ઉર્વશી રૌતેલા તડકામાં ઉઘાડા પગે 46 કિમી કેમ ચાલી? ઋષભ પંત સાથે જોડાયેલુ છે કનેક્શન? સામે આવ્યુ મોટુ સત્ય
Urvashi Rautela: બૉલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. તેનું નામ ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે લાંબા સમયથી જોડાયેલું છે. તેમના અફેરના સમાચાર લોકોમાં ચર્ચાનો વિષય બને છે.
જો કે ઉર્વશી રૌતેલાએ હજુ સુધી આ અંગે સ્પષ્ટ કંઈ કહ્યું નથી. હવે ફરી એકવાર બંને સોશિયલ મીડિયા પર છવાયેલા છે. વાસ્તવમાં, ઉર્વશીએ ઋષભ પંત માટે કંઈક એવું કર્યું છે, જેણે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. લોકો ઉર્વશીની આ હરકત પર વિશ્વાસ કરી શકતા નથી.

સ્પોટબૉયના અહેવાલ મુજબ, જ્યારે ઋષભ પંતનો અકસ્માત થયો હતો અને તે હૉસ્પિટલમાં હતો ત્યારે ઉર્વશી રૌતેલાએ ક્રિકેટરની મેદાનમાં વહેલી વાપસીની મન્નત માંગી હતી. હવે અભિનેત્રીએ તે પૂરી કરી છે. એવા અહેવાલો છે કે ઉર્વશી રૌતેલા તારા બાબાની ઝૂંપડીમાં ઉઘાડા પગે ચાલીને પહોંચી છે જે સિરસામાં છે. અહીં પહોંચ્યા બાદ તેણે ઋષભ પંતના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.
જો કે આ સમાચાર અંગે ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યા છે. તડકામાં 46 કિલોમીટર ઉઘાડા પગે ચાલવાના સમાચાર પર યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જ્યારે ઋષભ પંતની કારનો અકસ્માત થયો ત્યારે તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું હતું કે, હું પ્રાર્થના કરી રહી છું. હાલમાં, ઋષભ પંત IPL 2024માં દિલ્હી કેપિટલ્સ ટીમનો કેપ્ટન છે.
હાલમાં જ ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર આવી એક પોસ્ટ શેર કરી હતી, જેના માટે તે ખૂબ ટ્રોલ થઈ હતી. ઉર્વશીએ થોડા સમય પહેલા મેટ્રિમોનિયલ એડ શૂટ કરી હતી, જેમાં તેણે ક્રિકેટર્સની ઊંચાઈની મજાક ઉડાવી હતી. આવી સ્થિતિમાં યુઝર્સને લાગ્યું કે તે ઋષભ પંતની મજાક ઉડાવી રહી છે. આ કારણે ક્રિકેટરના ચાહકોએ તેની ઉગ્ર ઝાટકણી કાઢી હતી.
ત્યારબાદ આ અંગે સ્પષ્ટતા આપતા ઉર્વશી રૌતેલાએ એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે આ એક સામાન્ય બ્રાન્ડની સ્ક્રિપ્ટ છે. કોઈને નિશાન બનાવવામાં આવ્યા નથી. તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલાનો ઋષભ પંત પ્રત્યેનો પ્રેમ એકતરફી હોવાનું કહેવાય છે. એકવાર ઋષભ પંત અભિનેત્રીથી એટલો નારાજ હતો કે તેણે તેની ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યું હતું - મારો પીછો છોડ બહેન. જોકે, ઋષભે તરત જ આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. પરંતુ આ કપલની ચર્ચાઓ જોરમાં છે.












Click it and Unblock the Notifications
