ઉર્ફી જાવેદના નવો ડ્રેસ જોઈને ચકરાઈ જશે માથુ, ટ્રોલર્સે લખ્યુ, 'આની પાછળ કૂતરા છોડી...'
ઉર્ફી જાવેદના નવો ડ્રેસ જોઈને ચકરાઈ જશે માથુ. જુઓ વીડિયો.
નવી દિલ્લીઃ પોતાના અતરંગી ડ્રેસો અને વિચિત્ર ફેશનના કારણે ચર્ચામાં રહેતી મૉડલ અને અભિનેત્રી ઉર્ફી જાવેદ ફરીથી પોતાના ડ્રેસને લઈને ચર્ચામાં છે. ઉર્ફીના નવા ડ્રેસને જોઈને પહેલા તો માથુ ચકરાઈ જશે કે છેવટે આ ડ્રેસ છે કે કંઈ બીજુ. ઉર્ફી ખુદ પોતાના ડ્રેસોની ડિઝાઈનિંગ કરે છે અને પછી તેને પહેરીને નીકળી પડે છે.

ઉર્ફીનો નવો ડ્રેસ
ઉર્ફી જાવેદ પોતાના બેબાક અંદાજ અને પોતાના વિચિત્ર ડ્રેસના કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફી એવુ સ્ટાઈલિંગ કરે છે કે તેને જોઈને કોઈનુ પણ દિમાગ ઘૂમી જાય. બિગ બૉસ ઓટીટી ફેમ ઉર્ફીની હાલત એવી થઈ ચૂકી છે કે જો તે વિચિત્ર ડ્રેસ ન બતાવે તો ટ્રોલર્સને જમવાનુ ના પચે. તેનો નવો ડ્રેસ જોઈને તમે પોતાનુ હસવાનુ રોકી નહિ શકો. વાદળી રંગના ડ્રેસમાં ઉર્ફીનો અતરંગી અવતાર જોઈને ટ્રોલર્સે ફરીથી તેને પોતાના નિશાના પર લઈ લીધી છે.

ફરીથી ટ્રોલર્સના નિશાના પર ઉર્ફી
વાદળી રંગના વિચિત્ર ડ્રેસમાં ઉર્ફી હાલમાં જ મુંબઈના એક મૉલમા પહોંચી. તેનો ડ્રેસ ક્યાંકથી ફાટેલો હતો, ક્યાંકથી કપડાં લટકેલા હતા. શૉર્ટ પેંચ અને બ્રાલેટ થીમ સાથે વિચિત્ર ડ્રેસ ઉર્ફીએ તૈયાર કરીને પહેરી લીધો હતો. જેનો વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો ત્યારબાદ આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ડ્રેસને લઈને લોકો તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. એક ટ્રોલરે લખ્યુ કે, 'આની પાછળ કૂતરુ છોડી દીધુ છે કોઈએ?' વળી, કોઈએ લખ્યુ કે ઉંદરોએ આનો ડ્રેસ કતરી દીધો. કોઈએ ભિખારી લખ્યુ તો કોઈએ લખ્યુ કે ઘરના પોતુ કરવાના કપડા આનાથી વધારે સારા હોય છે. જો કે, ઉર્ફી ખુદ ઘણી વાર કહી ચૂકી છે કે તેને ટ્રોલિંગથી કોઈ ફરક નથી પડતો.

ઈસ્લામ વિશે કહી હતી આ વાત
ઉર્ફીએ હાલમાં જ પોતાના ધર્મ અને લગ્ન વિશે મોટુ નિવેનદ આપ્યુ. ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં ઉર્ફી જાવેદ કહ્યુ કે તે ઈસ્લામને નથી માનતી અને ક્યારેય મુસ્લિમ યુવક સાથે લગ્ન નહિ કરે. ઉર્ફીએ કહ્યુ કે જ્યારે પણ હું બોલ્ડ લુકમાં દેખાઉ છુ, તો સમાજ મને અસ્વીકાર કરી દે છે. પોતાનુ દુઃખ વર્ણવીને ઉર્ફીએ આગળ કહ્યુ કે જ્યારે પણ લોકો સોશિયલ મીડિયા પર મારા પર અભદ્ર ટિપ્પણીઓ કરે છે, તો તેમાં મોટાભાગના મુસ્લિમ હોય છે. એ લોકોને લાગે છે કે હું ઈસ્લામની છબી ખરાબ કરી રહી છુ. તેણે કહ્યુ કે મુસ્લિમ યુવક પોતાની રીતે મહિલાઓને રાખવા માંગે છે. મહિલાઓ પર કંટ્રોલ કરવા માંગે છે. તેમણે કહ્યુ કે તે ક્યારેય પણ મુસ્લિમ યુવક સાથે લગ્ન નહિ કરે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા








Click it and Unblock the Notifications
