મારી પિસ્તોલ વડે કર્યો વર્ષાએ આપઘાત : આશા ભોંસલે

આ સાથે જ આશાએ પોલીસને જણાવ્યું કે વર્ષા લગભગ 1 વર્ષથી જાહેર જીવનથી દૂર હતાં. તેમની સારવાર પુણેના એક ડૉક્ટર પાસે ચાલતી હતી. તેમે આ અગાઉ વર્ષ 2008 અને 2010માં પણ ઉંઘની ગોળીઓ ખાઈ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે આશા સાથે તેમના બહેન ઉષા, સંબંધી રચના શાહ, નોકરાણી તેમજ લતાના ડ્રાઇવરનું નિવેદન પણ નોંધ્યું છે.
હવે એવી શંકા સેવાઈ રહી છે કે પોલીસ વર્ષાની સારવાર કરનાર પુણેના ડૉક્ટરનું પણ નિવેદન લેશે. પોલીસ લતા મંગેશકરની પણ પૂછપરછ કરી શકે છે અને ભાઈ આનંદ તેમજ વર્ષાના પૂર્વ પતિ હેમંત કૈંકરેની પણ પૂછપરછ કરશે.
કહેવાય છે કે આશાના ઘરે બીજી બે પિસ્તોલ પણ છે. આશાના ભાઈ હૃદયનાથ મંગેશકર પાસે 32 બોરની પિસ્તોલ છે અને આશાનાં પુત્ર આનંદ પાસે 42 બોરની પિસ્તોલ છે.












Click it and Unblock the Notifications
