કેમેરો જોઈને ભાગી ઉર્ફી જાવેદ, પાછળ-પાછળ પાપારાઝી પણ દોડ્યા, વીડિયો જોઈને ફેન્સે લૂંટી મઝા

આ વખતે જ્યારે કેમેરાની સામે આવી ત્યારે દરેક વખતે સ્ટાઇલિશ પોઝ આપનાર ઉર્ફી આ વખતે કેમેરાથી દૂર ભાગતી જોવા મળી હતી. જાણો કારણ.

મુંબઈઃ ઉર્ફી જાવેદની સોશિયલ મીડિયા પર ભારે ફેન ફોલોઈંગ છે. દર વખતે અભિનેત્રી કંઈક અતરંગી અને કટ આઉટ પહેરીને લાઇમલાઇટ લૂંટી લે છે. જ્યારે પણ ઉર્ફી પાપારાઝીની સામે આવે છે ત્યારે તેની એક અલગ જ સ્ટાઈલ જોવા મળે છે. અભિનેત્રી પણ પોઝ આપીને પાપારાઝીની સામે તસવીરો ક્લિક કરાવે છે. પરંતુ આ વખતે કંઈક એવું થયુ જેની ચાહકોને પણ અપેક્ષા નહિ હોય. વાસ્તવમાં આ વખતે જ્યારે ઉર્ફી કેમેરાની સામે આવી ત્યારે દરેક વખતે સ્ટાઇલિશ પોઝ આપનાર ઉર્ફી આ વખતે કેમેરાથી દૂર ભાગતી જોવા મળી હતી. ઉર્ફીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઉર્ફીને ઓળખવી પણ મુશ્કેલ બની રહી છે. આ દરમિયાન તે એક જ વાત કહી રહી છે કે પ્લીઝ મને તૈયાર થવા દો.

લાઈમલાઈટમાં રહે છે ઉર્ફી

લાઈમલાઈટમાં રહે છે ઉર્ફી

ઉર્ફી જાવેદ આજે સોશિયલ મીડિયાની લોકપ્રિય સ્ટાર બની ગઈ છે. ભલે ઉર્ફીને ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ મળી નથી પરંતુ અભિનેત્રીએ લાઈમલાઈટમાં રહેવા માટે એક નવો રસ્તો શોધી લીધો છે. આજે ઉર્ફીની ઘણા સેલેબ્સ કરતાં વધુ ફેન ફોલોઈંગ છે અને ચાહકો તેના નવા લુકને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત રહે છે.

વાયરલ થઈ રહ્યો છે વીડિયો

વાયરલ થઈ રહ્યો છે વીડિયો

હાલમાં જ ઉર્ફીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચાહકોને ઉર્ફીની એવી હાલત જોવા મળી જે કદાચ પહેલા ક્યારેય નહિ જોઈ હોય. કેમેરા સામે જોઈને ઉર્ફી ગભરાઈ ગઈ. વૂમ્પ્લાએ આ વીડિયો શેર કર્યો છે.

ઉર્ફી અકળાઈ

ઉર્ફી અકળાઈ

જ્યારે ઉર્ફીને પાપારાઝી દ્વારા જોવામાં આવી ત્યારે ઉર્ફી ખૂબ જ ગુસ્સે દેખાતી હતી. આ દરમિયાન ઉર્ફી જાવેદને ઓળખવી પણ મુશ્કેલ બની રહી હતી. દર વખતે ખૂબ જ સ્ટાઇલિશ દેખાતી ઉર્ફી એકદમ સિમ્પલ લાગી રહી હતી. પાપારાઝીને જોઈને ઉર્ફીએ પોતાનો ચહેરો છૂપાવવાનુ શરૂ કર્યુ અને કહ્યુ કે કૃપા કરીને મને તૈયાર થવા દો.

પાપારાઝીને જોઈને કેમ ડરી ઉર્ફી?

પાપારાઝીને જોઈને કેમ ડરી ઉર્ફી?

લેટેસ્ટ વિડીયોમાં ઉર્ફી જાવેદ બ્લુ ટૉપ અને ગ્રે શોર્ટ્સમાં જોવા મળે છે. ઉર્ફીએ પોતાનો ચહેરો છૂપાવવા માટે ફેસ માસ્ક પણ પહેર્યુ છે. ભલે ઉર્ફીએ છૂપાઈ જવાની તમામ વ્યવસ્થા કરી હતી પરંતુ તેમ છતાં તે પાપારાઝીથી બચી શકી નહોતી. પાપારાઝીને જોઈને ઉર્ફી ગભરાઈ ગઈ અને ભાગવા લાગી.વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફી ગુસ્સામાં ભાગી રહી છે.

લોકોએ કર્યુ રિએક્ટ

લોકોએ કર્યુ રિએક્ટ

ઉર્ફીને ભાગતી જોઈને પાપારાઝી પણ કેમેરા સાથે તેની પાછળ દોડવા લાગે છે. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ હસવાનુ રોકી શકતા નથી.સોશિયલ મીડિયા પર ઉર્ફીના આ વીડિયો પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક પ્રશંસકે કોમેન્ટ કરી અને લખ્યુ - પકડમ પકડાઈ. બીજી તરફ અન્ય યુઝરે લખ્યુ કે પકડો, પકડો, છોડતા નહિ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X