'મને ફરક નથી પડતો જે પણ પૈસા આપશે તેની સાથે કામ કરીશ'

ઉર્ફી જાવેદ એક વાર ફરીથી ચર્ચામાં છે. ક્રિસમસ પ્લાન સાથે-સાથે તેણે પોતાની એક્ટિંગ કરિયર વિશે પણ વાત કરી છે.

મુંબઈઃ અભિનેત્રી ઉર્ફી જાવેદ એક વાર ફરીથી ચર્ચામાં છે. સતત કોઈને કોઈ કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી ઉર્ફીએ પોતાના ક્રિસમસ પ્લાનનો ખુલાસો કર્યો છે. તેણે જે વાતો કહી છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ક્રિસમસ પ્લાન સાથે-સાથે તેણે પોતાની એક્ટિંગ કરિયર વિશે પણ વાત કરી છે.

ઘરે બેસીને દારુ પીશ

ઘરે બેસીને દારુ પીશ

ઉર્ફી જાવેદે એક ફોટોશૂટ માટે જતી વખતે એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરી. ક્રિસમસનો પ્લાન પૂછવા પર તેણે કહ્યુ, હું તો ઘરે બેસીને દારુ પીશ અને સૂઈ જઈશ. હા, હું સ્મોક બિલકુલ નહિ કરુ અને સૂઈ જઈશ.

જે પૈસા આપશે એની સાથે કામ કરીશ

જે પૈસા આપશે એની સાથે કામ કરીશ

ઉર્ફીને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે તે કોની સાથે વધુ કામ કરવા માંગે છે તો તેણે કહ્યુ કે તેની કોઈ ખાસ પસંદ નથી. ઉર્ફીએ કહ્યુ કે હું ઓછા વધુ પર વાત નહિ કરુ. જે પણ પૈસા આપશે હું તેની સાથે કામ કરીશ.

મને સારા રિસ્પૉન્સ નથી મળતા

મને સારા રિસ્પૉન્સ નથી મળતા

ઉર્ફી પોતાના ડ્રેસને લઈને ઘણીવાર ટ્રોલિંગનો શિકાર થાય છે. તેના આઉટફીટ માટે મળતી પ્રતિક્રિયાઓ વિશે પૂછતા ઉર્ફીએ કહ્યુ કે બહુ જ ખરાબ પ્રતિક્રિયા હું જોઉ છુ, ઘણુ ટ્રોલિંગ સહન કરુ છુ. પ્રતિક્રિયા તો સારી નથી મળતી પરંતુ મને પરવા નથી. મને આનાથી કોઈ ફરક નથી પડતો.

સોશિયલ મીડિયા પર થાય છે ઉર્ફીની ખૂબ ચર્ચા

સોશિયલ મીડિયા પર થાય છે ઉર્ફીની ખૂબ ચર્ચા

ઉર્ફી જાવેદ સતત કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. ખાસ કરીને બિગ બૉસ ઓટીટીનો હિસ્સો બન્યા બાદ તેની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. પોતાના કપડાને લઈને તે ઘણી વાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે. તેને ઘણી વાર ટ્રોલ પણ કરવામાં આવી છે પરંતુ તે એનાથી ગભરાતી નથી. 25 વર્ષની ઉર્ફી જવેદ ટ્રોલર્સને આકરા જવાબ આપતી રહે છે.

બિગ બૉસે આપી નવી ઓળખ

બિગ બૉસે આપી નવી ઓળખ

ઉર્ફી જાવેદ બિગ બૉસ ઓટીટીનો હિસ્સો બની હતી પરંતુ 8માં દિવસે જ તે એવિક્ટ થઈ ગઈ. બિગ બૉસના ઘરમાં તેનો દિવ્યા અગ્રવાલ અને જીશાન સાથેનો ઝઘડો ખૂબ ચર્ચામાં રહ્યો. ઉર્ફી જ્યારથી બિગ બૉસના ઘરમાંથી બહાર આવ્યા બાદ પણ પોતાના નિવેદનો અને ડ્રેસને લઈને સતત ચર્ચામાં રહે છે. આ શો બાદ તેની લોકપ્રિયતા એકદમ વધી ગઈ છે.

આ શોમાં કામ કરી ચૂકી છે ઉર્ફી જાવેદ

આ શોમાં કામ કરી ચૂકી છે ઉર્ફી જાવેદ

ઉર્ફી જાવેદ ટીવી દુનિયાની લોકપ્રિય અભિનેત્રી છે અને ઘણી જાણીતા શોનો હિસ્સો રહી છે. ઉર્ફી જાવેદ ચંદ્ર નંદિની, મેરી દુર્ગા, બેપનાહ, જીજી મા અને ડાયન જેવી લોકપ્રિય ટીવી શોમાં જોવા મળી ચૂકી છે. ઉર્ફીની કહેવુ છે કે હીરોઈન બનવાની ચાહમાં જ્યારે તે મુંબઈ આવી તો ઘણી મુશ્કેલીઓ આવી. જો કે હું જીવનના એક એવા મુકામ પર છુ જ્યાં હું એ દિશામાં આગળ વધી રહી છુ જ્યાં હું તે કામ કરવા જઈ રહી છે જે હું કરવા માંગુ છુ.

2016થી કરી રહી છે કામ

2016થી કરી રહી છે કામ

ઉર્ફી જાવેદ લખનઉની રહેવાસી છે. લખનઉની સીએમએસ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ ઉર્ફીએ એમીટી યુનિવર્સિટીમાંથી માસ કમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. ત્યારબાદ તે કરિયર બનાવા માટે દિલ્લી જતી રહી. ઉર્ફીએ જલ્દી ગ્લેમરની દુનિયામાં પોતાનો રસ્તો બનાવી લીધો. ઉર્ફી જાવેદે 2016માં પોતાની એક્ટિંગ કરિયરની શરુઆત કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X