વાણી કપૂરની લેટેસ્ટ તસવીરો છે સુપરહોટ અને જરા હટકે!

Written By:
Subscribe to Oneindia News

'બેફિક્રે' એક્ટ્રેસ વાણી કપૂર પોતાની સ્ટાયલ અને ફેશન માટે જાણીતી છે. તે દરેક એક્ટ્રેસની માફક સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને પોતાની તસવીરો અહીં શેર કરતી રહે છે. વાણી કપૂરે હાલમાં જ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે અને તેની આ તસવીરો હાલ ઇન્ટરનેટ પર છવાયેલી છે. વાણી આ તસવીરોમાં હોટ તો લાગી જ રહી છે, પરંતુ સાથે જ થોડી આલગ પણ લાગી રહી છે.

રિફ્રેશિંગ

રિફ્રેશિંગ

વાણી કપૂરનો આ અંદાજ અને ડ્રેસિંગ નોર્મલ ફોટો શૂટની સરખામણીમાં ઘણા કલરફુલ અને રિફ્રેશિંગ છે. વાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના નવા ફોટો શૂટની આ તસવીરો શેર કરી છે. જેમાં તે અત્યંત સુંદર લાગી રહી છે.

બેફિક્રે

બેફિક્રે

વાણી કપૂર છેલ્લે રણવીર સિંહ સાથેની ફિલ્મ 'બેફિક્રે'માં જોવા મળી હતી. આ ફિલ્મ ખાસ ચાલી નહીં, પરંતુ રણવીર અના વાણીના કિસિંગ સિનને કારણે ફિલ્મ ખૂબ ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં વાણીના લૂકની આલોચના પણ થઇ હતી.

સુશાંત સિંહ રાજપૂત સાથે ડેબ્યૂ

સુશાંત સિંહ રાજપૂત સાથે ડેબ્યૂ

વર્ષ 2013માં આવેલી ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાન્સ'થી તેણે બોલવિૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેનો સપોર્ટિંગ રોલ હતો, જ્યારે પરિણિતી ચોપરા અને સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં જોવા મળ્યાં હતા. આ ફિલ્મ માટે તેણે અનેક બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ પણ જીત્યા હતા.

કરાવી હતી સર્જરી?

કરાવી હતી સર્જરી?

પહેલી ફિલ્મ બાદ લગભગ ત્રણ વર્ષ તે બોલિવૂડમાંથી ગાયબ રહી, આ દરમિયાનમાં તેણે એક તમિલ ફિલ્મ પણ કરી. ત્યાર બાદ 2016માં તેની ફિલ્મ 'બેફિક્રે' આવી, જેમાં વાણીનો લૂક જોઇને સૌ ચોંકી ગયા હતા. પહેલી ફિલ્મની સરખામણીમાં આ ફિલ્મમાં વાણીના ફેસ ફિચર્સ ખૂબ લાગી રહ્યા હતા અને આથી જ એવી વાત પણ ઉડી હતી કે તેણે નાક અને હોઠની સર્જરી કરાવી છે. 'બેફિક્રે'માં તેનો આ ડિફરન્ટ લૂક લોકોને ખાસ પસંદ નહોતો પડ્યો.

વિવાદોથી દૂર

વિવાદોથી દૂર

વાણી ભલે બોલિવૂડમાં બે જ ફિલ્મોમાં દેખાઇ હોય, પરંતુ તેની ઇમેજ મહેનતુ એક્ટ્રેસ તરીકેની છે. ખોટા વિવાદો અને ખોટી પબ્લિસિટીથી તે હંમેશા દૂર રહે છે. આથી એ વાતમાં કોઇ શંકા નથી કે તો મોડી-વહેલી બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થશે.

'બેન્ડ બાજા બારાત'ની રિમેક

'બેન્ડ બાજા બારાત'ની રિમેક

2014માં વાણીની એક તમિલ ફિલ્મ આવી હતી, જે હિંદી ફિલ્મ 'બેન્ડ બાજા બારાત'ની રિમેક હતી. આ ફિલ્મમાં વાણી લીડ રોલમાં જોવા મળી હતી. તે આ ફિલ્મ માટે ખાસ તમિલ અને તેલુગુ ભાષા પણ શીખી હતી. ફિલ્મમાં વાણીની એક્ટિંગ ખૂબ વખણાઇ હતી.

રણવીર સાથે હોટ ફોટોશૂટ

રણવીર સાથે હોટ ફોટોશૂટ

તમિલ ફિલ્મ બાદ આવેલી વાણીની બીજી હિંદી ફિલ્મ 'બેફિક્રે' પહેલાં તેના અને રણવીરના હોટ ફોટોશૂટની તસવીરોએ ખૂબ ચર્ચા જગાવી હતી. આ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થઇ હતી અને ત્યારે જ સ્પષ્ટ થઇ ગયું હતું કે, ફિલ્મમાં વાણી-રણવીરના અનેક હોટ સિન જોવા મળશે.

યશરાજ ફિલ્મ્સ સાથે કોન્ટ્રેક્ટ

યશરાજ ફિલ્મ્સ સાથે કોન્ટ્રેક્ટ

વાણીએ 'શુદ્ધ દેસી રોમાન્સ' સાથે જ યશરાજ ફિલ્મ્સ સાથે ત્રણ ફિલ્મોના કોન્ટ્રાક્ટ કર્યો હતો. જેમાંની બે ફિલ્મો 'શુદ્ધ દેસી રોમાન્સ' અને 'બેફિક્રે' રિલીઝ થઇ ચૂકી છે. હવે તે આગળ કઇ ફિલ્મમાં દેખા દેશે, એ જોવાનું રહે છે.

English summary
Go Green with Vaani Kapoor's latest hot photo shoot.
Please Wait while comments are loading...