For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિગ્ગજ અભિનેતા અરુણ બાલીનુ 79 વર્ષની વયે નિધન, મુંબઈમાં સવારે 4.30 વાગે લીધા અંતિમ શ્વાસ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર આવ્યાછે. ઘણી શાનદર ફિલ્મોમાં કામ કરી ચૂકેલા દિગ્ગજ અભિનેતા અરુણ બાલી હવે આપણી વચ્ચે નથી રહ્યા.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. ઘણી શાનદર ફિલ્મોમાં કામ કરી ચૂકેલા દિગ્ગજ અભિનેતા અરુણ બાલી હવે આપણી વચ્ચે નથી રહ્યા. આજે સારે 4.30 વાગે તેમનુ નિધન થઈ ગયુ. તેઓ 79 વર્ષના હતા. તેમની છેલ્લી ફિલ્મ 'ગુડબાય' છે જેમાં તેઓ અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદાના સાથે જોવા મળ્યા.

Arun Bali

તમને જણાવી દઈએ કે તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને થોડા મહિના પહેલા જ્યારે તેઓ હૉસ્પિટલમાં ભરતી થયા હતા ત્યારે તેમની દીકરીએ જણાવ્યુ હતુ કે તેમના પિતા Myasthenia Gravis એક ઑટોઈમ્યુન બિમારીથી પીડિત છે. જેમાં નર્વ્સ અને મસલ્સ વચ્ચે બેરિયર થઈ જાય છે. જો કે, હાલમાં તેઓ કયા કારણોસર ભરતી થયા તે સામે આવ્યુ નથી. અરુણ બાલીના નિધનના સમાચાર બાદ ટીવી અને બૉલિવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ઘણા સેલેબ્સ અને ફેન્સ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

દિગ્ગજ અભિનેતા અરુણ બાલી 23 ડિસેમ્બર, 1942ના રોજ લાહોરમાં જન્મ્યા હતા. અરુણ બાલીએ 90ના દશકમાં પોતાના કરિયરની શરુઆત કરી. તેમણે પોતાના શાનદાર કરિયરમાં ઘણી એવી ફિલ્મો કરી જે યાદગાર રહી. જો તેમની ફિલ્મોની વાત કરીએ તો તેમાં 'રાજૂ બન ગયા જેન્ટલમેન', 'ફૂલ ઓર અંગારે', 'ખલનાયક', '3 ઈડિયટ્સ', 'પીકે', 'કેદારનાથ', 'જમીન ઓર સોગંધ', 'પાનીપત' જેવી ઘણી બધી ફિલ્મો સામેલ છે. આ ઉપરાંત તેમણે 'બાબુલ કી દુઆએ લેતીજા', 'કુમકુમ' જેવી ઘણી ટીવી સીરિયલોમાં પણ કામ કર્યુ છે. અરુણ બાલી એક શાનદાર અભિનેતા હોવા ઉપરાંત એક કમાલના વ્યક્તિ પણ હતા. તેમના વિશે કહેવાય છે કે તે પોતાની ભૂમિકા માટે ખૂબ મહેનત કરતા હતા.

English summary
Veteran actor Arun Bali passed away at 4.30 am in Mumbai today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X