વિકી કૌશલનો ક્યૂટ ડાંસ જોઈને શરમાઈ ગઈ કેટરીના, Video જોઈને ફેન્સ પણ વરસાવી રહ્યા છે પ્રેમ
વિકી કૌશલે કરેલા ફની ડાંસને જોઈને કેટરીના કૈફ શરમાઈ જાય છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Vicky Kaushal Katrina Kaif Viral Video: કેટરીના કૈફ અને વિકી કૌશલ હાલમાં બૉલિવુડનુ સૌથી લવિંગ કપલ છે. બંને એકબીજા પર પ્રેમ વરસાવવામાં ક્યારેય પાછી પાની નથી કરતા. હાલમાં વિકી કૌશલે એક ફની વીડિયો શેર કર્યો છે, જેમાં કેટરીના કૈફ શરમાતી દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ ગયો છે.

કેટ માટે વિકીએ કર્યો ક્યૂટ ડાંસ
બૉલિવુડ સેલેબ્સે ન્યૂ યર 2023ની ધમાકાભેર ઉજવણી કરી. કેટરીના કૈફની ખાસ દોસ્ત મિની માથુરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો. જેમાં તેણે પોતાના વર્ષ 2022ની અમુક ખાસ પળોને ફેન્સ સાથે શેર કરી. જો કે આ વીડિયોમાં કેટરીના કૈફ અને વિકી કૌશલની એક નાનકડી ક્લિપે ફેન્સનુ સૌથી વધુ ધ્યાન ખેંચ્યુ.

કેટરીના પર ફિદા થયા ફેન્સ
વીડિયોની આ નાનકડી ક્લિપમાં વિકી કૌશલ ઘૂંટણિયે પડીને એક ફની ડાંસ કરતો દેખાઈ રહ્યો છે. તેની પાછળ શર્વરી વાઘ પણ ડાંસ કરી રહી છે. વળી, વિકી કૌશલનો આ ડાંસ જોઈને કેટરીના કૈફ સોફા પર બેસીને શરમાતી દેખાઈ રહી છે. વિકી કૌશલ અને કેટરીના કૈફનો આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
લવિંગ કપલ પર ફેન્સે વરસાવ્યો પ્રેમ
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવતાની સાથે જ ચાહકોએ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી અને કપલના જોરદાર વખાણ કર્યા. એકે લખ્યુ, 'આહ! એ સ્મિતમાં મારુ દિલ છે કેટરીના. બંનેને હંમેશા મારો પ્રેમ #vickat.' એક અન્યએ કમેન્ટમાં લખ્યુ, 'ઈન્ડસ્ટ્રીમાં રિયલ અને સૌથી પ્રેમાળ જોડી.'

કેટરીનાનુ વર્કફ્રંટ
કેટરીના કૈફ છેલ્લે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે હોરર કોમેડી ફિલ્મ ફોન ભૂતમાં જોવા મળી હતી. તે આદિત્ય ચોપરાની આગામી એક્શન થ્રિલર ફિલ્મ ટાઈગર 3 માં સલમાન ખાન સાથે જોવા મળશે. આ વર્ષે દિવાળી પર તે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

વિકી કૌશલનુ વર્કફ્રંટ
વિકી કૌશલ વિશે વાત કરીએ તો તે છેલ્લે શશાંક ખેતાનની ગોવિંદા નામ મેરામાં ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ તાજેતરમાં જ OTT પર રિલીઝ થઈ હતી. આ સિવાય વિકી મેઘના ગુલઝારની આગામી ફિલ્મ સામ બહાદુરમાં જોવા મળશે. જે આ વર્ષે 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
