For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Shad News : ફારુખ શેખનું દુબઈમાં નિધન, અંતિમ સંસ્કાર મુંબઈમાં

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 ડિસેમ્બર : બૉલીવુડના પ્રસિદ્ધ અભિનેતા ફારુખ શેખનું શુક્રવારની રાત્રે દુબઈમાં હૃદય રોગનો હુમલો થતા નિધન થઈ ગયું. મીડિયાને આ માહિતી તેમના મિત્ર અને અભિનેત્રી દીપ્તિ નવલે આપી. દુબઈમાં જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ ફરુખનું શબ અંતિમ સંસ્કાર માટે મુંબઈ લાવવામાં આવશે. મુંબઈમાં જ તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ફારુખ શેખ 65 વર્ષના હતાં અને તેમની તબીયત અગાઉ સારી હતી અને તેમણે બે માસ પહેલા જ શારજાહ પુસ્તક મેળામાં હાજરી પણ આપી હતી.

farooq-sheikh
ફારુખ શેખનો જન્મ 25મી માર્ચ, 1948ના રોજ થયો હતો. 1973માં તેમણે ગર્મ હવા ફિલ્મ દ્વારા કૅરિયર શરૂ કર્યુ હતું અને પછી આર્ટ તેમજ મુખ્ય ધારાની ફિલ્મો દ્વારા પોતાની ઓળખ સ્થાપિત કરી હતી. તેમણે ચશ્મે બદ્દૂર, ઉમરાવ જાન, નૂરી, કિસી ને કહા, સાથ સાથ, યે જવાની હૈ દીવાની જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. ફારુખ શેખે સત્યજીત રે સાથે પણ લાંબા વખત કામ કર્યું. તેમની છેલ્લી ફિલ્મ ક્લબ 60 હતી. શેખ કળા ફિલ્મો, રંગમંચ તથા ટેલીવિઝનમાં તેમના ફાળા માટે જાણીતા છે. તેમણે નાના પડદે જાણીતા શો જીના ઇસી કા નામ હૈની યજમાની પણ કરી હતી.

દીપ્તિ નવલે શોક વ્યક્ત કરતા જણાવ્યું - મને હાલ પુરતી માહિતી નથી અને હું અત્યારે તેમના પરિવારના સભ્યો સાથે વાત કરવાની સ્થિતિમાં નથી, પણ એક મિત્રે તેની પુષ્ટિ કરી છે. મેં શબાના આઝમી સાથે પણ વાત કરી છે કે જેઓને આ અવિશ્વસનીય, દુઃખદ અને સ્તબ્ધ કરનારી માહિતી હતી. આ અવિશ્વસનીય છે. હું આશ્ચર્યચકિત છું. તેઓ ફિલ્મોદ્યોગના એક શ્રેષ્ઠ અભિનેતા હતા. તેઓ એક એવા વ્યક્તિત્વ હતાં કે જેમણે કામ કરવા માટે મને પ્રોત્સાહિત કરી.

દીપ્તિ નવલે જણાવ્યું - મારી ઉપર શબાનાનો ફોન આવ્યો. શબાનાએ જણાવ્યું કે શેખને દુબઈમાં હૃદય રોગનો હુમલો થયો. તેમનું શબ ભારત લાવવામાં આવશે. હું હાલ હિમાચલ પ્રદેશ છું. હું મુંબઈ પરત ફરી રહી છું. દીપ્તિ નવલે તે વાયદો યાદ કર્યો કે જે તેમણે અને શેખે કર્યો હતો. તેમણે જણાવ્યું - અમારી છેલ્લી ફિલ્મ લિશન અમાયા બાદ તેમણે અને મેં એક-બીજા સાથે વાયદો કર્યો હતો કે અમે બીજી વાર સાથે કામ કરીશું અને અનેક ફિલ્મો પાઇપલાઇનમાં હતી. અમે કામ સંદર્ભે સંપર્ક જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો.

English summary
Veteran actor of Bollywood Farooq Sheikh passed away late on Friday after suffering a sudden heart attack. Born on 25 March 1948, he died at the age of 65.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X