'હેટ સ્ટોરી 4'માં જોવા મળશે ઉર્વશી, પરંતુ 1 શરત પર

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં 'હેટ સ્ટોરી' ફિલ્મની ફ્રેન્ચાઇઝીનું એક અલગ જ સ્થાન છે, આ એરોટિક થ્રિલર ફ્રેન્ચાઇઝીનો એક અલગ વર્ગ છે. 2012માં આવેલ આ ફ્રેન્ચાઇઝીની પ્રથમ ફિલ્મ સૌના આશ્ચર્ય વચ્ચે સફળ રહી હતી, આ ફિલ્મમાં બંગાળી એક્ટ્રેસ જોવા મળી હતી. ત્યાર બાદ આવેલ 'હેટ સ્ટોરી 2'માં સુરવીન ચાવલા જોવા મળી હતી, તો 'હેટ સ્ટોરી 3'માં ઝરીન ખાન અને ડેઝી શાહ લીડ રોલમાં હતા. હાલમાં જ સમાચાર મળ્યા છે કે, આ ફિલ્મની 4થી ફ્રેન્ચાઇઝી 'હેટ સ્ટોરી 4'માં ઉર્વશી રૌતેલા જોવા મળનાર છે. પરંતુ આ માટે ફિલ્મ મેકર્સે ઉર્વશી સામે એક શરત મૂકી છે.

ફિલ્મ મેકર્સની શરત

ફિલ્મ મેકર્સની શરત

ડીએનએ અનુસાર ઉર્વશીએ આ અંગે કહ્યું કે, મેં બે પ્રોમિસિંગ ફિલ્મો સાઇન કરી છે, પરંતુ હું કોન્ટ્રેક્ટથી બંધાયેલી છું. આથી હું કોઇ જાણકારી બહાર ન પાડી શકું. ફિલ્મ મેકર્સે ઉર્વશી સામે શરત મૂકી છે કે, તે ફિલ્મ અંગે કે પોતાના પાત્ર અંગે કોઇ પણ જાતની જાણકારી બહાર ન પાડે.

હેટ સ્ટોરી 4

હેટ સ્ટોરી 4

કહેવાઇ રહ્યું છે કે, 'હેટ સ્ટોરી 4' માટે ઉર્વશી રૌતેલાનું નામ ફાઇનલ છે અને જો બધું યોજનાનુસાર પાર પડ્યું તો ટૂંક સમયમાં જ મોટા પડદે ઉર્વશીનો હોટ અવતાર ફરી જોવા મળશે. 'હેટ સ્ટોરી 3'માં કરણ સિંહ ગ્રોવર, શરમન જોષી, ઝરીન ખાન અને ડેઝી શાહ જોવા મળ્યા હતા.

'હેટ સ્ટોરી 3' રહી હતી સફળ

'હેટ સ્ટોરી 3' રહી હતી સફળ

'હેટ સ્ટોરી 3'ની વાર્તા ગમે તેવી હોય હોય, પરંતુ બોક્સ ઓફિસ આ ફિલ્મ સફળ રહી હતી. 20 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 55 કરોડની કમાણી કરી હતી. આશા રાખીએ કે, 'હેટ સ્ટોરી 4' પણ હિટ રહે.

ઉર્વશીને સફળ ફિલ્મની છે જરૂર

ઉર્વશીને સફળ ફિલ્મની છે જરૂર

છેલ્લા તે 2016માં આવેલ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'માં લીડ રોલમાં જોવા મળી હતી. ત્યાર બાદ 'કાબિલ'માં તે આઇટમ સોંગમાં જોવા મળી હતી, તેનું આ સોંગ સુપરહિટ રહ્યું, પરંતુ હાલ તેને પોતાના કરિયરને ટ્રેક પર લાવવા માટે એક સફળ ફિલ્મની ખૂબ જરૂર છે.

સત્યઘટના પર આધારિત હેટ સ્ટોરી 4

સત્યઘટના પર આધારિત હેટ સ્ટોરી 4

ફિલ્મ મેકર વિશાલ પંડ્યાએ જણાવ્યું હતું કે, બોલ્ડ કન્ટેન્ટની વાત કરીએ તો હેટ સ્ટોરીની આ ફિલ્મ આગળની ફિલ્મો કરતાં થોડી અલગ હશે, કારણ કે આ સત્યઘટના પર આધારિત વાર્તા છે. ફિલ્મનું મુખ્ય પાસું એરોટિક કન્ટેન્ટ નહીં હોય, અમે આ વખતે અલગ દર્શકોને ટાર્ગેટ કરીશું, પરંતુ એનો અર્થ એ પણ નથી કે અમે અમારી આગળની ફિલ્મોના દર્શકોને નિરાશ કરીશું.

બહોળા વર્ગને કરશે ટાર્ગેટ

બહોળા વર્ગને કરશે ટાર્ગેટ

વિશાલે સ્પષ્ટ કરી દીધું છે કે, 'હેટ સ્ટોરી 4'માં બોલ્ડ સિન્સ સાથે સ્ટ્રોંગ કન્ટેન્ટ પણ હશે, જેથી ફિલ્મ માટે બહોળા વર્ગને ટાર્ગેટ કરી શકાય. જો ખરેખર એમ હોય, તો ઉર્વશી રૌતેલા માટે આ ફિલ્મ વધુ મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે તેને હજુ સુધી મોટા પડદે પોતાની એક્ટિંગ સ્કિલ દેખાડવાની ખાસ તક નથી મળી.

English summary
Urvashi Rautela to star in the upcoming erotic thriller Hate Story 4 and has a condition to not reveal any information about the movie and her character.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.