ઉર્વશી રૌતેલાએ શેર કર્યો બોલ્ડ વીડિયો, ફેન્સ બોલ્યા - ઘરમાં રહો, લૉકડાઉનમાં
અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો બિકિની વીડિયો ઈન્સ્ટાગ્રામ પર સામે આવ્યો છે. કોરોના વાયરસના લૉકડાઉનમાં તે સતત પોતાના ફોટો શેર કરી રહી છે. પરંતુ જે રીતે બધા સ્ટાર્સ લૉકડાઉનમાં ક્વૉરંટાઈનમાં જોવા મળી રહ્યા છે. ત્યાં ઉર્વશી રૌતેલા સ્વીમિંગ પુલમાં મસ્તી કરતી દેખાઈ રહી છે. તે સતત ફેન્સને એન્ટરટેઈન કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક વાર ફરીથી ઉર્વશી રૌતેલાએ બિકિની વીડિયો શેર કર્યો. આ વીડિયોને ઘણા ફેન્સે પસંદ કર્યો તો વળી, અમુક ફેન્સે તેને ઘરે રહેવા માટે ટોકી.

સોશિયલ મીડિયા પર વાયરલ બિકિની વીડિયો
ઉર્વશી રૌતેલાએ 28 માર્ચે એક વાર ફરીથી પોતાનો હૉટ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. આ વીડિયોમાં તે બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.

ફેન્સની કમેન્ટ્સ
એક યુઝરે કમેન્ટ બૉક્સમાં લખ્યુ કે ઉર્વશીએ ઘરે રહેવુ જોઈએ. વળી, બીજા ફેન્સે તેને હૉટ અને બોલ્ડ ગણાવી.

લૉકડાઉનમાં ઉર્વશીની મસ્તી
ક્વૉરંટાઈનમાં સતત ઉર્વશી રૌતેલા પોતાના હૉટ ફોટો વીડિયો શેર કરી રહી છે. તે ક્યારેક ડાંસ વીડિયો તો ક્યારેક ફોટો શેર કરે છે.

સતત ચર્ચાઓમાં
ઉર્વશી રૌતેલા ઈન્સ્ટાગ્રામની ક્વીન ગણાય છે. આવુ એટલા માટે કારણકે તે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે પોતાની દરેક પળને શેર કરે છે.

ઉર્વશી રૌતેલા વર્કફ્રંટ
હાલમાં જ ઉર્વશી રૌતેલા એક આલ્બમ સોંગમાં જોવા મળી હતી. આ પહેલા તે જૉન અબ્રાહમ અને અનિલ કપૂર સાથે પાગલપંતી ફિલ્મમાં જોવા મળી હતી.
આ પણ વાંચોઃ ઈશિતા રાજ શર્માના હૉટ સેક્સી બિકિની ફોટો જોઈ ફેન્સ બન્યા મદહોશ