ઉર્વશી રૌતેલાએ બાથરૂમમાંથી શેર કરી પોતાની તસવીર, થઈ ગઈ વાયરલ
ઉર્વશી રૌતેલાએ બાથરૂમમાંથી શેર કરી પોતાની તસવીર, થઈ ગઈ વાયરલ
મુંબઈઃ અભિનેત્રી ઉર્વશી રૌતેલા હંમેશા પોતાની તસવીર માટે ચર્ચામાં રહે છે. ફરી એકવાર તેમણે સોશિયલ મીડિયા પર એક એવી ફોટો શેર કરી છે જે તેજીથી વાયરલ થઈ રહી છે. તસવીરમાં તે બાથરૂમમાં શાવર નીચે ઉભી છે. આ તસવીર તેના ફેન્સને ભારે પસંદ આવી રહી છે. આ તસવીર શેર કર્યાના 24 કલાકમાં 10 લાખથી વધુ લાઈક મળી ચૂકી છે. જ્યારે 2 હજારથી વધુ કોમેન્ટ મળી ચૂકી છે.
| |
ફોટોશૂટની તસવીર
ઉર્વશીનો આ ફોટો મેક્સિમ મેગ્ઝીનના ફોટોશૂટનો ભાગ છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસવીરમાં ઉર્વશી શાવર લેતી જોવા મળી રહી છે.

શેર કરી તસવીર
તસવીરમાં ઉર્વશી પિંક કલરના વન પીસ બિકિનીમાં જોવા મળી રહી છે. ઉર્વશી અગાઉ પણ સોશિયલ મીડિયા પર કેટલીય હૉટ તસવીરો શેર કરતી રહી છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ
ઉર્વશી ઈન્સ્ટાગ્રામ પર ભારે એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર ઉર્વશીને 15.3 મિલિયન લોકો ફોલો કરે છે.

બોની કપૂર સાથે વીડિયો શેર કરતાં ભડકી
ઉર્વશીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગત અઠવાડિયે પ્રોડ્યુસર જયંતીલાલ ગઢાના દીકરા અક્ષય ગઢાના વેડિંગ રિસેપ્શનમાં બૉલીવુડના કેટલાય સ્ટાર્સ પહોંચ્યા હતા.

પાર્ટીમાં પહોંચી
બોની કપૂર અને ઉર્વશી રૌતેલા પણ અહીં પહોંચ્યા હતા. ફંક્શન દરમિયાન જ્યારે બધા સ્ટાર્સ મીડિયાને ફોટો આપી રહ્યા હતા ત્યારે બોની કપૂર અને ઉર્વશી રૌતેલા એકસાથે અહીં પહોંચ્યા.

વીડિયો વાયરલ થયો
બંનેએ એકસાથે પોઝ પણ આપ્યા. આ દરમિયાન એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો, જેમાં તે ઉર્વશી રૌતેલાની કમર નીચે ટચ કરતા જોવા મળી રહ્યા હતા.

ઉર્વશીએ આપ્યો જવાબ
આ વીડિયોને લઈ સોશિયલ મીડિયા પર સવાલ ઉઠવા શરૂ થઈ ગયા. વીડિયો વાયરલ થતા જ યૂઝર્સે બોની કપૂરને ટ્રોલ કરી દીધા. વીડિયો વાયરલ થયા બાદ ઉર્વશીએ જવાબ આપ્યો છે.

ગુસ્સે થઈ ઉર્વશી
ઉર્વશીએ આના પર ટ્વીટ કરતા લખ્યું કે, ભારતના સૌથી મેટા ન્યૂઝપેપર અને આ ન્યૂઝ. કૃપિયા તમે મહિલાશક્તિ અને તેનું સન્માન કરવાની વાત ન કરો. કેમ કે તમને નથી ખબર કે મહિલાનું સન્માન કરવું શું હોય છે.

ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે ઉર્વશી
ઉર્વશી રૌતેલાએ મોડેલિંગ અને ફેશનની દુનિયાથી ફિલ્મોમાં પગલં ભર્યું. ઉર્વશી પોતાના ગ્લેમરસ અંદાજ માટે ઓળખાય છે. તેમણે ફિલ્મ સિંહ સાહબ ધી ગ્રેટથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેના નામ પર સનમ રે, હેટ સ્ટોરી 4 અને ગ્રેટ ગ્રાન્ડ મસ્તી જેવી ફિલ્મો છે.












Click it and Unblock the Notifications
