલમાં છે, જેનો પોતાની 14 વર્ષની સ્ટૂડન્ટ સાથે લવ એન્ગલ બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મ 13 જાન્યૂઆરીએ રિલિઝ થઇ રહી છે. ફિલ્મના ડિરેક્ટર છે શ્લોક શર્મા.

ઓકે જાનૂ

ઓકે જાનૂ

આદિત્ય-શ્રદ્ધાની બહુચર્ચિત રોમેન્ટિક ફિલ્મ 'ઓકે જાનૂ' પણ 13 જાન્યૂઆરીના રોજ રિલિઝ થઇ રહી છે. આ ફિલ્મનું મ્યૂઝિક એ.આર.રહેમાને આપ્યું છે તથા તેના ગીતો અત્યારથી ચાર્ટ બસ્ટરમાં ટોપ પર છે. આ ફિલ્મના સુપરહિટ સોન્ગ હમ્મા-હમ્માના જાદુથી બાબા રામદેવ પણ નથી બચી શક્યા, જુઓ વીડિયો!

XXX Return of Xender cage

XXX Return of Xender cage

હોલિવૂડ ફિલ્મ XXX Return of Xender cage ભારતીય દર્શકો માટે ખાસ છે, કારણ કે આ બોલિવૂડ દિવા દીપિકાની હોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ છે. શૂટિંગ સમયથી આ ફિલ્મ ચર્ચામાં છે. હવે આ ફિલ્મને ભારતમાં લોકો કેટલીક પસંદ કરે છે એ જોવાનું છે.

અહીં વાંચો-દીપિકા ઇન્ટરનેશલ લેવલ પર છવાઇ, પણ ડ્રેસને કારણે પટકાઇ

રઇસ

રઇસ

શાહરૂખ ખાનની મહત્વાકાંક્ષી ફિલ્મ ઘણા લાંબા સમયથી પોસ્ટપોન થતાં-થતાં આખરે 25 જાન્યૂઆરીના રોજ રિલિઝ થવા જઇ રહી છે. આ ફિલ્મ અનેક કારણોથી ચર્ચામાં રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ લાંબા ગાળા બાદ નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે.

અહીં વાંચો- શું શાહરૂખ કરી રહ્યો છે હૃતિકની કોપી?

કાબિલ

કાબિલ

'રઇસ' અને 'કાબિલ' એક જ દિવસે રિલિઝ થનાર છે. આ ક્લેશ અંગે અનેક ચર્ચાઓ-વિવાદો થઇ ચૂક્યા છે. ફિલ્મના હીરો-હીરોઇન હૃતિક રોશન અને યામી ગૌતમ બંન્ને આમાં અંધ વ્યક્તિના રોલમાં નજરે પડશે. ફિલ્મના ગીતો અને ટ્રેલર લોકોને ખૂબ પસંદ આવી રહ્યાં છે.

અહીં વાંચો-ડિવોર્સ બાદ બાળકો માટે શું ફરી સાથે થશે હૃતિક-સુઝાન?

કુંગ ફૂ યોગા

કુંગ ફૂ યોગા

બોલિવૂડમાં પા પા પગલી ભરી રહેલી દિશા પટાણીની બીજી જ ફિલ્મ જેકી ચેન સાથે આવી રહી છે. આ એક કોમેડિ ફિલ્મ છે, જેમાં દિશા સાથે સોનૂ સુદ પણ જોવા ણલશે. આ ફિલ્મ 28 જાન્યૂઆરીના રોજ રિલિઝ થશે.

અહીં વાંચો-મારી મમ્મીને દિશા પસંદ છેઃ ટાઇગર શ્રોફ

English summary
In January 2017 we have numbers of good movies, have a look on the list of movies going to release in January 2017.
Please Wait while comments are loading...