Hot Look બાદ પણ ઉર્ફી જાવેદની ફી છે ખૂબ જ ઓછી, જાણો એક પ્રોજેક્ટ માટે કેટલો કરે છે ચાર્જ?
ઘણા ઓછા લોકોને ખબર છે કે ઉર્ફીની ફી ખૂબ જ ઓછી છે. જાણો વિગત.
નવી દિલ્લીઃ ઉર્ફી જાવેદ ભલે ફિલ્મોમાં કે ટીવી સીરિયલ્સમાં જોવા ન મળે પરંતુ તે હંમેશા સમાચારોમાં છવાયેલી રહે છે. સૌથી વધુ ચર્ચા તેના હૉટ લુક અને ડ્રેસિં સેંસની થાય છે પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે ઉર્ફીની ફી ખૂબ જ ઓછી છે. ત્યારબાદ પણ તેને વધુ પ્રોજેક્ટ્સ મળતા નથી.

કમાણી પર કહી હતી આ વાત
હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ઉર્ફીએ કહ્યુ હતુ કે તેની પાસે વધુ કામ નથી અને ના વધુ પૈસા. આના કારણે તે પોતાના લુક્સ પર એક્સપેરિમેન્ટ કરવા લાગી. તેણે પોતાના જૂના કપડાને રીસાઈકલ કર્યા અને તેનાથી નવી ડ્રેસિંગ સ્ટાઈલ બનાવી. જો કે, રોજેરોજ ઉર્ફી પોતાના લુકના કારણે ટ્રોલ થતી રહે છે.

કેટલો કરે છે ચાર્જ?
વળી, કામની વાત કરીએ તો ઉર્ફી ગયા વર્ષે બિગ બૉસ ઓટીટીમાં જોવા મળી હતી. એ દરમિયાન તે એક દિવસ પણ બિગ બૉસના ઘરમાં ટકી શકી નહોતી અને તેને બહાર કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત તે ટીવી સીરિયલ બડે ભઈયા કી દુલ્હનિયા, ચંદ્ર નંદિની, બેપનાહ, કસોટી જિંદગીમાં પણ જોવા મળી ચૂકી છે. મીડિયા રિપોર્ટસ મુજબ ઉર્ફી દરેક એપિસોડ માટે 30-35 હજાર રુપિયા ચાર્જ કરે છે.

કુલ સંપત્તિ લાખોમાં
વળી, ઉર્ફી જાવેદની કુલ સંપત્તિની વાત કરીએ તો આનો સાચો ડેટા ક્યાંય ઉપલબ્ધ નથી. Bollywood Lifeના રિપોર્ટ મુજબ અભિનેત્રી પાસે 40થી 55 લાખ રુપિયાની સંપત્તિ છે. આ કમાણી મુખ્ય રીતે તે ટીવી સીરિયલ્સમાં એક્ટિંગ અને જાહેરાત દ્વારા કરે છે.

રાખી સાવંત સાથે થાય છે સરખામણી
બૉલિવુડ અભિનેત્રી રાખી સાવંત પણ ભલે ફિલ્મોમાં જોવા ન મળે પરંતુ તે પોતાના વિચિત્ર કામના કારણે સમાચારોમાં છવાયેલી રહે છે. એવામાં ઘણા લોકો ઉર્ફીની સરખામણી રાખી સાથે કરે છે. અમુક લોકોએ તો ઉર્ફીને રાખી સાવંત 2.0 પણ કહી દીધી છે. થોડા દિવસો પહેલા ઉર્ફીએ કહ્યુ હતુ કે રાખીની સરખામણીમાં તેને કોઈ ખરાબ વસ્તુ નથી લાગતી. છેવટે તે પણ ફેમસ અભિનેત્રી છે અને કમસે કમ પોતાના કામના દમ પર કમાઈ તો રહી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
