For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગના-ઇમરાનની કટ્ટી બટ્ટીનું શૂટિંગ શરૂ, નવી પેઢીની રિલેશનશિપ્સ દર્શાવતી ફિલ્મ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 ઑક્ટોબર : કંગના રાણાવતની આગામી ફિલ્મ કટ્ટી બટ્ટીનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મનું દિગ્દર્શન નિખિલ અડવાણી કરી રહ્યા છે. ફિલ્મમાં કંગના સાથે ઇમરાન ખાન ચમકવાના છે.

કંગના રાણાવતની છેલ્લી ફિલ્મ રિવૉલ્વર રાણી જોકે અપેક્ષિત સફળતા નહોતી મેળવી શકી, પણ ક્વીન સાથે વધેલી સ્ટાર વૅલ્યુના પગલે એકાધ ફ્લૉપ તેમનું કંઈ બગાડી ન શકે. એટલે જ તો લોકોમાં કંગનાની આવનાર ફિલ્મો અંગે ઉત્સુકતા જળવાયેલી છે.

કંગના રાણાવતની આગામી ફિલ્મોમાં દિગ્દર્શક આનંદ રૉયની તનુ વેડ્સ મનુ 2 અને નિખિલ અડવાણીની કટ્ટી બટ્ટીનો સમાવેશ થાય છે. તનુ વેડ્સ મનુ 2માં કંગના સાથે આર માધવન છે. કટ્ટી બટ્ટી ફિલ્મનું શૂટિંગ ગઈકાલે જ શરૂ થઈ ગયું છે. નિખિલ અડવાણી સલમાન ખાનના બૅનર હેઠળ હીરો ફિલ્મ બનાવવામાં વ્યસ્ત હતાં. હવે તેઓ હીરોનું શિડ્યુઅલ પૂર્ણ કરી ચુક્યા છે અને કટ્ટી બટ્ટીનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

યૂટીવી મોશનની ફિલ્મ

કટ્ટી બટ્ટીનું યૂટીવી મોશન પિક્ચર્સ કરી રહ્યું છે. પીકેની સહ-નિર્માતા યૂટીવીએ પીકેનું શૂટિંગ પૂર્ણ થતાં કટ્ટી બટ્ટીનું શૂટિંગ શરૂ કર્યું છે.

ઇમરાન-કંગના

કટ્ટી બટ્ટી ફિલ્મમાં ઇમરાન ખાન અને કંગના રાણાવત લીડ રોલમાં છે.

નવી પેઢીની રિલેશનશિપ

કટ્ટી બટ્ટી ફિલ્મમાં નવી પેઢીની બનતી-બગડતી રિલેશનશિપ દર્શાવવામાં આવી છે.

નિખિલ અડવાણી

કટ્ટી બટ્ટીનું દિગ્દર્શન નિખિલ અડવાણી કરી રહ્યા છે. ઇમરાન-કંગના સાથે ચમકાવવામાં તેઓ સફળ રહ્યા છે.

યૂટીવીની આગામી ફિલ્મો

kangana-imran-1
યૂટીવી મોશન પિક્ચર્સની આગામી ફિલ્મોમાં ફૅંટમ, તમાશા, હાઉસફુલ 3 તથા એની બડી કૅન ડાન્સ 2નો સમાવેશ થાય છે.
English summary
Kangana Ranaut and Imran Khan are for the first time pairing up in UTVs Katti Batti. See the pics, the shooting of the film has started...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X