'હવે કોઈને ફતવો જાહેર કરવો હોય તો કરે...' ગીતા વાંચવાનો દાવો કરનારી ઉર્ફી જાવેદે હિજાબ વિવાદ પર કહી આ વાત

કર્ણાટકમાં ચાલી રહેલ હિજાબ વિવાદ પર અભિનેત્રી અને બિગ બૉસની એક્સ કન્ટેસ્ટન્ટ ઉર્ફી જાવેદે પોતાની પ્રતિક્રિયા આપી છે.

મુંબઈઃ કર્ણાટકમાં ચાલી રહેલ હિજાબ વિવાદ પર અભિનેત્રી અને બિગ બૉસની એક્સ કન્ટેસ્ટન્ટ ઉર્ફી જાવેદે પોતાની પ્રતિક્રિયા આપી છે. ઉર્ફી જાવેદે કહ્યુ કે મહિલાઓએ શું પહેરવુ છે અને શું નથી પહેરવુ, એ માત્ર તેમની મરજી મુજબ હોવુ જોઈએ. જો કોઈ છોકરી કે મહિલા પડદો કરવા માંગતી હોય, હિજાબ પહેરવા માંગતી હોય, તો તેને રોકવી જોઈએ નહિ. પોતાના વિશે વાત કરીને ઉર્ફી જાવેદે કહ્યુ કે તેણે પોતે ક્યારેય હિજાબ નથી પહેર્યો. આ સાથે ઉર્ફીએ એ પણ કહ્યુ કે ઘણા લોકો તેના પહેરવેશ અને ડ્રેસને લઈને ફતવા જાહેર કરવાની ધમકી આપે છે. ઉર્ફી જાવેદે આ વાત ન્યૂઝ ચેનલ આજતકને આપેલા ઈન્ટરવ્યુમાં કહી છે. ઉર્ફી જાવેદે થોડા દિવસો પહેલા દાવો કર્યો હતો કે તે ગીતા વાંચી રહી છે.

'સ્કૂલનો એક કાયદો હોય છે પરંતુ જેને હિજાબમાં...'

'સ્કૂલનો એક કાયદો હોય છે પરંતુ જેને હિજાબમાં...'

ઉર્ફી જાવેદે કહ્યુ, 'મને હિજાબ વિવાદ વિશે વાત કરવામાં કોઈ રસ નથી. મહિલાઓ જે ઈચ્છે એ પહેરી શકે છે. કોઈ શું પહેરે છે, એ વાતને લઈને આપણે એની શિક્ષણ નક્કી ન કરી શકીએ. પરંતુ તેમછતાં એક વાત મને સમજમાં આવે છે કે સ્કૂલનો પોતાનો એક કાયદો હોય છે પરંતુ હિજાબ પહેરીને એ છોકરીઓ કંઈ ખોટુ નથી કરી રહી. મારી સાથે એ વાત થઈ હોત તો હું એ જ કહેતી કે આઝાદી બધાના માટે હોવી જોઈએ. જો છોકરીઓએ ખુદને કવર કરીને ઈંપૉવર કરવી હોય તો ઠીક છે, વર્ષોથી મહિલાઓની લડાઈતેમના પહેરવેશ માટે ચાલતી આવી રહી છે.'

ઉર્ફીએ કહ્યુ - 'પડદો રાખવાને ઓછી દ્રષ્ટિએ કેમ જોવામાં આવે છે...'

ઉર્ફીએ કહ્યુ - 'પડદો રાખવાને ઓછી દ્રષ્ટિએ કેમ જોવામાં આવે છે...'

ઉર્ફી જાવેદે આગળ કહ્યુ, 'મને એક વાત સમજમાં નથી આવતી કે પડદો રાખવાને નીચી દ્રષ્ટિએ કેમ જોવામાં આવે છે. જો પડદો કરવો કોઈના પર થોપવામાં ના આવી રહ્યુ હોય તો એ ખોટુ નથી. છોકરીઓ-મહિલાઓ પોતાની મરજીથી પહેરવા માંગતી હોય તો એ ખોટુ નથી. મેકઅપ કરીને નથી આવી રહી. વાસ્તવમાં, શ્રૃંગાર તો તેમની અંદરની આઝાદીથી ઝલકે છે.'

'એક તરફ બેટી બચાવો- બેટી ભણાવો ચાલી રહ્યુ છે અને બીજી તરફ રોકી રહ્યા છે'

'એક તરફ બેટી બચાવો- બેટી ભણાવો ચાલી રહ્યુ છે અને બીજી તરફ રોકી રહ્યા છે'

ઉર્ફી જાવેદ કહ્યુ, 'મારી મા હિજાબ અને પડદામાં નથી માનતી માટે મે પણ ક્યારેય હિજાબ નથી પહેર્યો. પરંતુ મારા નાની આજે પણ બુરખો પહેરે છે પરંતુ આ તેમની ખુદની મરજી છે. એક તરફ તમે બેટી બચાવો, બેટી ભણાવોનો નારો આપી રહ્યા છો. તો તમે આ આધારે કોઈ દીકરીને રોકી ના શકો જો તને હિજાબ પહેરવો હોય તો. તો બેટીને ભણવાથી કેમ રોકવામાં આવી રહી છે.'

ઉર્ફીએ કહ્યુ - ફતવો જાહેર કરવો હોય તો કરો..

ઉર્ફીએ કહ્યુ - ફતવો જાહેર કરવો હોય તો કરો..

ઉર્ફી જાવેદે પોતાના કપડા અને કામને લઈને મળી રહેલી ધમકીઓ વિશે પણ વાત કરી. ઉર્ફી જાવેદે કહ્યુ, 'ઘણી વાર મને મારા સમાજના લોકો ફોટા પર ખરાબ કમેન્ટ કરે છે પરંતુ મને કોઈ ફરક નથી પડતો કારણકે હું અહીં એ લોકોને ખુશ કરવા નથી આવી. કોઈને મારી સામે ફતવો જાહેર કરવો હોય તો કરી દે. જેને જે કરવુ હોય એ કરે પરંતુ હું એ જ કરીશ અને એ જ પહેરીશ જે મારુ મન કરશે. કોઈ મારો ખર્ચો નથી ઉઠાવતા અને ના કોઈ મારી જિંદગીમાં મદદ કરી રહ્યુ છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X