Video: ઉર્ફી જાવેદે અંજલિ અરોરા સાથે લગાવ્યા ઠુમકા, યુઝર્સ બોલ્યા - 'હવે તો ધરતીનો વિનાશ નિશ્ચિત છે'

ઉર્ફી જાવેદ અને કાચા બદામ ફેમ અંજલિ અરોરાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બંનેએ સજના હે મુઝે ગીત પર જબરદસ્ત ડાંસ કર્યો છે. જુઓ Video.

ઉર્ફી જાવેદ અને કાચા બદામ ફેમ અંજલિ અરોરાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બંનેએ સજના હે મુઝે ગીત પર જબરદસ્ત ડાંસ કર્યો છે. બંનેના આ ડાંસ વીડિયોને ફેન્સ તરફથી ખૂબ પ્રશંસા અને પ્રેમ મળી રહ્યો છે. જ્યારે અમુક લોકો બંનેને જોરદાર ટ્રોલ પણ કરી રહ્યા છે. ઉર્ફી જાવેદ અને અંજલી અરોરા બંને સોશિયલ મીડિયા સેન્સેશન છે. જ્યારે ઉર્ફી તેના અસામાન્ય કપડા માટે જ્યારે અંજલિ અરોરા તેના ડાંસ વીડિયોને કારણે ફેન્સની ફેવરિટ રહે છે.

બંનેનો સાથે વાયરલ થયો વીડિયો

બંનેનો સાથે વાયરલ થયો વીડિયો

થોડા દિવસો પહેલાઉર્ફીએ તેના અપકમિંગ ગીતમાં અંજલિ અરોરા સાથે રીલ કરી હતી. ઉર્ફીનો અંજલિ સાથેનો આ પહેલો વીડિયો હતો. વીડિયો અપલોડ થતાં જ બંનેને એકસાથે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. હવે ફરી એકવાર ઉર્ફી અને અંજલિએ એકસાથે વીડિયો અપલોડ કર્યો છે.

સજના હે મુઝે ગીત પર ઝૂમ્યા

આ વખતે બંને 'સજના હે મુઝે' ગીત પર ઝૂમતા જોવા મળી રહ્યા છે. ઉર્ફીએ બ્લુ કલરના કટ આઉટ બ્લાઉઝ સાથે સાડી પહેરી છે. સાથે જ અંજલિ પણ લાલ અને વાદળી સાડીમાં જોવા મળી રહી છે. વીડિયો જોયા પછી ઘણા લોકો વખાણ કરતા થાકતા નથી. વળી, અમુક યુઝર્સે બંનેને જોરદાર ટ્રોલ કર્યા. આ વીડિયો જોઈને એક યુઝરે કહ્યુ કે એવુ લાગે છે કે પૃથ્વીનો વિનાશ હવે નિશ્ચિત છે.

આ પહેલા પણ વીડિયો થયો હતો વાયરલ

તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં ઉર્ફી જાવેદે તેના અપકમિંગ ગીત 'આય હાય યે મજબૂરી'ની ઝલક ચાહકોને બતાવી હતી. આ પહેલા પણ ઉર્ફી આવા રિમેક વીડિયો સોંગ્સમાં જોવા મળી ચૂકી છે. આ ગીત પર તેણે અંજલિ સાથે રીલ પણ બનાવી હતી.બંનેને સાથે જોઈને ઘણા લોકોએ તેને મોટુ અને પતલુની જોડી પણ કહી.એક યુઝરે લખ્યુ કે જો ઇન્સ્ટાગ્રામમાં અલાઉ હોય તો બંનેએ ન્યૂડ ફોટા અને વીડિયો પણ અપલોડ કરવા જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X