'શું ગંધ મચાવી રાખી છે?' ઉર્ફી જાવેદનો અતરંગી ડ્રેસ જોઈને ભડક્યા યુઝર, Video વાયરલ
ઉર્ફી હવે એવા વિચિત્ર ડ્રેસમાં જોવા મળી છે જે પછી સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને ખરાબ રીતે ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધુ છે.
મુંબઈઃ બિગ બોસ ઓટીટીમાં જોવા મળેલી ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પોતાની ફેશન સ્ટાઈલ અને બોલ્ડનેસને લઈને ઘણી ચર્ચામાં છે. ઉર્ફીની ડ્રેસિંગ સ્ટાઈલ એટલી અસામાન્ય છે કે જ્યાં એક તરફ તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે તો બીજી તરફ લોકો તેના પરથી નજર પણ હટાવતા નથી. હાલમાં ઉર્ફીએ તેના શરીરને ગુલાબની પાંખડીઓથી ઢાંકીને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ હતુ. જેણે ઇન્ટરનેટ પર તહેલકો મચાવ્યો હતો. ઉર્ફી હવે એવા વિચિત્ર ડ્રેસમાં જોવા મળી છે જે પછી સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને ખરાબ રીતે ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધુ છે.

સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી થઈ ટ્રોલ
સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગયેલી ઉર્ફી જાવેદની ફેન ફોલોઈંગ કોઈ મોટી અભિનેત્રીથી ઓછી નથી. પાપારાઝીના કેમેરા પણ તેને શોધતા રહે છે કારણ કે તે તેના કપડા સાથે પ્રયોગ કરતી રહે છે. જેના કારણે તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હાલમાં ઉર્ફી બ્લેક ડ્રેસ પહેરેલી જોવા મળી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સે ટ્રોલ કરવાની તમામ હદ વટાવી દીધી છે.

ઉર્ફીએ પહેર્યો બ્લેક કલરનો નેટવાળો ડ્રેસ
ઉર્ફી જાવેદનો લેટેસ્ટ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેના ઈન્સ્ટા પેજ પર પોસ્ટ કર્યો છે. જેમાં ઉર્ફી એક રેસ્ટોરાંની અંદર પોઝ આપતી જોવા મળે છે. વીડિયોમાં તેણે બ્લેક કલરનો નેટવાળો ડ્રેસ પહેર્યો છે. જે એકદમ અલગ દેખાઈ રહ્યો છે પરંતુ સોશિયલ મીડિયા પર યુઝર્સને તેનો ડ્રેસ ખૂબ જ વાહિયાત લાગ્યો. જે પછી ઉર્ફીને ટ્રોલ કરવાનુ શરુ કરવામાં આવ્યુ.

હૉટ ઉર્ફીનો નવો લુક
ઉર્ફીના લેટેસ્ટ વીડિયોમાં કે જેણે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે તેમાં જોઈ શકાય છે કે ઉર્ફીએ બ્લેક કલરની નેટવાળો ફુલ ડ્રેસ પહેર્યો છે. જો કે ડ્રેસ ફુલ છે પરંતુ તેમાં પણ તે પોતાનુ સંપૂર્ણ ફિગર એક્સપોઝ કરી રહી છે. તેના ડ્રેસમાં કમરની નીચે એક કટ છે જે તેના ડ્રેસને અલગ બનાવે છે. આ વીડિયો જોયા પછી કોઈ પણ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શકશે નહીિ. જો કે હૉટ ઉર્ફી જાવેદ ગંદી કોમેન્ટનો સામનો કરી રહી છે.

'આ શું પહેરી લીધુ?'
ઉર્ફીને ટ્રોલ કરતા એક યુઝરે કોમેન્ટ કરી કે આણે શું પહેર્યુ છે? આવા જ અન્ય એક યુઝરે એમ પણ કહ્યુ છે કે શું ગંધ મચાવી રાખી છે? યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. કેટલાક તેને નેક્સ્ટ રણવીર સિંહ કહે છે તો કેટલાક તેને રણવીર સિંહનો પાર્ટનર કહે છે. વળી, લોકો તેના લુકને થર્ડ ક્લાસ કહી રહ્યા છે. જો કે, ટ્રોલિંગ વચ્ચે કેટલાક લોકો એવા છે જેમણે ઉર્ફીના લેટેસ્ટ લુકના વખાણ કર્યા છે.

ઉર્ફી જાતે ડિઝાઈન કરે છે ડ્રેસ
ઉર્ફીએ પાપારાઝીના કેમેરા સામે ઘણી વખત કહ્યુ છે કે તે જે પણ નવુ પહેરે છે તે પોતે જ ડિઝાઇન કરે છે. આ પહેલા પણ ઉર્ફીના ઘણા લુક્સે તહેલકો મચાવ્યો હતો. જેમાં એક વખત તે જૂટની બોરી પહેરીને મુંબઈના રસ્તાઓ પર નીકળી હતી. એટલુ જ નહિ તેણે કેબલ એટલે કે ઇલેક્ટ્રિક વાયરથી બનેલો ડ્રેસ પણ પહેર્યો હતો. ક્યારેક ચેન લપેટીને લોકો વચ્ચે ફોટોશૂટ કરાવ્યુ છે. દરેક વખતે કંઈક અજુગતુ કરીને ઉર્ફી સોશિયલ મીડિયાનુ ધ્યાન ખેંચવામાં સફળ થાય છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
