Excl Pics : હૈદરાબાદમાં વીણા મલિકની ધરપકડ!
હૈદરાબાદ, 23 નવેમ્બર : બૉલીવુડની ચાર દીવાળો વચ્ચે સરકારી જેલ અનેક વખત દર્શાવાય છે, પરંતુ તાજેતરમાં જ બૉલીવુડના ખૂબસૂરત અભિનેત્રી વીણા મલિક હૈદરાબાદની જેલમાં દેખાયાં.
આશ્ચર્ય પામી ગયાં? ના ભાઈ આશ્ચર્ય પામવા જેવી વાત નથી. વીણા તેની આવનારી તેલુગુફિલ્મ નગ્ન સત્યમનું શુટિંગ કરી રહ્યા હતાં. ફિલ્મના એક દૃશ્યમાં હૈદરાબાદ પોલીસ તેની ધરપકડ કરે છે. જ્યારે પોલીસ તેને જેલમાં ધકેલે છે ત્યારે વીમા અપસેટ દેખાય છે.
જુઓ તેગુલુ ફિલ્મ નગ્ન સત્યમમાં વીણાની ફિલ્મી ધરપકડના દૃશ્યો.

ફિલ્મનો મુશ્કેલ ભાગ
તેલુગુ ફિલ્મ નગ્ન સત્યમના એક દૃશ્યમાં ધરપકડ વહોરવાના શુટિંગ દરમિયાન વીણા મલિકે જણાવ્યું કે આ દૃશ્ય તેમના માટે ખૂબ મુશ્કેલ હતું, કારણ કે તેમાં વગર વાચાએ ચહેરા ઉપર એક્સપ્રેશન લાવવાના હતાં.

સફળતાપૂર્વક શુટિંગથી ખુશ છું
વીણા મલિકે જણાવ્યું કે ધરપકડ બાદ તેમણે ફિલ્મી જેલમાં ચાર દીવાળો વચ્ચે પોતાની ખુશી અને સ્વાતંત્ર્ય છીનવાઈ જવાના હાવભાવ લાવવાના હતાં. તેમાં તે સફળ રહ્યા છે અને તેઓ ખૂબ ખુશ છે.

જેલના દૃશ્યો ભજવવા સરળ નથી
વીણા મલિકે જણાવ્યું કે જેલના દૃશ્યો ભજવવા સરળ નથી. આપણી બૉલીવુડ ફિલ્મોમાં અનેક અભિનેતાઓ અને અભિનેત્રીઓએ જેલ જવું પડે છે. પડદા ઉપર સહજ દેખાતાં એ દૃશ્યો ભજવતાં સ્ટાર્સને નાકે પાણી આવી જાય છે.

તેલુગુ ફિલ્મ છે નગ્ન સત્યમ
વીણા મલિકની તેલુગુ ફિલ્મનું નગ્ન સત્યમ છે. આ ફિલ્મના દિગ્દર્શક રામા રાવ છે.

આગામી બૉલીવુડ ફિલ્મ
વીણા મલિકની આગામી બૉલીવુડ ફિલ્મનું નામ છે ધ સિટી ધૅટ નેવર સ્લિપ્સ. ફિલ્મના નિર્માતા સતીશ રેડ્ડી અને દિગ્દર્શક હારૂન રશીદ છે.












Click it and Unblock the Notifications
