ઉર્ફી જાવેદે સાડીનો પાલવ નીચે પાડીને આપ્યા બોલ્ડ પોઝ, ડીપનેક બ્લાઉઝમાં દેખાયો અસલી રંગ
ઉર્ફીએ સાડીનો પાલવ નીચે કરીને પોઝ આપ્યા ત્યારે ફેન્સ તેના દીવાના બની ગયા. ઉર્ફીના આ ફોટા સોશિયલ મીડિયા પર કહેર વરસાવી રહ્યા છે.
Urfi Javed New Look: ઉર્ફી જાવેદે હાલમાં જ સાડીમાં ફોટોશૂટ કરાવ્યુ છે. આ ફોટોશૂટ સામે આવતા જ મીડિયામાં છવાઈ ગયુ. હંમેશા બોલ્ડ અને રિસ્કી આઉટફીડમાં જોવા મળતી ઉર્ફી જાવેદ આ ફોટાશૂટમાં ઘણી શાલીન કપડામાં જોવા મળી પરંતુ સાડીનો પાલવ નીચે કરીને ઉર્ફીએ પોઝ આપ્યા ત્યારે ફેન્સ તેના દીવાના બની ગયા. ઉર્ફીના આ ફોટા સોશિયલ મીડિયા પર કહેર વરસાવી રહ્યા છે.

ઉર્ફીએ પડાવ્યા આકર્ષક ફોટા
તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ તાજેતરમાં એક મોટા ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાના નવા કલેક્શન માટે ફોટોશૂટ કરાવ્યુ છે. આ વખતે અભિનેત્રી હેવી સિલ્ક સાડીમાં ધૂમ મચાવતી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ ફોટા સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયા હતા. ઉર્ફી જાવેદે શિમરી બ્લાઉઝ સાથે ખૂબ જ સુંદર હેવી ગોલ્ડન કલરની સાડી પહેરી હતી અને આ બ્લાઉઝ ખૂબ જ ડીપનેક છે. ઉર્ફી જાવેદે સાડી પહેરી છે પરંતુ સાડીનો પલ્લુ નીચે ઉતારીને ખૂબ જ આકર્ષક ફોટા પડાવ્યા છે.
ઉર્ફીએ સાડીમાં વરસાવ્યો કહેર
ઉર્ફી જાવેદ પહેલીવાર પ્રખ્યાત ફેશન ડિઝાઈનરની સાડી કેરી કરતા જોવા મળી છે. આ જ કારણ છે કે અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. ઉર્ફી વિશે હાલમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ખતરનાક રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી'ની આ સીઝન ઘણી રસપ્રદ રહેવાની છે કારણ કે આ વખતે આ શોમાં ઉર્ફી જાવેદ જોવા મળશે. હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ખુલાસો થયો છે કે ઉર્ફી જાવેદ આ વખતે શોનો હિસ્સો બનશે અને લોકો માટે મુશ્કેલી સર્જશે.
ઉર્ફી જાવેદ રિયાલિટી શોમાં જઈને કરશે હંગામો
ઇ-ટાઇમ્સના અહેવાલો મુજબ 'ખતરો કે ખિલાડી 13'ના નિર્માતાઓ દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તાજેતરમાં તે શોના નિર્માતાની ઑફિસની નજીક પણ જોવા મળી હતી. આ સિવાય જ્યારે ઉર્ફીને એક વીડિયોમાં પૂછવામાં આવ્યુ કે શું તે 'ખતરો કે ખિલાડી 13'નો ભાગ બનવા જઈ રહી છે તો હસીનાએ કંઈ જવાબ ન આપ્યો પણ હસીને કહ્યુ. આ તમામ ઈશારાઓથી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઉર્ફી જાવેદ અન્ય રિયાલિટી શોમાં જઈને હંગામો કરવાની છે.












Click it and Unblock the Notifications
