'મારી સાથે ફિઝિકલ થવુ છે?', ઉર્ફી જાવેદને યુઝરે પૂછ્યુ, મળ્યો સૉલિડ જવાબ
ફરી એકવાર ઉર્ફી જાવેદ ચર્ચામાં છે. આ વખતે તે તેના કપડાને લઈને નહિ પરંતુ ટ્રોલર્સની બોલતી બંધ કરીને ચર્ચામાં આવી છે.
મુંબઈઃ બિગ બૉસ ઓટીટી સ્પર્ધક અને ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. ઉર્ફીની એક અનોખી ડ્રેસિંગ સ્ટાઇલ છે જે તેને હંમેશા લાઇમલાઇટમાં રાખે છે. પાપારાઝીઓ ઉર્ફીને કેમેરામાં કેદ કરવા માટે તલપાપડ જોવા મળે છે. આ દરમિયાન ફરી એકવાર ઉર્ફી જાવેદ ચર્ચામાં છે. આ વખતે તે તેના કપડાને લઈને નહિ પરંતુ ટ્રોલર્સની બોલતી બંધ કરીને ચર્ચામાં આવી છે.

બોલ્ડ અંદાજ અને અતરંગી ડ્રેસ ઉર્ફીની ઓળખ
ઉર્ફી જાવેદની બોલ્ડ સ્ટાઇલ અને અસામાન્ય ડ્રેસ તેની ઓળખ બની ગયા છે. ઉર્ફી જાવેદ મોટાભાગે આવા ડ્રેસ પહેરીને પાપારાઝીની સામે આવે છે. જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ઉર્ફી દરરોજ પોતાના નવા લુકને લઈને છવાયેલી રહે છે. આવી સ્થિતિમાં હવે તેણે પોતાના બેબાક બોલથી ટ્રોલ કરનારાઓની જીભ પર તાળુ મારી દીધુ છે.

યુઝરે સેક્સ વિશે પૂછ્યો ગંદો સવાલ
હાલમાં ઉર્ફી જાવેદે તેના ઇન્સ્ટા પર સ્ટોરી શેર કરી છે. જેમાં તે તેના ચાહકોના પ્રશ્નોના જવાબ આપતી જોવા મળી હતી. તેણે તમામ પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો. કેટલાક તેના ધર્મ સાથે જોડાયેલા અને કેટલાક તેના કપડાં વિશે હતા પરંતુ એક પ્રશ્ને ઉર્ફીને ગુસ્સો આવ્યો જ્યારે યુઝરે તેને સેક્સ વિશે પ્રશ્ન પૂછ્યો.

'મારી સાથે સેક્સ કરવુ છે?'
કપડાંથી લઈને તેના ધર્મ સુધી તેના ધર્મ વિશે ખુલીને વાત કરનાર ઉર્ફી જાવેદને એક યુઝરે ખૂબ જ ખરાબ સવાલ પૂછ્યો હતો. યુઝરે ઉર્ફીને પૂછ્યુ કે 'શું તમે મારી સાથે સેક્સ કરવા માંગો છો? જેના પર તેણે એવો જવાબ આપ્યો કે બધાની બોલતી બંધ થઈ ગઈ. તેના આસ્ક મી એનિથિંગ સેશનમાં પ્રશ્નના જવાબમાં ઉર્ફીએ કહ્યુ, 'શું તમે સેક્સને કેરીનુ અથાણુ માન્યુ છે? જેને તમારી માતા તડકામાં સુકવે છે. જા, જરા જઈને ભણવાનુ કામ કર.'

'અહીં આવીને ભડાશ કાઢે છે'
આ સિવાય અન્ય ઘણા યુઝર્સે તેને ઘણા સવાલો પૂછ્યા જેનો ઉર્ફીએ બેબાકીથી જવાબ આપ્યો છે. આવા જ અન્ય એક યુઝરે લખ્યુ કે શું તમે મારી સાથે સેક્સ કરશો? આના જવાબમાં ઉર્ફીએ કહ્યુ કે મારો જવાબ છે, કેમ..કેમ..શા માટે. આ વ્યક્તિ સાથે કોઈ કંઈ કરી રહ્યુ નથી તેથી તે અહીં આવીને પોતાની ભડાશ કાઢી રહ્યો છે.

ગ્લોઈંગ સ્કીન માટે આપ્યો આ જવાબ
આ સિવાય અન્ય એક યુઝરે ઉર્ફી જાવેદને પૂછ્યુ કે તે પાણી પીધા વિના તેની ત્વચાને કેવી રીતે ગ્લોઈંગ બનાવી શકે છે? જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યુ કે તમે એક ટૉક્સિક છોકરાને ડેટ કરો, જેટલો વધુ ટૉક્સિક છોકરો હશે તેટલુ જ તમે રડશો અને તેનાથી તમારી ત્વચા ગ્લો કરશે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા







Click it and Unblock the Notifications
