વિક્કી કૌશલે ખોલ્યા પત્ની કેટરીના કૈફવિશે મોટા રાઝ, કહ્યુ - અટેન્શન મળવા પર અજૂગતુ...
Vicky Kaushal and Katrina Kaif: બૉલિવુડ અભિનેતા વિકી કૌશલ અને કેટરીના કૈફ હાલમાં ઈન્ડસ્ટ્રીના પાવર કપલ્સમાંથી એક છે. બંનેએ ડિસેમ્બર 2021માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને એકબીજાને ડેટ કરતા હતા પરંતુ તેઓએ પોતાના સંબંધોને લોકોથી છુપાવીને રાખ્યા હતા.
હાલમાં એક ઈન્ટરવ્યુમાં વિકી કૌશલે જણાવ્યું છે કે જ્યારે શરુઆતમાં તેને કેટરીનાનું અટેન્શન મળ્યુ ત્યારે તેને કેવું લાગ્યું હતુ. કેટરીના કૈફને ડેટ કરવાથી લઈને તેના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી બાબતોનો ખુલાસો કર્યો છે.

વિકી કૌશલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું- હું વિશ્વાસ કરી શકતો ન હતો કે કેટરીના કૈફ મારા જેવા છોકરા પર ધ્યાન આપી રહી છે. પરંતુ જ્યારે હું તેને સારી રીતે ઓળખી ગયો ત્યારે હું તેના પ્રેમમાં પડી ગયો. માત્ર વિકી કૌશલ જ નહીં પરંતુ કેટરીના કૈફ પણ ધીમે ધીમે તેની તરફ આકર્ષાઈ રહી હતી. આખરે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
વિકી કૌશલ તાજેતરમાં 'વી આર યુવાઝ કે બી એ મેન યાર' એપિસોડમાં જોવા મળ્યો હતો. આમાં તેણે કેટરીના કૈફ સાથે જોડાયેલી ઘણી બાબતોનો ખુલાસો કર્યો છે. વિકી કૌશલે ઈન્ટરવ્યુમાં કહ્યું- મને તે વાસ્તવિકતા સાથે એડજસ્ટ કરવામાં મુશ્કેલી પડી. હું કેટરીનાના પ્રેમમાં હતો. જ્યારે મેં કેટરિનાને નજીકથી ઓળખી ત્યારે હું તેના પ્રેમમાં પડી ગયો. તે ખૂબ જ સરસ વ્યક્તિ છે અને હું જાણતો હતો કે હું તેને મારા જીવન સાથી તરીકે રાખવા માંગુ છું.
વિક્કી કૌશલે કહ્યું- કેટરીના કૈફનું અટેન્શન મને અજીબ લાગતુ હતુ. મને લાગતુ હતુ કે તે ઠીક તો છે. એવું નહોતું કે હું વધારે ધ્યાન આપી રહ્યો ન હતો પરંતુ તે બંને બાજુથી હતું. તે એક અદ્ભુત વ્યક્તિ હતી અને હજુ પણ છે. વિકી કૌશલે આગળ કહ્યું- શરૂઆતમાં મને લાગ્યું કે હું જ કેમ, પરંતુ તે ખૂબ જ સ્વીટ વ્યક્તિ છે. તે આસપાસના લોકો અને પર્યાવરણ પ્રત્યે ખૂબ જ દયાળુ છે. મારા માટે આ હંમેશા સૌથી મોટો ટર્ન-ઑન છે.












Click it and Unblock the Notifications
