For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનેક સવાલો ઊભા કર્યાં વર્ષા ભોંસલેના આપઘાતે

|
Google Oneindia Gujarati News

Asha Versha Bhosle
મુંબઈ, 10 ઑક્ટોબર : પ્રખ્યાત ગાયિકા અને મેલોડી ક્વીન આશા ભોંસલેના પુત્રી વર્ષાએ સોમવારે આપઘાત કર્યો હતો, પરંતુ તેમના આપાતે ઘણાં સવાલો ઊભા કર્યાં છે. પોલીસ તેના જવાબો શોધવાના પ્રયત્નો કરી રહી છે. વર્ષાએ જે રિવૉલ્વર વડે પોતાની જાતને ઠાર કરી તે તેમના નાના ભાઈ આનંદને નામે નોંધાયેલી છે કે જેઓ હાલ દેશમાંથી બહાર છે.

બીજી બાજુ મંગળવારે જ્યારે વર્ષાનો અંતિમ સંસ્કાર થઈ રહ્યો હતો ત્યારે આશા શ્મશાન યાત્રામાં જોડાયા નહિં અને તેમણે વર્ષાના આપઘાત અંગે કોઈ પ્રતિભાવ પણ ન આપ્યાં. ટીવી ચૅનલોમાં ચાલતાં સમાચારો સાચા ગણીએ તો આશાએ માહિતી આપી છે કે 30 વર્ષ અગાઉ તેમના ઘરેથી રિવૉલ્વર ચોરાઈ હતી. શક્ય છે કે તે જ રિવૉલ્વર વડે વર્ષાએ પોતાને ઠાર કરી હોય, પરંતુ પ્રશ્ન એ છે કે રિવૉલ્વર વર્ષાને હાથે આવી કઈ રીતે? અને જ્યારે વર્ષાની માનસિક હાલત સારી નહોતી તો પછી રિવૉલ્વર ઘરમાં રખાઈ કેમ? અને તે પણ ત્યારે કે જ્યારે આનંદ નહોતાં.

હાલ પોલીસ આનંદનો સ્વદેશ ફરવાનો ઇંતેજાર કરી રહી છે અને તે આ અંગે આશા તેમજ વર્ષાના માસી લતા મંગેશકરની પૂછપરછ કરવાની છે. કેસની તપાસ કરતાં પોલીસ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે આશા અને લતાના નિવેદનો નોંધવામાં આવશે કે જેથી વર્ષાના આપાત પાછળના કારણની કડી મેળવી શકાય. આ અંગે પોલીસે આશાની બહેન ઉષા મંગેશકર, નોકરાણી દીપાલી માને તેમજ ડ્રાઇવર વિજયના નિવેદનો પણ નોંધ્યાં છે.

English summary
Lata Mangeshkar and Asha Bhosle to be questioned in Varsha suicide case said Police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X