ઉર્ફી જાવેદ ટોપલેસ થઈને કેમેરા સામે આવી, માત્ર થોડા ફૂલોથી શરીર ઢાંક્યુ
પોતાની વિચિત્ર ફેશનને લઈને સતત સોશિયલ મીડિયા પર બબાલમાં રહેતી ઉર્ફી જાવેદે હવે ફરીથી આગ લગાવી છે. હવે ઉર્ફી જાવેદ ટોપલેસ થઈને કેમેરા સામે આવી હતી.
ઉર્ફી જાવેદે ફરી એકવાર તેના લુકથી ઈન્ટરનેટ પર ભડકો કર્યો છે. ઉર્ફીએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર તેની ટોપલેસ તસવીર શેર કરીને બબાલ મચાવી છે. ઉર્ફી જાવેદે આ વખતે ટોપલેસ થઈને તેના શરીર પર ગુબાલીના ફૂલની પાંખડીઓ ચોંટાડીને ઈજ્જત ઢાંકી છે.

ફોટોમાં ઉર્ફી જાવેદ ટોપલેસ લુક સાથે ગ્રે ટ્રાઉઝરમાં જોવા મળી રહી છે. હવે તેનો આ સુપર બોલ્ડ અવતાર વાયરલ થઈ રહ્યો છે. ફેશનને લઈને નવા નવા અખતરા કરતી ઉર્ફી જાવેદ આ લુકમાં કમાલની બોલ્ડ લાગી રહી છે.
ઉર્ફીના ફોટો સામે આવતા જ હવે તેના પર તેના ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો ઉર્ફીની બોલ્ડનેસના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકોને ઉર્ફીની ટોપલેસ અદાઓથી મરચા લાગ્યા છે અને તે ટ્રોલ કરી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, બોલિવૂડમાં ઉર્ફીની ફેશનની ખુબ ચર્ચા છે. રોજ રોજ નવા અખતરા કરતી ઉર્ફીના દરેક અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. ઉર્ફી જાવેદને બીગ બોસથી ઓળખ મળી અને આજે તેની મોટી ફેન ફોલોઈંગછે.












Click it and Unblock the Notifications
